શેરમાર્કેટમાં તેજી:હોળી પહેલા દિવાળી! Mcap 3.41 લાખ કરોડ વધ્યું, અદાણીના ફરી ‘અચ્છે દિન’

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેન્સેક્સ 900 પોઇન્ટ ઊંચકાઈ 60 હજારની નજીક પહોંચ્યો
  • એક જ દિવસમાં અદાણી સમૂહની માર્કેટ કેપમાં રૂ 68,000 કરોડ રૂપિયાનો વધારો
  • ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 63 પૈસા મજબૂત બની 81.97 થઈ ગયો

અમેરિકન તેમજ યુરોપના માર્કેટનો મજબૂત સપોર્ટ મળવા ઉપરાંત અદાણી ગ્રુપ પરનું સંકટ હાલ હળવું બનતા ભારતીય શેરમાર્કેટમાં તેજીનો રંગ લાગ્યો છે. સપ્તાહના અંતિમ દિવસે સેન્સેક્સ એક માસ બાદ ચાલુ કેલેન્ડર વર્ષમાં બીજી વખત 900 પોઈન્ટ વધ્યો છે. સેન્સેક્સ 899.62 પોઈન્ટ વધી 59,808.97 બંધ રહ્યો હતો. ઇન્ટ્રા-ડેમાં 1057.69 પોઈન્ટ ઉછળી 60000 પોઇન્ટની નજીક 59967.04 પર પહોંચ્યો હતો. નિફ્ટી 272.45 પોઈન્ટ વધી 17,594.35 બંધ રહ્યો હતો. જે અગાઉ સેન્સેક્સ 3 ફેબ્રુઆરીના રોજ 909 પોઈન્ટ વધ્યો હતો.

ગૌતમ અદાણીએ અમેરિકન કંપની GQG પાર્ટનર્સ સાથે રૂ. 15,446 કરોડના સોદાની જાહેરાત કર્યા બાદ અદાણી ગ્રૂપના સ્ટોક્સમાં સતત ચોથા દિવસે ઉછાળો આવ્યો હતો. શુક્રવારે અદાણી ગ્રૂપના ઘણા શેરમાં અપર સર્કિટ લાગી હતી. દસ લિસ્ટેડ કંપનીઓના સંયુક્ત માર્કેટ વેલ્યુએશનમાં રૂ. 1.50 લાખ કરોડથી વધુનો વધારો થયો છે. રોકાણકારોની મૂડીમાં ઝડપી 3.43 લાખ કરોડનો વધારો થઇ 263.42 લાખ કરોડ પહોંચી હતી.

અદાણીની માર્કેટ કેપમાં 7 મહિનાનો સૌથી મોટો ઉાછળો

અદાણી સમૂહની કંપનીઓની વેલ્યૂમાં ફેરફાર

કંપની27-23-3તફાવત
એન્ટરપ્રાઇઝ13081879.3543.68%
ગ્રીન46256221.65%
પોર્ટ્સ569684.3520.27%
પાવર143169.4518.50%
વિલ્મોર358418.316.84%
અંબુજા સિમે.34239214.62%
ટ્રાન્સમિશન676743.7510.02%
એસીસી17251894.059.80%
ટોટલ ગેસ714.25781.859.46

માર્કેટમાં તમામ સેક્ટરના ઇન્ડેક્સમાં સુધારો થયો
સેન્સેક્સ પેકની 30 પૈકી 26માં સુધારો હતો. 3639 ટ્રેડેડ સ્ક્રિપ્સમાંથી 2182માં સુધારો નોંધાયો હતો લગભગ તમામ સેક્ટોરલ ઇન્ડેક્સ વધીને બંધ રહ્યાં હતા. સ્મોલકેપ ઇન્ડેક્સ 0.68 ટકા અને મિડકેપ ઇન્ડેક્સ 0.58 ટકા ઊછળ્યો હતો.

નિષ્ણાતોએ કહ્યું, રૂપિયો આગામી દિવસોમાં મજબૂત થશે
ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 63 પૈસા મજબૂત બની 81.97 રહ્યો હતો. બીએનપી પારીબાસના રિસર્ચ એનાલિસ્ટ અનુજ ચૌધરીએ જણાવ્યું હતું કે ભારતીય રૂપિયો એક મહિનાની ટોચે પહોંચ્યો છે. આશા છે કે આગામી દિવસોમાં પણ રૂપિયાના મૂલ્યમાં હકારાત્મક સુધાર આવશે. એફઆઇઆઇમાં વધારો તથા ક્રુડના આંતરરાષ્ટ્રીય ભાવ નબળા પડવાની અસર પણ ભારતીય કરન્સી પર જોવા મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...