• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • DivyaBhaskar Morning Podcast: Union Home Minister Amit Shah Inaugurates Sola Elevated Corridor, 4 Accused Sentenced To Death In Patna Serial Blast Case At Narendra Modi's Rally

મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોલા એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ કર્યુ, પટનામાં નરેન્દ્ર મોદીની સભામાં સિરિયલ બ્લાસ્ટ કેસમાં 4ને ફાંસીની સજા

એક મહિનો પહેલા

નમસ્કાર,

આજે મંગળવાર, તારીખ 2 નવેમ્બર, આસો વદ બારસ/ તેરસ, ધનલક્ષ્મીપૂજન.

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે યુરોપના 5 દિવસીય પ્રવાસ પૂર્ણ કરી ભારત પરત ફરશે
2) ધનતેરસે ગુજરાતમાં ભાજપાના તમામ જિલ્લા-મહાનગર ખાતે મેડિકલ સેલ દ્વારા સામૂહિક ધન્વંતરિપૂજન યોજાશે
3) દાદરા અને નગર-હવેલીની લોકસભા પેટાચૂંટણીની આજે મતગણતરી હાથ ધરાશે, કોંગ્રેસ, ભાજપ અને શિવસેના વચ્ચે ત્રિપાંખિયો જંગ
4) રાજકોટમાં ગુજરાતની સૌપ્રથમ સ્કિન બેન્કનું લોકાર્પણ થશે, દેશમાં 12મી અને રાજ્યમાં સૌપ્રથમ લાઇસન્સ ધરાવતી સ્કિન બેન્ક હશે
5) ભાવનગરના સ્વામિનારાયણ મંદિર, કુંડળધામ દ્વારા આજથી 9મી નવેમ્બર સુધી 30મી શિબિરનું આયોજન
હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) ગૃહમંત્રી અમિત શાહે ગોતાથી સાયન્સસિટી ફ્લાયઓવર સુધીનો 2.36 કિ.મી. લાંબો એલિવેટેડ કોરિડોર ખુલ્લો મૂક્યો, હવે સરખેજથી ગાંધીનગર 25 મિનિટમાં પહોંચાશે
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગોતા ફ્લાયઓવરથી સોલા સાયન્સ સિટી ફ્લાય ઓવર સુધીના એલિવેટેડ કોરિડોરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું હતું. 170 કરોડના ખર્ચે તૈયાર થયેલા 2.36 કિલોમીટર લાંબો આ એલિવેટેડ કોરિડોર કાર્યરત થવાથી અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત રોડ જંક્શનોને ટ્રાફિકજામની સમસ્યામાંથી મુક્તિ મળશે. અમિત શાહના સંસદીય મતક્ષેત્રમાં આવતા એસ.જી. હાઇવે પર નિર્મિત આ એલિવેટેડ કોરિડોરથી સોલા ભાગવત, કારગિલ પેટ્રોલ પંપ, જનતાનગર અને ઝાયડસ એમ મહત્ત્વનાં ચાર રોડ જંક્શનને સીધો લાભ થશે.
વાંચો સમાચાર વિગતવાર

2) પટના સિરિયલ બ્લાસ્ટ કેસમાં 4ને ફાંસીની સજા, NIA કોર્ટે 2 આતંકવાદીને આજીવન કેદ, 2ને 10 વર્ષ અને એકને 7 વર્ષની સજા ફટકારી
NIA કોર્ટે પટનાના ગાંધી મેદાનમાં 8 વર્ષ અગાઉ થયેલા સિરિયલ બોમ્બવિસ્ફોટ કેસમાં નવ આતંકવાદીને દોષી જાહેર કર્યા છે. NIA કોર્ટના વિશેષ ન્યાયાધીશ ગુરવિંદર સિંહે ચાર આતંકવાદીને ફાંસીની સજા ફટકારી છે, જ્યારે બેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. બે દોષિતને 10 વર્ષ અને એકને સાત વર્ષની સજા આપવામાં આવી છે. તત્કાલીન વડાપ્રધાન ઉમેદવાર નરેન્દ્ર મોદીની હુંકાર રેલીમાં બોમ્બબ્લાસ્ટના સંદર્ભમાં જેલમાં બંધ 10માંથી નવ આતંકવાદીને 27 ઓક્ટોબરે દોષી ઠેરવવામાં આવ્યા હતા.
વાંચો સમાચાર વિગતવાર

3) દેવેન્દ્ર ફડણવીસ પત્નીના બચાવમાં:પત્ની પર આરોપ લાગતાં ફડણવીસે જવાબ આપ્યો - નવાબ મલિકના અંડરવર્લ્ડ સાથે સંબંધો, દિવાળી પછી બોમ્બ ફોડીશ
આર્યન ડ્રગ કેસના તાર હવે અંડરવર્લ્ડ સુધી પહોંચી ગયા છે. મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને NCP નેતા નવાબ મલિકે સોમવારે મહારાષ્ટ્રના ભૂતપુર્વ CM દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા સાથે જયદીપ ચંદુલાલ રાણા નામની વ્યક્તિની તસવીર શેર કરી છે. મલિકે દાવો કર્યો છે કે દેવેન્દ્ર ફડણવીસના પત્નીનો મ્યૂઝીક વીડિયો ડ્રગ પેડલર રાણાએ ફાઈનાન્સ કર્યો હતો. ફડણવીસની છત્રછાયા હેઠળ ડ્રગનો કારોબાર ચાલી રહ્યો હતો. મલિકના આક્ષેપ બાદ ફડણવીસ મીડિયા સામે આવ્યા હતા અને તેમણે મલિક પર અંડરવર્લ્ડ સાથેના સંબંધનો આક્ષેપ કર્યો હતો. ફડણવીસના આરોપ અંગે મલિકે સોશિયલ મીડિયા પર લખ્યું હું તૈયાર છું. મલિકના આરોપ પર અમૃતા ફડણવીસે સોશિયલ મીડિયા પર લખ્યું- ચોર કોતવાલને શા માટે દંડે છે? કારણ કે વિનાશકાળે વિપરીત બૃદ્ધિ.
વાંચો સમાચાર વિગતવાર

4) સ્વદેશી વેક્સિનને વધુ એક મંજૂરી, ઓસ્ટ્રેલિયાએ ભારત બાયોટેકની કોવેક્સિનને મંજૂરી આપી; કહ્યું- એનું વેક્સિનેશન સર્ટિફિકેટ લઈને ઓસ્ટ્રેલિયા આવી શકાશે
ભારતની સ્વદેશી વેક્સિન કોવેક્સિનને ઓસ્ટ્રેલિયામાં ટ્રાવેલ માટે મંજૂરી મળી ગઈ છે, એટલે કે હવે કોવેક્સિન લીધી હોય તેવા કોઈપણ ભારતીય વેક્સિનેશન સર્ટિફિકેટ લઈને ઓસ્ટ્રેલિયા જઇ શકશે. કોવેક્સિન લઈ ચૂકેલા ઓસ્ટ્રેલિયા જનારા લોકોને હવે 14 દિવસ ક્વોરન્ટીન પણ રહેવું પડશે નહીં.ઓસ્ટ્રેલિયા સરકારે આ નિર્ણય કોવેક્સિન બાબતે WHOની મળનારી બેઠકના 2 દિવસ પહેલાં જ લીધો છે. 3 નવેમ્બરના રોજ WHOની બેઠક મળનારી છે. કોવેક્સિન બનાવનારી ભારત બાયોટેક કંપનીને આશા છે કે આ બેઠકમાં WHO તેમની વેક્સિનને ઈમર્જન્સી અપ્રૂવલ આપી દેશે. હૈદરબાદની કંપની ભારત બાયોટેકે વેક્સિનની મજૂરી માટે 19 એપ્રિલે WHOને અરજી કરી હતી. જણાવીએ કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કોવેક્સિનના જ 2 ડોઝ લીધા છે.
વાંચો સમાચાર વિગતવાર

5) બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ખેડૂતોને જેટલું વળતર ચૂકવાયું તેટલું જ વળતર એક્સપ્રેસ વેમાં પણ ચૂકવવામાં આવ્યું, પાટીલે ખેડૂતોને 123 કરોડના ચેકનું વિતરણ કર્યું
નવસારી જિલ્લામાં એક્સપ્રેસ-વેમાં વળતરને લઈને મામલો ગૂંચવાયો હતો. જોકે, સાંસદ સીઆર પાટીલે મધ્યસ્થી કરી ઉકેલ લાવતા હવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જેટલું વળતર ખેડૂતોને ચૂકવાયું હતું. એટલું જ વળતર એક્સપ્રેસ વેમાં પણ ચૂકવવામાં આવ્યું છે. સોમવારે સાંસદ સીઆર પાટીલે નવસારી કલેક્ટર કચેરી ખાતે 5 ગામના ખેડૂતોને 123 કરોડના ચેકનું વિતરણ કર્યું હતું.
વાંચો સમાચાર વિગતવાર

6) અમદાવાદ ઝોનના આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓને 7 કરોડ કરતા વધુનું બોનસ ચૂકવાયું નથી, માંગ નહીં સ્વીકારાય તો આંદોલન પર ઉતરશે
દિવાળી નિમિતે સરકારી કર્મચારીઓને બોનસ આપવામાં આવ્યું છે પરંતુ અમદાવાદ ઝોનના આરોગ્ય કેન્દ્ર પર કામ કરતા આઉટ સોર્સિંગના કર્મચારીઓને 6 વર્ષથી બોનસ ચુકવવામાં આવતું નથી. જેથી આ વર્ષે બોનસની માંગણી સાથે કર્મચારીઓ શાહીબાગમાં આરોગ્ય અને તબીબીના નાયબ નિયામકની કચેરી પહોચ્યા હતા અને બોનસ માટે માંગણી કરી હતી.
વાંચો સમાચાર વિગતવાર

7) વડોદરામાં નેશનલ હાઇવે પર અજાણ્યા વાહનની અડફેટે 2 મિત્રોના મોત, વતન જતા મિત્રને સ્વેટર આપીને ઘરે જતી વખતે અકસ્માત નડ્યો
વડોદરા શહેર નજીક નેશનલ હાઇવે પર દેણા ગામથી દુમાડ ગામ વચ્ચે મોડી રાત્રે અજાણ્યા વાહનની અડફેટે બાઇક સવાર બે યુવાનોના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. બંને મિત્રો વતન જઇ રહેલા મિત્રને સ્વેટર આપીને પરત ફરી રહ્યા હતા તે દરમિયાન આ ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં બાઈક ચાલક યુવાન ઉપર અજાણ્યા વાહનના પૈંડા ફરી વળ્યાં હતા.
વાંચો સમાચાર વિગતવાર

8) દક્ષિણ ગુજરાતમાં અંદાજે 70 થી 75 લાખ ટન ખાંડનું ઉત્પાદન થશે, દેશભરમાં શેરડીના મબલખ પાકને પગેલ ભાવ સ્થિર રહેવાની શક્યતા
દક્ષિણ ગુજરાતનો મુખ્ય પાક તરીકે શેરડી છે. શેરડીનો મબલખ પાક થતો હોવાથી સૌથી વધુ ગુજરાતમાં સુગર ફેકટરીઓ દક્ષિણ ગુજરાતમાં ધમધમે છે. સુગર ફેક્ટરીમાં 140 થી 160 દિવસ સુધી પહેલા કરવામાં આવશે. શેરડીનો પાક સારો આવતા ઉત્પાદન સમગ્ર દેશમાં થતા ખાંડની જરૂરિયાત પૂર્ણ કર્યા બાદ મોટા જથ્થામાં એક્સપોર્ટ કરી શકાય તેવી સ્થિતિ દેખાઈ રહી છે. જેને લઇને ખેડૂતોમાં પણ રાહત છે.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) જાતિ મુદ્દે વિવાદ આગળ વધ્યો, સમીર વાનખેડેએ દિલ્હીમાં આયોગ સમક્ષ અનુસૂચિત જાતિનું સર્ટિફિકેટ રજૂ કર્યું, આયોગે મહારાષ્ટ્ર સરકાર પાસે રિપોર્ટ માગ્યો
2) યોગીએ કહ્યું- અખિલેશના વિચાર તાલિબાની, મુરાદાબાદમાં યોગી બોલ્યા- જિન્ના સાથે પટેલની સરખામણી શરમજનક; અખિલેશ દેશની માફી માંગે
3) વેકેશનમાં પણ એડમિશન આપવાની જાહેરાત કરનાર ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ અને મોટાભાગની કોલેજો બંધ
4) રાજ્યની સ્કૂલો અને કોલેજોમાં પહેલી નવેમ્બરથી 21 નવેમ્બર સુધી વેકેશન શરૂ થયું
5) વડોદરાના ફિલ્મ નિર્માતા-દિગ્દર્શકે આતંકવાદની અર્થતંત્ર પર અસર વિષય પર 'સેક્ટર બાલાકોટ' ફિલ્મ બનાવી, પાવાગઢ, દેવગઢ બારીયા, ડાંગના જંગલોમાં શૂટિંગ
6) અમદાવાદની 12 વર્ષની દીકરી આર્યાએ પોતાનું સાતમું પુસ્તક “સીડ્સ ટુ સો” મુખ્યમંત્રીને ભેટ આપ્યું
7) દેશમાં આ વખતે ઊજવાશે કામધેનુ દીપાવલી, ગાયના છાણમાંથી બનેલા 101 કરોડ દીવડા ઝગમઝાટ કરશે

આજનો ઈતિહાસ
વર્ષ 1988માં આજના દિવસે મોરિસે પ્રથમ કોમ્પ્યુટર Worm રિલીઝ કરેલું, એક્સપરિમેન્ટ તરીકે તૈયાર કરેલા આ પ્રોગ્રામને લીધે 60 હજારથી વધારે કોમ્પ્યુટર બંધ થઈ ગયેલા.

આજનો સુવિચાર
પોતાનું ચિત્ત ફક્ત લક્ષ્ય પર કેન્દ્રિત કરો, કારણ કે એકાગ્રતા જ સફળતાની ચાવી છે...

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...