• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • DivyaBhaskar Morning Podcast: Vadodara Gangrape Victim Texted On Running Train I Have Been Kidnapped, Save Me; All Ministers Of Gehlot Government In Rajasthan Have Resigned

મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:વડોદરા ગેંગરેપ પીડિતાએ ચાલુ ટ્રેને મેસેજ કર્યો હતો- મારું કિડનેપ થયું છે, બચાવી લો; રાજસ્થાનમાં ગેહલોત સરકારના તમામ મંત્રીઓના રાજીનામા

11 દિવસ પહેલા

નમસ્કાર,

આજે રવિવાર, તારીખ 21 નવેમ્બર, કારતક વદ બીજ

આ મહત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) આજે રાજસ્થાનમાં કોંગ્રેસના તમામ ધારાસભ્યોની પાર્ટી ઓફિસે બેઠક બાદ સાંજે નવા મંત્રીઓનો શપથગ્રહણ સમારોહ
2) ગુજરાત સરકારના બિન નિવાસી ગુજરાતી પ્રભાગ અને શ્રી પણજી ગુજરાતી યુવક મંડળનાં સંયુક્ત ઉપક્રમે ગોવાના પણજી ખાતે સદાકાળ ગુજરાત કાર્યક્રમ યોજાશે
3) આજે અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ ખાતે ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ, ભાજપ યુવા મોરચો બાઈક રેલી યોજશે
4) રાજકોટમાં ગૌ આધારિત અર્થ વ્યવસ્થા અને ગૌ વિજ્ઞાન અંગે ગૌશાળા અને પાંજરાપોળોનું જીવદયા સંમેલન

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) વડોદરા ગેંગરેપકાંડઃ ચાલુ ટ્રેનના વોશરૂમમાંથી યુવતીનો રાતે 11.31નો મેસેજ- મારું કિડનેપ થયું છે, મને મારી નાખશે, પ્લીઝ બચાવી લો...
વડોદરામાં ગેંગરેપની પીડિતાએ આપઘાત નહોતો કર્યો, પણ તેનું મર્ડર કરાયું હોય શકે છે. ઓએસિસ સંસ્થા સાથે સંકળાયેલી આ યુવતીની સુસાઈડ થિયરી નહીં, પણ મર્ડરની થિયરી તરફ મજબૂત ઈશારા કરતા સ્ફોટક પુરાવા દિવ્ય ભાસ્કરને હાથ લાગ્યા છે. ગુજરાત ક્વીન ટ્રેનમાં એ ગોઝારી રાતે તેનો નવસારીથી કેટલાક લોકો પીછો કરી રહ્યા હતા. આ લોકોએ પોતાને કિડનેપ કરી લીધાની અને માંડ-માંડ ફોન મેળવીને વોશરૂમમાંથી આ SoS (જીવ બચાવવાનો) લખી રહ્યાનો વ્હોટ્સએપ મેસેજ યુવતીએ સંજીવભાઈ નામની વ્યક્તિને મોકલ્યો હતો.મૃતક યુવતીની માતાએ જ દિવ્ય ભાસ્કરને યુવતીના ફોનમાંથી આ સ્ક્રીનશોટ આપ્યા હતા. આમાં મેસેજનો સમય પણ 3 નવેમ્બરની રાતના 11.31નો હોવાનો અને બ્લૂ ટિક થયાનું જોઈ શકાય છે.
વાંચો સમાચાર વિગતવાર

2) રૂપાણીરાજમાં કડવા ઘૂંટ પીને પગ પછાડીને જતા MLA પટેલ સરકારમાં ચા-પાણી પીને હસતાં હસતાં જાય છે
ગુજરાતની આખી રૂપાણી સરકારને ઘરભેગી કરવાનું મુખ્ય કારણ પક્ષના ધારાસભ્યો અને આગેવાનોની સતત અવગણ થતી હોવાનું બહાર આવ્યા બાદ નવી આવેલી પટેલ સરકારમાં ધારાસભ્યો સાથેના મંત્રીઓના વ્યવહાર અંગે DivyaBhaskarએ સતત બે દિવસ સુધી તેમની ઓફિસની અંદર અને બહાર ધારાસભ્યો સાથેના વ્યવહાર અંગેનું રિયાલિટી ચેક કર્યું હતું, જેમાં રૂપાણીરાજમાં અપમાનિત થયેલા ધારાસભ્યોને નવી સરકારમાં મીઠો આવકાર મળી રહ્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

3) રાજસ્થાનમાં ગેહલોત કેબિનેટના તમામ મંત્રીઓએ રાજીનામા, રાજસ્થાનમાં મંત્રીમંડળમાં ટૂંક સમયમાં વિસ્તરણ
મુખ્યમંત્રી ગેહલોતના નિવાસસ્થાને યોજાયેલી બેઠક બાદ ગેહલોત કેબિનેટના તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા હતા. ટૂંક સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે. તમામ ધારાસભ્યોને રવિવારે બપોરે 2 વાગે પાર્ટી ઓફિસ ખાતે બેઠક બોલાવવામાં આવી છે. આ સાથે બપોરે ચાર વાગે નવા મંત્રીઓના શપથ ગ્રહણ થશે. આ અંગે કોંગ્રેસના રાજસ્થાન પ્રભારી અજય માકન અને CM અશોક ગેહલોતે મંત્રીઓ સાથે ચર્ચા કરી છે.
વાંચો સમાચાર વિગતવાર

4) ભારતના 342 શહેરોને સ્વચ્છતા એવોર્ડ, પહેલો ક્રમ ઈન્દોરે જાળવી રાખ્યો; સુરત બીજા નંબરે અને ત્રીજા નંબરે આંધ્રનું વિજયવાડા
દિલ્હીના વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે દેશના 342 સ્વચ્છ શહેરને સન્માનિત કર્યા છે. આ શહેરોને 'સ્વચ્છ સર્વેક્ષણ 2021'માં કચરા મુક્ત હોવા માટે કેટલાક સ્ટાર રેટિંગથી સન્માનિત કરાયા છે. ઈન્દોરને પાંચમી વાર સ્વચ્છ શહેરથી સન્માનિત કરાયું છે. બીજા નંબર પર આવેલા સુરત (ગુજરાત) અને વિજયવાડા (આંધ્ર પ્રદેશ)ને પણ સન્માનિત કરાયા છે.
વાંચો સમાચાર વિગતવાર

5) ધોળકા પાસે પાલિતાણાની પરિક્રમા કરીને પાછા ફરતાં ખંભાતના પરિવારને અકસ્માત નડ્યો, કાર-ટેન્કરની ટક્કરમાં 5નાં મોત, ત્રણ ઈજાગ્રસ્ત
ધોળકા નજીક ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોનાં કમકમાટીભર્યાં મોત થયાં હતાં, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ખંભાતનો પરિવાર પાલિતાણાની પરિક્રમા કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે ધોળકા નજીક તેમની કારને અકસ્માત નડ્યો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે ટેન્કર સાથે અકસ્માત બાદ ઈકો કાર આગળના ભાગથી પડીકું વળી ગઈ હતી.
વાંચો સમાચાર વિગતવાર

6) રાજકોટમાં આરોગ્ય વિભાગનું ડોમિનોઝ પિત્ઝા સહિત ખાણીપીણીના 32 ધંધાર્થીને ત્યાં ચેકિંગ, 27 કિલો અખાદ્ય વસ્તુઓનો નાશ, 12ને નોટીસ ફટકારી
રાજકોટ મનપાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આજે લોકોના આરોગ્યના હિતાર્થે ટાગોર રોડ તથા અન્ય સ્થળોએ ખાણીપીણીના 32 ધંધાર્થીને ત્યાં ચેકિંગ કર્યું હતું. ચકાસણી દરમિયાન 27 કિલો વાસી અને અખાદ્ય વસ્તુઓ મળી આવી હતી, જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો તેમજ 12 ધંધાર્થીને લાઇસન્સ બાબતે નોટીસ આપવામાં આવી હતી. ડોમિનોઝ પિત્ઝામાં પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું.
વાંચો સમાચાર વિગતવાર

7) સિદ્ધુએ ફરી વિવાદો સર્જ્યો, પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને કહ્યા મોટા ભાઇ, કરતારપુરમાં આપ્યું વિવાદિત નિવેદન
પંજાબ કોંગ્રેસનાં અધ્યક્ષ નવજોત સિદ્ધુએ ફરી એક વખત વિવાદિત નિવેદન આપ્યું છે. કરતારપુર કોરિડોરથી ગુરુદ્વારા શ્રી કરતારપુર સાહિબના દર્શન કરવા પાકિસ્તાન પહોંચેલા સિદ્ધુએ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને મોટા ભાઈ કહ્યા છે. ગઈ વખતે પણ જ્યારે સિદ્ધુ પાકિસ્તાન ગયા હતા ત્યારે પણ પાકિસ્તાનની સેનાના જનરલ બાજવાને ગળે મળ્યા હતા.
વાંચો સમાચાર વિગતવાર

મહત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) આંધ્રમાં ભારે વરસાદથી 21ના મોત,અનંતપુરમાં ઇમારત ધરાશાયી થતાં 4 લોકોના મોત, 100થી વધારે લાપતા
2) ડાયરીમાંથી ફાડી નખાયેલા છેલ્લા પેજનો ફોટો પીડિતાના ઓળખીતાના ફોનમાંથી મળ્યો, છેલ્લા પેજનું લખાણ આપઘાત કેસનું રહસ્ય ખોલી શકે છે
3) સરકારને ફીડબેક મળેલો કે યુપીની ચૂંટણીમાં ખેડૂત આંદોલનની નકારાત્મક અસરો થશે; ત્યારે જ કૃષિ કાયદાને પરત ખેંચવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો હતો
4) સરકાર બદનામ થાય તેવા પ્રયત્નો SOUના સત્તાધીશો કરી રહ્યા છે, ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ CMને પત્ર લખી આરોપ લગાવ્યાં
5) હવે હાર્દિક પટેલને અન્ય રાજ્યમાં જવા માટે કોર્ટની મંજૂરી નહીં લેવી પડે, રાજદ્રોહ કેસમાં સુપ્રીમ કોર્ટે રાહત આપી

આજનો ઈતિહાસ
વર્ષ 1962માં આજના દિવસે ભારત-ચીન વચ્ચે યુદ્ધનો અંત આવેલો, આ યુદ્ધમાં ભારતના એક હજારથી વધારે સૈનિક શહીદ થયા હતા

આજનો સુવિચાર
માનવતા અને પોતાના કામને પ્રેમ કરો. પ્રગતિનો માર્ગ આપ મેળે ખૂલી જશે.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...