હાઈકોર્ટમાં પિટિશન:દિવ્યાંગને ગ્રાન્ટ ઈન એઈડ કોલેજોમાં 5 ટકા અનામત ન મળતી હોવાની ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદ

અમદાવાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઈકોર્ટ - Divya Bhaskar
ગુજરાત હાઈકોર્ટ
  • એન્જિનિયરિંગ અને અન્ય કોર્સની ગ્રાન્ટ ઇન એઇડ કોલેજોમાં દિવ્યાંગને અનામતનો લાભ અપાય છે
  • રાજ્ય સરકાર અને મેડિકલ કાઉન્સિલને નોટિસ ઈશ્યુ કરી એક મહિનામાં હાઈકોર્ટે ખુલાસો માગ્યો

મેડિકલ અને પેરામેડિકલ કોર્સના પ્રવેશમાં દિવ્યાંગો માટેની અનામતનો વિવાદ હાઇકોર્ટ પહોંચ્યો છે. દિવ્યાંગોને ગ્રાન્ટ ઇન એઈડ કોલેજોમાં મેડિકલ અને પેરા મેડિકલ કોર્સમાં દિવ્યાંગોને મળવા પાત્ર 5 ટકા અનામત નહીં મળતી હોવાની ફરિયાદ કરાઈ છે.

ગ્રાન્ટ ઈન એઈડ અને સેલ્ફ ફાઈનાન્સમાં અનામત આપવા માગ
ગ્રાન્ટ-ઇન-એઈડ અને સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં પણ અનામત આપવામાં આવે તેવી માંગણી સાથે હાઇકોર્ટમાં પિટિશન થઈ છે. જેમાં અરજદારે રજૂઆત કરી કે, ઉચ્ચ શિક્ષણ માટેના એન્જિનિયરિંગ અને અન્ય કોર્સ માટે જ્યારે દિવ્યાંગો માટેની અનામતનો લાભ ગ્રાન્ટ ઇન એઇડ કોલેજોમાં અપાય છે, તો મેડિકલ અને પેરામેડિકલ કોર્સમાં કેમ નહીં?

સરકાર અને મેડિકલ કાઉન્સિલને નોટિસ ઈશ્યુ કરી
અરજદારે રજૂઆત કરી છે કે, કેટલીક સરકારી કોલેજોને ટ્રસ્ટ હેઠળ જી.એમ.ઇ.આર.એસ. હેઠળ સામેલ દેવામાં આવેલી સંસ્થાઓ રાજ્ય સરકાર પાસે નાણાકીય મદદ મેળવી છે. છતાં પણ અનામતની જોગવાઈનું પાલન નથી કરતી તેવી અરજીના પગલે હાઇકોર્ટ કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર અને મેડિકલ કાઉન્સિલને નોટિસ ઇશ્યુ કરી છે, જેમાં એક મહિનામાં આ મુદ્દે ખુલાસો કરવા હુકમ કર્યો છે. આ કેસની વધુ સુનાવણી 27 નવેમ્બરના રોજ હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...