પુરુષોનો 'મન કી બાત'નો મેગાપોલ:પુરુષો એકાંતમાં રડી લે છે?, પોતાના માટે સમય કાઢી લે છે?, 19 નવેમ્બરે ઇન્ટરનેશનલ મેન્સ ડે પર દિવ્ય ભાસ્કર જાણવા માગે છે પુરુષોનાં મનની વાત

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

19 નવેમ્બરે ઈન્ટરનેશનલ મેન્સ ડે છે. આ દિવસ નિમિત્તે દિવ્ય ભાસ્કર દ્વારા મેગાપોલ કરવામાં આવી રહ્યો છે. તમે પુરુષ છો અને તમારા મન સાથે જોડાયેલી વાતનો અભિપ્રાય આપવા માગો છો, તો અહીં નીચે આપેલા પોલમાં તમારો અભિપ્રાય આપો. આ પોલમાં તા. 18મીને સાંજે 5 વાગ્યા સુધી મંતવ્ય આપી શકો છો. આ પોલ પૂર્ણ થયે અમે તમને જણાવીશું પુરુષોએ આપેલાં મંતવ્યનું આકલન.

શા માટે ઊજવાય છે મેન્સ ડે
ઇન્ટરનેશનલ મેન્સ ડે પુરુષોની સાંસ્કૃતિક, રાજકીય, સામાજિક-આર્થિક સિદ્ધિઓને ઓળખવા માટેનો દિવસ છે. ખાસ કરીને રાષ્ટ્ર, સંઘ, સમાજ, સમુદાય, કુટુંબ, લગ્ન અને બાળઉછેરમાં તેમના યોગદાનને બિરદાવવા માટે આ દિવસ મનાવાય છે. 7 ફેબ્રુઆરી 1992માં ત્રિનિદાદમાં થોમસ ઓસ્ટર નામની વ્યક્તિએ મેન્સ ડેની શરૂઆત કરી હતી. ત્યારે તો લોકોને આ વિચાર પસંદ પડ્યો હતો. બે વર્ષ પુરુષોના યોગદાનના દિવસને મનાવ્યા પછી આ પ્રથા બંધ થઈ હતી. જોકે 1999માં માલ્ટા દેશે પુરુષ દિવસને મનાવવાનું શરૂ કર્યું. 7 ફેબ્રુઆરીએ આ દિવસ મનાવાતો, પણ ત્રિનિદાદ અને ટોબેગોની ફૂટબોલ ટીમે વર્લ્ડ કપ જીતી લેતાં એ દિવસને જ ઈન્ટરનેશનલ મેન્સ ડે તરીકે મનાવવાનું નક્કી થયું. એ દિવસ 19 નવેમ્બરનો હતો. ત્યારથી વિશ્વમાં ઈન્ટરનેશનલ મેન્સ ડે મનાવાય છે.

આ દિવસને સત્તાવાર માન્યતા નથી મળી
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચે મનાવાય છે, કારણ કે તેને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી છે, પણ આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી નથી. તેથી પુરુષ દિવસને મહિલા દિનની જેમ ગંભીરતાથી નથી મનાવાતો.

ભારતમાં 2007માં પહેલીવાર આ દિવસ મનાવાયો
19 નવેમ્બર 2007ના રોજ ભારતીય પુરુષ અધિકાર સંગઠન દ્વારા ભારતમાં આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ ઊજવાયો હતો. ઑસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડીઝ (જમૈકા, ત્રિનિદાદ અને ટોબેગો)માં પહેલેથી જ આ તારીખે મેન્સ ડે મનાવાતો હતો. 2008માં ભારતમાં ફરીથી આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 2009માં ભારતમાં મેન્સવેર બ્રાન્ડ એલન સોલી લોન્ચ થઈ અને આ સાથે ઇન્ટરનેશનલ મેન્સ ડેની પ્રથમ કોર્પોરેટ સ્પોન્સરશિપ મળી. HBOએ એની "મેન ઇન બ્લેક" સિરીઝ પણ 19 નવેમ્બરે રિલીઝ કરી અને પુરુષો પરની પોઝિટિવ ફિલ્મો બતાવવાનું નક્કી કર્યું.

અન્ય સમાચારો પણ છે...