તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જેને કેટલાક લોકો ખરાબ સમય ગણીને ભૂલવા ઈચ્છે છે, શું એ જ સમયે લૉકડાઉનમાં આપણને શીખવ્યું છે કે હકીકતમાં આપણી જરૂરિયાતો ખૂબ જ ઓછી છે. ત્યારે આપણે એ પણ શીખ્યા કે મનની શક્તિથી મોત અને પરિવાર-સંબંધોની તાકાતથી જ દરેક મુશ્કેલીનો ઉકેલ આવી શકે છે.
ઈતિહાસમાં કેટલાંક વર્ષો એવાં રહ્યાં છે, જ્યારે ભીષણ યુદ્ધ કે મોટી દુર્ઘટનાઓને કારણે સંપૂર્ણ માનવજાતનું અસ્તિત્વ દાવ પર લાગી ગયું હતું. એ વર્ષોમાં 2020ના વર્ષને ચોક્કસ સ્થાન મળે. એ વર્ષે દુનિયાએ કોવિડ-19 મહામારીનો સામનો કરવાની શરૂઆત કરી. વિવિધ દેશની સરકારોના આંકડા પ્રમાણે, આ મહામારીમાં 16 લાખ મૃત્યુ થયાં. મનુષ્યના સ્વભાવમાં સ્વાભાવિક જ હોય છે કે ખરાબ સમય બને એટલો ઝડપથી જતો રહે અને પછી એની યાદ પણ ન રહે.
પ્રકૃતિના નિયમોમાં એ શક્ય નથી, કારણ કે ભલે તમે 2020ને યાદોના કેલેન્ડરમાંથી સમાપ્ત કરવા ઈચ્છતા હોવ, પરંતુ સૌથી મુશ્કેલ પડકારો જ આપણને સૌથી મજબૂત ભવિષ્યના પાયા તૈયાર કરવાની તક આપે છે. હકારાત્મકતાના આ વિચાર સાથે ભાસ્કર જૂથ આ વર્ષને યાદ કરવાની થીમ ‘શું શીખવી ગયું 2020’ રજૂ કરી રહ્યું છે. ભાસ્કરે 1 જાન્યુઆરી 2020નો અંક તૈયાર કરતી વખતે એની થીમ ‘ઊઠો, જાગો... કારણ કે રોજ જીતવાનું છે: પોતાને રિઈન્વેન્ટ કરવાનું વર્ષ’ રજૂ કરી હતી, ત્યારે કોને ખબર હતી કે કાળચક્રમાં એ વર્ષ દરેક મોરચે આપણને રોજ જીતવાના પડકારો આપશે.
આ પડકારોનું એક સોનેરી પાસું પણ છે. યાદો તાજી કરો અથવા વડીલોને પૂછો કે આ પહેલાં ક્યારે માંડ 12 મહિનામાં દુનિયાએ આટલા રંગ જોયા હતા? સીએએવિરોધી આંદોલનથી શરૂ થયેલું વર્ષ ફેબ્રુઆરીમાં દિલ્હીનાં રમખાણો સુધી પહોંચ્યું ત્યારે આખા દેશે દુ:ખ અનુભવ્યું. ત્યાર પછી કોરોના મહામારીની ભયાનકતાના સમાચારો ચીન અને યુરોપના દેશોમાંથી નીકળીને આપણી જમીન પર પણ હકીકત બનીને ઊભર્યા. સવાસો કરોડથી વધુ વસતિ સાથે આપણે એક એવા સંકટ સામે હતા, જેની સામે લડવા દુનિયાની મહાશક્તિઓ પણ હારી ગઈ, પરંતુ આ 10 મહિનામાં દુનિયાની 17.7% વસતિ ધરાવતા ભારતે મહાશક્તિઓની તુલનામાં ઓછું નુકસાન ભોગવ્યું છે. એને કેટલાક લોકો ખરાબ સમય ગણીને ભૂલવા ઈચ્છે છે, પરંતુ એ જ સમયે આપણને શીખવ્યું કે હકીકતમાં આપણી જરૂરિયાતો કેટલી ઓછી છે. આપણે એ પણ શીખ્યા કે મનની શક્તિથી મૃત્યુ અને પરિવાર-સંબંધોની શક્તિથી આપણે ગમે તેવી મુસીબતમાંથી પણ બહાર નીકળી શકીએ છીએ. ડૉક્ટરો, આરોગ્યકર્મીઓએ જીવના જોખમે લોકોની સારવાર કરી. જે કોલાહલને આપણે વિકાસ માનીએ છીએ, એની હાજરીથી કુદરતનું જે કરિશ્માઈ સંગીત ઊપજ્યું, એ અદભુત હતું. ઘરમાં વર્ષો પછી આખો પરિવાર પહેલીવાર લાંબા સમય સુધી સાથે રહ્યો, ત્યારે જિંદગીમાં ખુશીઓનો અસલ ખજાનો કેવો હોય એ સમજાયું. આપણે મોટાં શહેરોના લાખો મજૂરોની હિજરત પણ જોઈ, પરંતુ એ જ ગાળામાં નાનાં શહેરોનું મોટું હૃદય પણ જોયું, જેમણે આ જનસમુદ્રનું પેટ ભરવા દિલના દરવાજા ખોલી દીધા. 2020નું કેલેન્ડર હવે માંડ ચાર દિવસનું મહેમાન છે. ભાસ્કર જૂથના વાચકોને આ વર્ષે બોધપાઠના અનુભવની પાઠશાળાના રૂપમાં રજૂ કરી રહ્યું છે. એક એવું વર્ષ, જેણે સંપૂર્ણ માનવજાતિને એક ખતરનાક અજાણ્યા દુશ્મન સામે એક થઈને લડવાનું તેમજ પડકારોનો સામનો કરવા સજ્જ થવાનું શીખવ્યું.
યર એન્ડર 2020ની તમામ સ્ટોરીઓ વાંચવા નીચેની લિંક પર ક્લિક કરો
2020ના 20 બોધપાઠ:જાતને બદલવાની તાકાત જ સૌથી મોટું હથિયાર...
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.