અમદાવાદના વિદ્યાર્થીની સફળતા:ડોક્ટર દંપતિના દીકરાએ NEETમાં દેશમાં 16મો નંબર મેળવ્યો, AIIMSમાંથી MBBS કરવાની ઈચ્છા

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

NEET UG 2022નું પરિણામ જાહેર થયું છે. ગુજરાતમાં 5 વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયામાં ટોપ 100માં રેન્ક મેળવ્યો છે.અમદાવાદમાં ભણતા અને મૂળ મહેસાણાના જય રાજ્યગુરુએ દેશમાં 16મો રેન્ક મેળવ્યો છે.હવે જય એઈમ્સ દિલ્હીથી પોતાનો મેડિકલ અભ્યાસ કરવા ઈચ્છે છે.જય રાજ્યગુરુ મૂળ મહેસાણાનો રહેવાસી છે.અમદાવાદમાં તે નીટનું કોચિંગ કરતો હતો. જયના માતા પિતા,બહેન અને દાદા ડોકટર છે. તેમનાથી જ પ્રેરણા લઈને જય MBBS કરવા ઈચ્છે છે.

જયના પિતા પિતા જાણીતા યુરોલોજિસ્ટ છે
મહેસાણા રહેતો હોવા છતાં શરૂઆતમાં તે રોજ અમદાવાદથી મહેસાણા ભણવા માટે અવરજવર કરતો હતો. છેલ્લા 2 મહિના પહેલા જય તેની માતા સાથે અમદાવાદ રહેવા આવી ગયો હતો. શરૂઆતથી જ મહેનત કરીને આજે 706 માકર્સ મેળવ્યા છે. જય રાજયગુરુએ જણાવ્યું હતું કે, મારા પેરન્ટ્સને સમાજમાં જે રીતે સન્માન મળતું આવ્યું છે એ જોઇને મેં આઠમાં ધોરણથી પેરેન્ટ્સના માર્ગે ચાલવાનું નક્કી કરી લીધું હતું. હું મારા પિતાને એક રોલ મોડલ તરીકે જોતો આવ્યો છું. મારા પિતા જાણીતા યુરોલોજિસ્ટ છે.

પરિવારમાં દરેક સભ્ય ડોક્ટર છે
પરિવારમાં દરેક સભ્ય ડોક્ટર છે

પ્રોગ્રામ માટે લગભગ 100% શિષ્યવૃત્તિ મળી
હું એન્જિનિયરિંગને પસંદ કરતો હતો પણ ડોક્ટરના પરિવારમાં ઉછેર થવાને કારણે મેં મેડિકલ લાઇન પસંદ કરી.આકાશ નેશનલ ટેલેન્ટ હન્ટ પરીક્ષામાં AIR 18 નંબર પ્રાપ્ત કર્યો ત્યાર બાદ જયને પોતાના બે વર્ષના NEET કોચિંગ પ્રોગ્રામ માટે લગભગ 100% શિષ્યવૃત્તિ મળી.કોરોનાની માહામારીને કારણે જયને NEET કોચિંગ મોટાભાગે ઑનલાઇન વર્ગો દ્વારા પૂર્ણ કરવું પડ્યું હતું. ઓનલાઇન કોચિંગમાં શરૂઆતમાં તકલીફ પડી હતી જે બાદ તેની આદત થઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...