તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અન્નકૂટોત્સવ:અમેરિકાના લોસ એન્જલસમાં સ્થિત શ્રીજી મંદિરમાં દિવાળી અને અન્નકૂટ ઉત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ

અમદાવાદ5 મહિનો પહેલા
વિદેશમાં વસતા ગુજરાતીઓ નૂતનવર્ષે અન્નકૂટ ઉત્સવની પરંપરા ઉજવે છે - Divya Bhaskar
વિદેશમાં વસતા ગુજરાતીઓ નૂતનવર્ષે અન્નકૂટ ઉત્સવની પરંપરા ઉજવે છે
  • મંદિરના ટ્રસ્ટીએ સ્થાનિક પ્રસાશન પાસેથી મંજુરી લઈને ગાઈડલાઈન મુજબ ઉત્સવનું આયોજન કર્યું હતું

વિદેશમાં રહેતા ભારતીયો દિવાળીના મંગલમય પર્વને ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવે છે.અમેરિકાના લોસ એન્જલસ કાઉન્ટીના બેલફ્લાવર શહેરમાં સ્થિત શ્રીજી મંદિરમાં આ ઉત્સવ ભારે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.મંદિર ટ્રસ્ટ પ્રમુખ ભાર્ગવભાઈ પટેલે સ્થાનિક પ્રસાશન પાસે મંજૂરી લઈ કોવિડ ગાઈડલાઈન મુજબ સમગ્ર ઉત્સવનું આયોજન કર્યું હતું.

ભારતીય પંચાંગ મુજબ બેસતા વર્ષે અન્નકૂટ ઉત્સવ ઉજવાયો
અમેરીકાના લોસ એન્જલસ કાઉન્ટીના બેલફ્લાવર શહેરનું શ્રીજી મંદિર ધર્મ અને આસ્થાનું કેન્દ્ર છે.વિદેશમાં પણ વૈષ્ણવ પરંપરા મુજબ સેવા પૂજાના સંસ્કાર અહીંથી પ્રસરી રહી છે.ભારતીય પંચાંગ મુજબ બેસતા વર્ષે અહીં અન્નકૂટ ઉત્સવ ઉજવાયો હતો.શ્રીજી પ્રભુને વિવિધ અન્નકૂટ સામગ્રી પીરસવામાં આવી હતી.મુખ્ય યજમાન તરીકે લેબોન હોસ્પિટાલીટી ગુપના ચેરમેન યોગી પટેલ અને પયોનિયર ગ્રુપના પરિમલ શાહ સહિત અગ્રણી ગુજરાતી પરિવારોએ આ દિવ્ય ઉત્સવ દર્શનનો લ્હાવો લીધો હતો.શ્રીજી પ્રભુની સામુહિક આરતી કરી હતી તેમજ પુષ્ટિમાર્ગીય પરંપરા મુજબ ઉત્સવ કીર્તન પણ ગવાયું હતું.અંતે અન્નકૂટ પ્રસાદી ઉપસ્થિત દર્શનાર્થીઓ અને ભક્ત પરિવારોમાં વહેંચી દેવાઈ હતી.

કોવિડ ગાઈડલાઈન મુજબ સમગ્ર ઉત્સવનું આયોજન કર્યું હતું
કોવિડ ગાઈડલાઈન મુજબ સમગ્ર ઉત્સવનું આયોજન કર્યું હતું

વિદેશમાં વસતા ગુજરાતીઓ નૂતનવર્ષે અન્નકૂટ ઉત્સવની પરંપરા ઉજવે છે
કૃષ્ણ ભક્તિથી રંગાયેલ દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓ નૂતનવર્ષે અન્નકૂટ ઉત્સવ પરંપરા ઉજવે છે.અન્નકૂટ એ વ્રજમાં વ્રજકિશોર કૃષ્ણએ વ્રજવાસીઓ પાસે ગોવર્ધન પર્વતની પૂજા કરાવી ઇન્દ્રરાજાનો માનભંગ કર્યો હતો તે પ્રભુલીલાની ભક્તિમાં ઉજવાતો ઉત્સવ છે.અમેરિકાના લોસ એન્જલસ કાઉન્ટીના બેલફ્લાવર શહેરમાં સ્થિત શ્રીજી મંદિરમાં આ ઉત્સવ ભારે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.મંદિર ટ્રસ્ટ પ્રમુખ ભાર્ગવભાઈ પટેલે સ્થાનિક પ્રસાશન પાસે મંજૂરી લઈ કોવિડ ગાઈડલાઈન મુજબ સમગ્ર ઉત્સવનું આયોજન કર્યું હતું.

(અહેવાલ તેજસ શાહ ડાકોર)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો