• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • DivyaBhaskar Morning Podcast: Raid On 76 Places Of CBI In 14 States Including Gujarat Against Child Pornography, Bharuch MP Anger For Conversion Of Tribal

મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:ચાઈલ્ડ પોર્નોગ્રાફી સામે ગુજરાત સહિત 14 રાજ્યમાં CBIના 76 જગ્યામાં દરોડા, આદિવાસીઓનાં ધર્માંતરણથી ભરૂચના MP લાલઘૂમ

20 દિવસ પહેલા

નમસ્કાર,

આજે બુધવાર, તારીખ 17 નવેમ્બર, કારતક સુદ તેરસ.

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) આજે ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે 3 ટી-20 મેચની સિરીઝ શરૂ થશે, પ્રથમ મેચ જયપુરમાં રમાશે
2) માર્ચ 2020થી બંધ કરતારપુર કોરિડોર આજથી ખૂલશે, રજિસ્ટ્રેશન કરનાર પહેલા જૂથમાં 250 લોકો પાકિસ્તાન જશે
3) સુરતમાં આજથી મોલ, મલ્ટિપ્લેક્સ, હોટલ-રેસ્ટોરાં, જાહેર સ્થળોએ વેક્સિનના બંને ડોઝ લેનારને જ પ્રવેશ મળશે
4) અમદાવાદ રાજકોટ સહિત ગુજરાતમાં વિવિધ વિસ્તારમાં આજે માવઠાંની શક્યતા, વાતાવરણ ઠંડું થશે
5) સુરતના પાંડેસરા બાળકીના અપહરણ, દુષ્કર્મ અને હત્યાકેસમાં આજે પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટર અને પંચની જુબાની લેવાશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) ચાઈલ્ડ પોર્નોગ્રાફી સામે ગુજરાત સહિત 14 રાજ્યમાં CBIના 76 જગ્યામાં દરોડા, બાળકોના અશ્લીલ વીડિયો બનાવવા અને શેર કરનાર સામે કાર્યવાહી
બાળકોના અશ્લીલ વીડિયો બનાવવા અને એને શેર કરવાના મામલામાં CBIએ મંગળવારે દેશનાં 14 રાજ્ય 76 લોકેશન પર રેડ કરી હતી. CBIની માહિતી અનુસાર, 14 નવેમ્બરે આ મામલામાં 83 આરોપીની વિરુદ્ધ 23 નામજોગ FIR નોંધવામાં આવી હતી. ગુજરાતના 3 જિલ્લા ઉપરાંત મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, દિલ્હી, ઉત્તરપ્રદેશ, પંજાબ, સહિતના રાજ્યમાં રેડ કરવામાં આવી છે.
વાંચો સમાચાર વિગતવાર

2) PMએ પૂર્વાંચલ એક્સપ્રેસ-વેનું કર્યું ઉદઘાટન કર્યું, વડાપ્રધાને કહ્યું- અગાઉની સરકારના CM મારી સાથે ઊભા રહેવામાં પણ ડરતા હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટ દ્વારા સુલતાનપુર પહોંચી એક્સપ્રેસ-વેનું ઉદઘાટન કર્યું હતું. PM મોદીએ સંબોધન કરતાં કહ્યું હતું કે, અગાઉની સરકારના CM મારી સાથે ઊભા રહેવામાં પણ ડરતા હતા. અહીંની માટીમાં આઝાદીની લડાઈની સુગંધ આવે છે. આ પવિત્ર ભૂમિને આજે પૂર્વાંચલ એક્સપ્રેસની ભેટ મળી છે, જેનો તમે ઘણા દિવસોથી રાહ જોઈ રહ્યા હતા.
વાંચો સમાચાર વિગતવાર

3) ધર્માંતરણ મુદ્દે BJP સાંસદ લાલઘૂમ:‘ગરીબ આદિવાસીઓને પ્રલોભનો આપી ધર્માંતરણ કરાવે છે, લંડનના મુસ્લિમ સંગઠનો આર્થિક મદદ કરે છે’
ભરૂચના કાંકરીયા ગામે હિન્દુ ધર્મમાંથી મુસ્લિમ ધર્મમાં ધર્માંતરણ કરાવવાના ષડયંત્રમાં પોલીસે ગુનો નોંધ્યો છે. ત્યારે પોલીસની કામગીરી બિરદાવીને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ તીખી ધર્માંતરણ કરનાર સામે પ્રતિક્રિયા આપી હતી કે, ગરીબ આદિવાસીઓને પ્રલોભનો આપી ધર્માંતરણ કરાવે છે, લંડનના મુસ્લિમ સંગઠનો આર્થિક મદદ કરે છે. આવા તત્વોને ઝડપી ગંભીર સજા કરવામાં આવશે.
વાંચો સમાચાર વિગતવાર

4) ડાર્ક વેબથી USના ડ્રગ્સ ડીલર પાસેથી ક્રિપ્ટો કરન્સીથી પેમેન્ટ કરી ગાંજા સહિતનું ડ્રગ્સ મગાવનાર 2 શખસને અમદાવાદ SOGએ ઝડપ્યા
બે શખસે અમેરિકાથી ઓન લાઈન ડાર્ક વેબ મારફતે ઈન્ટરનેશનલ ડ્રગ્સ ડીલરોનો સંપર્ક કરી ક્રિપ્ટો કરન્સીથી પેમેન્ટ કરી કાર્ગો એર કુરિયરથી પ્રોહિબિટેડ ડ્રગ્સ મંગાવ્યું હતું. પછી તેનો રાજ્યમાં ગેરકાયદે વેપાર કરતા હતા. અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી.એ બંને ઈસમોને અમેરિકન હાઇબ્રિડ ગાંજો, અમેરિકન ચરસ જેવા નશાકારક ડ્રગ્સ દ્રવ્યો સાથે ઝડપી પાડ્યા હતા.
વાંચો સમાચાર વિગતવાર

5) 600 કરોડનાં ડ્રગ્સ મળ્યાં બાદ મોરબીના ઝીંઝુડા ગામમાં અજંપાભરી શાંતિનો માહોલ, ત્રણેય આરોપીના 12 દિવસના રિમાન્ડ મંજૂર
મોરબીના ઝીંઝુડા ગામેથી 120 કિલો ડ્રગ્સ સાથે ત્રણ આરોપીઓને ઝબ્બે કરાયા બાદ ગામમાં પણ અજંપાભરી શાંતિ સાથે કફર્યૂ જેવો માહોલ હતો. ગામનું નામ બદનામ થતા ગામલોકોમાં આરોપી પ્રત્યે રોષ જોવા મળ્યો હતો. પોલીસે વધુ તપાસ માટે આરોપીઓને 14 દિવસના રિમાન્ડની માગ સાથે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
વાંચો સમાચાર વિગતવાર

6) અમદાવાદના વસ્ત્રાપુર તળાવના ગાર્ડનમાં મુસ્લિમ બિરાદરોએ નમાજ પઢી, તો VHPએ ગંગાજળ છાંટી શુદ્ધીકરણ કર્યું
અમદાવાદમાં વસ્ત્રાપુર તળાવના ગાર્ડન ખાતે મુસ્લિમ બિરાદરોએ નમાજ પઢ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. ત્યારે બીજો વીડિયો પણ વાઈરલ થયો છે, જેમાં નમાજ પઢવામાં આવી હતી એ જગ્યાએ વીએચપીના કાર્યકરોએ હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા અને ગંગાજળ છાંટીને શુદ્ધીકરણ કર્યું હતું.
વાંચો સમાચાર વિગતવાર

7) વડોદરામાં દુષ્કર્મ પછીના સમયે જ વેક્સિન ગ્રાઉન્ડની દીવાલ કૂદીને જતા બે ઇસમ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક શંકાસ્પદની અટકાયત કરી
વડોદરામાં વિદ્યાર્થિની પર ગેંગરેપ બાદ આપઘાતના બહુચર્ચિત કેસમાં વેક્સિન ગ્રાઉન્ડના ઘટના સ્થળની પાછળની સાઇડથી CCTVમાં બે ઈસમો રોડ ક્રોસ કરીને અમી સોસાયટી તરફ જતા જોવા મળ્યા હતા. બંનેએ વેક્સિન ગ્રાઉન્ડની દીવાલ કૂદીને રોડ ક્રોસ કર્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક શકમંદ શખસની અટકાયત કરી છે. અત્યાર સુધી કુલ ત્રણ શંકાસ્પદની અટકાયત થઈ છે.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) બિહારના લખીસરાયમાં ટ્રક-જીપ વચ્ચે ભીષણ ટક્કર સર્જાતાં 6 લોકોનાં મોત, મૃતકોમાં સુશાંત સિંહ રાજપૂતના સંબંધીઓનો પણ સમાવેશ
2) કંગના રનૌતે ફરી વિવાદ સર્જ્યો, કહ્યું- મહાત્મા ગાંધીએ નેતાજીને ક્યારેય સપોર્ટ કર્યો નહોતો, ભગત સિંહને ફાંસી મળે તેમ ઈચ્છતા હતા
3) અમદાવાદના આસારામ આશ્રમમાંથી વધુ એક યુવાન ગુમ, બે વીક પહેલાં શિબિરમાં આવેલો હૈદરાબાદનો યુવક ઘરે પરત ન ફર્યો
4) ગુજરાતમાં 'રામસેતુ' ફિલ્મનું શૂટિંગ માટે અક્ષય કુમાર અને જેક્લિન ફર્નાન્ડિઝ દમણ એરપોર્ટ પહોંચ્યાં; નારગોલ બીચ પર શોટ લેવાશે

આજનો ઈતિહાસ
વર્ષ 2012માં આજના દિવસે મુંબઈમાં બાલા સાહેબ ઠાકરેનું અવસાન થયું હતું, રાજકારણમાં આવ્યા એ અગાઉ તેઓ અખબારમાં કાર્ટૂનિસ્ટ હતા, જીવનમાં ક્યારેય ચૂંટણી લડ્યા નહોતા કે કોઈ પદ સંભાળ્યું ન હતું.

આજનો સુવિચાર
મન ખરાબ હોય તો ખરાબ શબ્દો ના બોલો, કારણ કે મન બદલવાની તક તો મળશે, પરંતુ શબ્દ બદલવાની નહીં.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...