પોલીસ એર્લટ:આજે અમદાવાદમાં પોલીસ અને વેપારીઓ વચ્ચે મિટિંગ યોજાશે, ભીડભાડ વાળી જગ્યાએ પોલીસ સતત પેટ્રોલિંગ કરશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

નવરાત્રિ પૂર્ણ થઈ અને દિવાળીનો તહેવાર હવે ખૂબ નજીક આવ્યો છે. લોકોએ માર્કેટમાં દિવાળીની ખરીદી શરૂ કરી દીધી છે. આ સમયે ભારે ભીડ હોવાને કારણે ચોરી લૂંટ અને ધાડના બનાવો પણ બનતા હોય છે. આવા અનિચ્છનીય બનાવો બને નહીં તેના માટે તમામ પોલીસ કર્મીઓને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. સાથે સાથે વેપારીઓને પણ થોડી તકેદારી રાખવાના સૂચના અપાઈ છે. શહેરના પોશ વિસ્તારમાં વેપારીઓ સાથે દીવાળીના તહેવાર પહેલા પોલીસ મીટીંગ યોજાશે.

સમગ્ર વિસ્તારમાં વોચ રાખવા માટે તાકીદ કરાઈ
અમદાવાદના જ્વેલરી બજારમાં તમામ વેપારીઓને સિક્યુરિટી રાખવાની તેમજ સીસીટીવી કેમેરા ચેક કરી લેવાના જો ના હોય તો લગાવી દેવા માટેના આદેશ આપવામાં આવ્યા છે.જો પોતાના કોઈ માણસ દાગીનાની ડિલિવરી કરવા જતા હોય ત્યારે એકના બદલે બે માણસોને મોકલવા સ્કૂટર કે બાઈકના બદલે કારનો ઉપયોગ કરવો અને કોઈ શંકાસ્પદ હિલચાલ નજરે પડે તો તાકીદે પોલીસને જાણ કરવાની પણ સૂચના આપી દેવામાં આવી છે. પોલીસ કર્મચારીઓને પણ દિવાળી સુધી બિનજરૂરી રજા નહીં લઈ ફુટ પેટ્રોલિંગ કરવાનું અને સમગ્ર વિસ્તારમાં વોચ રાખવા માટે તાકીદ કરાઈ છે.

મોટા માર્કેટ વાળા વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ કરશે
દિવાળી શરૂ થાય તે દરમિયાન અમદાવાદના બજારોમાં ધૂમ ખરીદી જામતી હોય છે.આ પરિસ્થિતિનો લાભ લઈને ચોક્કસ તત્વો દ્વારા ચોરી લૂંટ કે ધાડ પણ કરવામાં આવતી હોય છે. દિવાળીની ખરીદી શરૂ થતાની સાથે જ બજારમાં આવી ગેંગ ફરતી થઈ ગઈ છે. ઘણા વર્ષોથી આ દિવસો દરમિયાન મોટા પ્રમાણમાં ચોરી લૂંટ અને ધાડ ના બનાવો બનતા હોય છે. જેને કારણે સિનિયર પોલીસ ઓફિસરો દ્વારા ખાસ કરીને શહેરના એવા વિસ્તાર કે જ્યાં મોટા પ્રમાણમાં જ્વેલરી શોપ હોય આંગડિયા પેઢીઓની ઓફિસો હોય અથવા તો બેંકો આવેલી હોય ત્યાં જે તે પોલીસ મથકના અધિકારીઓને પોતાની ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે.

PCR વાન પણ સતત પેટ્રોલિંગ કરતી રહેશે
નવરંગપુરા સીજી રોડ, સેટેલાઈટ રોડ, શિવરંજની, શ્યામલ ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં જ્વેલરી શોપ વધારે પ્રમાણમાં હોવાથી ત્યાં લગભગ પોલીસની અવરજવર રહે વેપારીઓને મળતી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા આદેશ કરાયો છે. PCR વાન પણ સતત પેટ્રોલિંગ કરતી રહે તેવી જોગવાઈ કરાઈ છે. આંગડિયા પેઢીના કર્મચારીઓને પણ મોટા પ્રમાણમાં પૈસાની આપ-લે કરવા જતી કે આવતી વખતે એક કરતાં વધારે માણસોએ જવું અને સ્કૂટર કે બાઈકને બદલે કારનો ઉપયોગ કરવો તેવી સૂચના અપાઈ છે.જો વધારે કેશ હોય તો સ્થાનિક પોલીસને સાથે રાખીને કેશની આપ લે કરવા જવુ એવી સૂચના અપાઈ છે.

લોકોને પણ થોડી તકેદારી રાખવા પોલીસે તાકીદ કરી
શહેરમાં મંદિરોની આજુબાજુ તેમજ જુદા જુદા બજારોમાં પણ ચોર ટુકડી શિકાર શોધતી હોય છે માટે લોકોને પણ થોડી તકેદારી રાખવા પોલીસે તાકીદ કરી છે. આ ઉપરાંત સિનિયર પોલીસ ઓફિસરોની સૂચનાથી જે તે પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા પોતાના વિસ્તારના રીટા ચોર અને અસામાજિક તત્વો કે જેઓ દિવાળી ટાણે ચોરી લૂંટ ધાડ કરતા હોય તેમના જુના કેસ અને તેમની યાદી બનાવી તેઓ અત્યારે હાલ શું કરી રહ્યા છે તેની વિગતો મેળવવાની અને તેમના ઉપર વોચ રાખવાની પણ ખાસ સુચના આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...