તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પહેલી જ વાર ડેડબોડી રૂમથી DB LIVE:અમદાવાદની સિવિલ હોસ્પિટલનો કોવિડ ડેડબોડી રૂમ, ચોતરફ મૃતદેહો અને સ્વજનોનાં રૂદનના દૃશ્યો, અત્યંત ભયાવહ સ્થિતિ

અમદાવાદ10 મહિનો પહેલાલેખક: ચેતન પુરોહિત
કેટલાક લોકો સ્ટ્રેચરમાં જોવા મળ્યા અને સ્વજનો મૃતહેદ માટે ટોળે વળ્યા હતા જે દ્રશ્ય ભાયનકતામાં ઉમેરો  કરતું હતું - Divya Bhaskar
કેટલાક લોકો સ્ટ્રેચરમાં જોવા મળ્યા અને સ્વજનો મૃતહેદ માટે ટોળે વળ્યા હતા જે દ્રશ્ય ભાયનકતામાં ઉમેરો કરતું હતું

ગુજરાતમાં કોરોના મહામારીએ અતિ ગંભીરરૂપ ધારણ કર્યું છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં ડરનો માહોલ છે. કોરોનાના મોટા ભાગના અતિ ગંભીર દર્દીઓ જીવનમરણ વચ્ચેની જંગમાં મૃત્યુ સામે ક્યારેક હારી જાય છે અને તેમનાં ટપોટપ મોત થઈ રહ્યાં છે તેમજ મૃતકનાં પરિવારજનો પણ એનાથી દૂર ભાગી રહ્યા હોવાના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે અને ઘણીવાર તો હોસ્પિટલના ભરોસે છોડીને જતા રહે છે. માત્ર એટલું જ નહીં, ઘણા પરિવારો તો અંતિમસંસ્કાર કરવા માટે મૃતદેહ સ્વીકારતા નથી. આ બધાની વચ્ચે સિવિલ હોસ્પિટલમાં ડેડબોડીનું વેઈટિંગ હોવાની વાતો સામે આવતી હતી, જેથી DivyaBhaskar જ્યાં કોરોના મૃતકનાં સ્વજનો પણ જતાં ડરે એવા ડેડબોડી રૂમ અને કોવિડ-19ની OPD સુધી પહોંચ્યું હતું.

આ પણ વાંચો-દિલ્હી-રાજસ્થાન બાદ ગુજરાતે કોવિડ ટેસ્ટના ભાવ ઘટાડ્યા, હવે RT-PCR ટેસ્ટ 800 રૂપિયામાં, ઘરે આવીને કરશે તો 1100 રૂપિયા

દર્દીનાં 100થી વધુ સ્વજનો જોવા મળ્યાં
આ ગ્રાઉન્ડ રિપોર્ટ દરમિયાન, દિવ્યભાસ્કરની ટીમને અત્યંત ભયજનક સ્થિતિ જોવા મળી હતી. દિવ્યભાસ્કર સવારે 8 વાગે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં પહોંચ્યું હતું. સવારે કોવિડ-19ની 1200 બેડ હોસ્પિટલની બહાર મેદાન પાસે દર્દીઓનાં સગાંને રહેવા માટેની વ્યવસ્થા હતી, જ્યાં જઈને તપાસ કરતાં ત્યાં 100થી વધુ લોકો હતા, જે કોરોનાની ગંભીર સ્થિતિનો ચિતાર રજૂ કરે છે. કોરોનાનાં 1200 બેડ હોસ્પિટલ સુધી પહોંચવા માટે ત્રણ જગ્યાએ સિક્યોરિટી સાથે બેરિકેડ મૂકવામાં આવ્યાં છે.

કોવિડ ડેડબોડી રૂમ અને PPE કિટ પહેરેલો હેલ્થ વર્કર.
કોવિડ ડેડબોડી રૂમ અને PPE કિટ પહેરેલો હેલ્થ વર્કર.

આ પણ વાંચો-અમદાવાદમાં દીકરાના પરિવારને કોરોના થતાં આઘાતમાં માતા મૃત્યુ પામ્યાં, પિતા ICUમાં જતાં બિઝનેસમેને માસ્ક વિતરણ અભિયાન શરૂ કર્યું

ઓક્સિજન ટેન્ક અને એમ્બ્યુલન્સથી માહોલ વધુ ભયાનક લાગતો હતો
સવારના 9 વાગે દિવ્યભાસ્કરે કોરોનાની OPD તરફ જવા પ્રયાસ કર્યો હતો, જ્યાં પ્રથમ બેરિકેડ પાસે કોઈ રોક ટોક થઈ નહોતી. ત્યાર બાદ બીજા બેરિકેડ પાસે પોલીસ હતી, પણ તે તડકામાં બેઠી હતી. જેથી અંદર જવાની તક મળી ગઈ હતી. તેની સામે જ ઓક્સિજન ટેન્ક હતી, જેમાં ઓક્સિજન બહાર નીકળતો દેખાતો હતો. જ્યાં ઉપસ્થિત તમામ લોકો PPE કિટ પહેરીને ફરતા હતા. જ્યારે કેટલાક લોકો સ્ટ્રેચરમાં હતા અને એમ્બ્યુલન્સ પણ ત્યાંની ભયાનકતામાં ઉમેરો કરતી જોવા મળી હતી.

ડેડબોડી મેળવવાની રાહમાં સ્વજનો અને એમ્બ્યુલન્સની લાઈન.
ડેડબોડી મેળવવાની રાહમાં સ્વજનો અને એમ્બ્યુલન્સની લાઈન.

આ પણ વાંચો- 2 લાખથી વધુ કેસ ધરાવતા 16 રાજ્યમાં ગુજરાત રિકવરી રેટમાં 13મા નંબરે, હોસ્પિટલમાં એક બેડ મળવી પણ મુશ્કેલ

સ્વજનો મૃતદેહ મેળવવા બે-બે કલાક રાહ જોતાં જોવા મળ્યાં
OPDની પાછળની તરફ એનાથી પણ ભયાનક દૃશ્યો હતાં, જ્યાં સવારે કેટલાક લોકો ઊભા હતા. દિવ્યભાસ્કરે આ લોકોની વાતો સાંભળતાં જાણવા મળ્યું કે તેમનાં સ્વજન ગઈકાલે રાતે મૃત્યુ પામ્યાં હતાં, જેમને આજે સવારે જાણ થઈ અને 2 કલાકથી તેઓ મૃતદેહ મળવાની રાહ જોઈ રહ્યાં છે. અહીં એમ્બ્યુલન્સ પડી હતી, જે મૃતદેહ લઈ જવા માટે રાહ જોઈ રહી હતી.

ડેડબોડી લેવા 5 એમ્બ્યુલન્સ લાઇનમાં ઊભી રહેલી જોવા મળી
દિવ્યભાસ્કરે કોવિડ-19 ડેડબોડી રૂમ પાસે જવા માટે પ્રયાસ કર્યો અને ત્યાં પહોંચતાં તમામ લોકોએ PPE કિટ પહેરી હતી. દરેક મૃતકના સ્વજનને ડેડબોડી રૂમમાં બોલાવવામાં આવતા હતા. સ્વજનનો મૃતદેહ લેવા જતાં પહેલાં જ આ જગ્યાએ સ્વજનો હૈયાફાટ રુદન કરી રહ્યાં હતાં. આ ડેડબોડી રૂમમાં મૃતદેહ મળ્યા બાદ એને એમ્બ્યુલન્સમાં મૂકવામાં આવે છે. દિવ્યભાસ્કરે આ જગ્યાએ 2 કલાક સુધી તપાસ કરતાં જ્યાં એક એમ્બ્યુલન્સ ડેડબોડી લેવા માટે વેઈટિંગમાં જોવા મળતી હતી, તેની જગ્યાએ 5 એમ્બ્યુલન્સ ત્યાં લાઈનમાં ઊભી રહેલી જોવા મળી હતી.