તમે ગેરકાયદે પ્રવૃત્તિઓ કરો છો? કહી તોડ કરાયો હતો. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં દર્પણ સર્કલ પાસે સ્પામાં પોલીસકર્મી અને મીડિયાકર્મીની ખોટી ઓળખ આપીને પૈસા પડાવનાર ત્રણ શખસની ગુજરાત યુનિવર્સિટી પોલીસે ધરપકડ કરી છે.
50 હજારની માગ કરી હતી
ત્રણે આરોપીઓ પામવા જઈ અને તમે ગેરકાયદેસર પ્રવૃતિઓ કરો છો તમને બદનામ કરી દઈશું તેમ કહી અને રૂ. 50 હજાર માંગ્યા હતા. પરંતુ બાદમાં માલિકે બદનામી ન થવાના ડરે ગભરાઈ રૂ.10,500 આપી દીધા હતા. પરંતુ માલિકને શંકા જતા તેઓએ તેમની પાસે આઈકાર્ડ માંગ્યા હતા, જેથી ત્રણેય ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા યુનિવર્સિટી પોલીસે ત્રણેયને ઝડપી લીધા હતા.
દર્પણ સર્કલ પાસે સ્પા
ઇસનપુર વિસ્તારમાં ગોવિંદવાડીમાં લાભુભાઈના મકાનમાં આવેલા ટેનામેન્ટમાં રાજેશભાઈ નાગર નવરંગપુરા વિસ્તારમાં દર્પણ સર્કલ પાસે ઝીલ સ્પાના નામે વ્યવસાય કરે છે. બે દિવસ પહેલા બપોરના સમયે જ્યારે રાજેશભાઈ બહાર ગયા હતા અને તેમના ત્યાં કામ કરતી મહિલા સ્પામાં હાજર હતી તે સમયે આવ્યા હતા.
સાડા દસ હજારનો તોડ કર્યો હતો
બ્રિજેશ પટેલ નામના વ્યક્તિએ પોતે પોલીસ અને જયેશ ઠાકોર તેમજ શુભ શાહ નામના વ્યક્તિએ મીડિયાકર્મી તરીકેની ઓળખ આપી હતી. ત્યારબાદ સ્પામાં તમે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરો છો તેમ કહી અને રૂપિયા 50,000 માંગ્યા હતા. જો પૈસા નહીં આપે તો તમને બદનામ કરી દેશું તેમ કહી અને ધમકી આપી હતી. જેથી બદનામી ન થાય તેના ડરે રૂ. 10,500 ત્યાં હતા. પરંતુ રાજેશભાઈને શંકા જતા તેઓએ આઈકાર્ડ માંગ્યા હતા. જેથી ત્રણેય ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આમ તેઓ યુનિવર્સિટી પોલીસને જાણ કરતા ગણતરીના કલાકોમાં જ પોલીસે તેઓને ઝડપી લીધાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.