મહેનતનું ફળ મળ્યું:ડોક્ટર દંપતીના પુત્રે JEE મેઈન્સમાં અમદાવાદમાં પહેલો અને ગુજરાતમાં બીજો ક્રમ મેળવ્યો, એન્જિનિયર બનવાનું છે સપનું

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
શર્વિલ પટેલની તસવીર - Divya Bhaskar
શર્વિલ પટેલની તસવીર

JEE મેઈન્સ-1 ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે જેમાં શર્વિલ પટેલ નામના વિદ્યાર્થીએ અમદાવાદમાં પહેલો ક્રમાંક મેળવ્યો છે. રસપ્રદ વાતે છે કે વિદ્યાર્થીના માતા-પિતા બંને ડોક્ટર છે તેનો ભાઈ પણ એમબીબીએસના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. જ્યારે દીકરાને એન્જિનિરિંગમાં રસ હોવાથી મહેનત કરી ઝળહળથી સફળતા મેળવી છે.

JEE મેઇન્સ્માં 99.998 પર્સન્ટાઈ સાથે અમદાવદામાં પ્રથમ
દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા શર્વિલ પટેલે જણાવ્યું કે, પહેલાથી જ કોમ્પ્યુટર સાયન્સમાં રસ હોવાથી તેને એ ગ્રુપ પસંદ કર્યું હતું. હવે તે IIT મુંબઈમાં કોમ્યુટર સાયન્સમાં પ્રવેશ લેવા ઈચ્છી રહ્યા છે. ચાલું વર્ષે 24 જૂનથી 29 જૂન સુધી JEE મેઈન્સની પ્રથમ પરીક્ષા યોજાઈ હતી.શર્વીલનું કહેવું છે કે, તેને કોઈપણ પ્રકારના તણાવ વિના નિશ્ચિત ટાર્ગેટ સાથે પરીક્ષાની તૈયારી કરી હતી જેથી જેને આ સારું પરિણામ મેળવ્યું છે.

આખો પરિવાર મેડિકલ ફિલ્ડમાં જ્યારે શર્વિલ એન્જીનયર બનવા માંગે છે
સૌથી મોટી અને મહત્વની વાત એ છે કે શર્વિલના માતા-પિતા જ નહીં પરંતુ તેના ભાઈ પણ મેડિકલ લાઈનમાં છે. આ ઉપરાંત તેના દાદા-દાદી પણ મેડિકલનો અભ્યાસ કરી તબીબી પ્રેક્ટિસ કરી ચૂક્યા છે. એટલે કે આખો પરિવાર તબીબી ક્ષેત્રમાં છે, જ્યારે શર્વિલ એન્જિનિયર બનવા માંગે છે. શર્વિલના પિતા ઓર્થોપેડિક તરીકે જ્યારે માતા બી.જે મેડીકલ કૉલેજમાં ગાયનેક પ્રોફેસર છે. મોટો ભાઈ પણ બી.જે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરે છે. દાદા અને દાદી પણ એનેસ્થેટિસ્ટ છે. એન્જિનિયરિંગના અભ્યાસ માટે સર્વોત્તમ ગણાવી એવી ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના પ્રવેશ માટે જોઈન્ટ એન્ટેનન્સ એક્ઝામ, એટલે કે JEEની પરીક્ષા લેવાતી હોય છે. આ પરીક્ષા બાદ એડવાન્સની પરીક્ષા લેવાતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...