મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:ગુજરાતમાં 100 ટકા કેપેસિટી સાથે સ્કૂલોના નવા સત્રનો પ્રારંભ, રાહુલ ગાંધી ED સમક્ષ હાજર થશે અને કોંગ્રેસ દેશભરમાં પ્રદર્શન કરશે

20 દિવસ પહેલા

નમસ્કાર,
આજે સોમવાર, તારીખ 13 જૂન, જેઠ સુદ ચૌદસ

આ મહત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) આજથી રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ, 2 વર્ષ બાદ ફરી 100 ટકા કેપેસિટી સાથે સ્કૂલો ધમધમશે
2) રાહુલ ગાંધી-સોનિયા ગાંધીના સમર્થનમાં અમદાવાદ સહિત દેશભરમાં ED ઓફિસ બહાર કોંગ્રેસના ધરણાં અને દેખાવો
3) ચોમાસું કોંકણથી વધીને ગુજરાતની સીમામાં પ્રવેશશે અને ધીમેધીમે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પહોંચશે
4) અમદાવાદીઓએ આજથી ફરજિયાત માસ્ક પહેરવું પડશે નહીં તો કોર્પોરેશનની ટીમ દંડ ફટકારશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) આણંદની ઈરમાના પદવીદાન સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- 'ગામડાઓ વિકાસ વિના ભારતનો વિકાસ શક્ય નથી'
રવિવારે આણંદની ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટના 14માં પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઈરમાના 14માં પદવીદાન સમારોહમાં 251 વિદ્યાર્થીઓને પીજીડીએમની પદવી એનાયત કરાઈ હતી. કેન્દ્રીય મંત્રી શાહે જણાવ્યું હતું કે, ગામડાઓ વિકાસ વિના ભારતનો વિકાસ શક્ય નથી.
વાંચો સમાચાર વિગતવાર

2) દહેજના સોફ્ટ શિપયાર્ડમાં 25 ટનના 3 ટગ્સના તળિયા બિછાવાયા, ભારતીય નૌ સેનાને સબમરીન, વોરશીપને લાવવા લઈ જવામાં મદદ કરશે
દહેજના સોફ્ટ શિપયાર્ડ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ભારતીય નૌ-સેના માટે 25 ટનના એક એવા 3 ટગ્સનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ ટગ્સ જહાજ અને સબમરીનને ખેંચવામાં ઉપયોગી થશે. 7 મહિનામાં જ રૂપિયા 84.75 કરોડના ખર્ચે ત્રણ ટગ્સનું નિર્માણ કરી રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી રહ્યા છે.
વાંચો સમાચાર વિગતવાર

3) અમારે શું જોઈએ એ તમને ખબર છે, તમારી પરંપરા નિભાવવા આવી શકીએ તે માટે તૈયારી શરૂ કરી દેજો: રાજકોટમાં CM
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝનો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સભ્ય પરિવારના સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હતો. ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, ચેમ્બરના સ્નેહમિલનમાં મુખ્યમંત્રી આવે એ પરંપરા છે અને અમે નિભાવી છે. હવે તમારો વારો છે અમારે શું જોઈએ એ તમને ખબર છે તમારી પરંપરા નિભાવવા આવી શકીએ તે માટે તૈયારી શરૂ કરી દેજો.
વાંચો સમાચાર વિગતવાર

4) UPના પ્રયાગરાજ હિંસા કેસમાં માસ્ટરમાઈન્ડ જાવેદના ઘરને 4 કલાકમાં તોડી પડાયું, 10 હજાર પોલીસ કર્મચારીઓ હાજર હતા
પ્રયાગરાજ હિંસાના માસ્ટરમાઈન્ડ જાવેદ ઉર્ફે પંપના ઘરને તોડી નાંખવામાં આવ્યું છે. પ્રશાસને લગભગ સાડા ચાર કલાક સુધીમાં 3 બુલડોઝર અને પોકલેન્ડ મશીનથી જાવેદના મકાનને તોડી નાંખ્યું હતું. ઉલ્લેખનીય છે ગૌસનગર વિસ્તારમાં માસ્ટરમાઈન્ડ જાવેદનું આલીશાન ઘર હતું. બુલડોઝરને ચલાવવામાં આવે તે પહેલા ઘરના કેટલાક સામનને ખસેડવાની પરવાનગી આપવામાં આવી હતી. બપોરે લગભગ 12 વાગ્યાને 35 મિનિટે બુલડોઝર ચલાવવાની શરૂઆત થઈ હતી.
વાંચો સમાચાર વિગતવાર

5) ચોથી લહેરના ભણકાર,સતત બીજા દિવસે કોરોનાના નવા કેસ 8000ને પાર, 24 કલાકમાં 8 હજારથી વધુ કેસ નોંધાયા; મહારાષ્ટ્ર ટોપ
દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે. સતત બીજા દિવસે કોરોનાના 8 હજારથી વધુ કેસ નોંધાયા છે. શનિવારે 8,582 કેસ સામે આવ્યા છે જ્યારે એકનું મોત નિપજ્યું છે. સૌથી વધુ 2,922 કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. કેરળમાં 2,471 અને દિલ્હીમાં 795 કેસ સામે આવ્યા છે. દેશમાં એક્ટિવ કેસ એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 43,128 થઈ છે.
વાંચો સમાચાર વિગતવાર

6) સોનિયા ગાંધીની તબિયત બગડતા દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાસોનિયા ગાંધીની તબિયત બગડી ગઈ છે. કોરોનાથી સંક્રમિત છે અને હજુ સુધી તેમનો રિપોર્ટ નેગેટિવ નથી આવ્યો. રણદીપ સુરજેવાલાએ જણાવ્યું કે તેમને દિલ્હીના ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ છે કે EDએ 23 જૂને નેશનલ હેરાલ્ડ મામલામાં પૂછપરછ માટે સોનિયા અને રાહુલ ગાંધીને સમન્સ મોકલ્યા છે. પહેલાં તેમને 8 જૂને હાજર થવાનું હતું, પરંતુ કોરોનાને કારણે આ તારીખ આગળ વધારી દેવાઈ છે.
વાંચો સમાચાર વિગતવાર

7) સુરતમાં વહેલી સવારે 2 ઈંચ વરસાદ ખાબક્યો, ઉધના-વરાછામાં પાણી ભરાયા, અમરોલી સહિતના વિસ્તારમાં વીજળી ડૂલ
ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વિવિધ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરી છે. ત્યારે રવિવારે વહેલી સવારે સુરતના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને રાત્રિ દરમિયાન બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તો સાબરકાંઠા, રાજકોટ સહિતના કેટલાક જિલ્લામાં વરસાદ નોંધાયો હતો.
વાંચો સમાચાર વિગતવાર

મહત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) બ્રિટનના શાહી કપલના નિર્ણયથી સર્જાયો વિવાદ,પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટને અચાનક લંડન છોડવાની તૈયારી દાખવી
2) શ્રીનગર એન્કાઉન્ટરમાં બે પોલીસકર્મીની હત્યામાં સામેલ આતંકવાદી આદિલ પર્રેને ઠાર મરાયો
3) ગાંધીનગરમાં ઈંદ્રોડા પ્રકૃતિ ઉધાન રોડ ઉપર કારની ટક્કરથી બાઈક સવાર દંપતીનું મોત, એકને ઇજા પહોંચી
4) અસદુદિન ઓવૈસીએ વિધાનસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે કચ્છની બે દિવસની મુલાકાતે, હાજીપીરની દરગાહે સલામ ભરી
5) ખેડા જિલ્લાના અરેરાના બે વ્યક્તિઓને વસોના પીજ-રામોલ રોડ ઉપર નડ્યો અકસ્માત, બંનેના મોત થતા પરિવાર પર આભ ફાટ્યું
6) પાટણમાં ચાર્જ થતા ઈલેક્ટ્રિક વાહનમાં આગ લાગતા ભડભડ સળગી ઉઠ્યું, ગણતરીની મિનિટમાં બળીને ખાખ
7) દાહોદ પાસે ગુડ્સ ટ્રેનના ટેન્કરમાંથી ગેસ ગળતર થતા અફરાતફરી મચી, રેલ વ્યવહાર ખોરવાયો

આજનો ઈતિહાસ
વર્ષ 1940માં આજના દિવસે મહાન ક્રાંતિકારી ઉધમ સિંહને લંડનમાં ફાંસી આપવામાં આવેલી, જલિયાંબાલા બાગ કાંડના દોષિત જનરલ ડાયરની હત્યા કરતાં આ સજા આપવામાં આવી હતી

આજનો સુવિચાર
રોજેરોજ સારું કામ કરો, સમય આવ્યે તેનું પરિણામ જરૂર મળશે.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...