• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • DivyaBhaskar Morning Podcast: PM Modi's 3 day Visit To Gujarat From Today, Pakistan Air Strike On Afghanistan, Family Mass Suicide In Tharad

મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:PM મોદી આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસે, પાકિસ્તાને અફઘાનિસ્તાન પર એરસ્ટ્રાઇક કરી, થરાદમાં પરિવારનો સામૂહિક આપઘાત

એક મહિનો પહેલા

નમસ્કાર,

આજે સોમવાર, તારીખ 18 એપ્રિલ, ચૈત્ર વદ બીજ.

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) PM નરેન્દ્ર મોદી 3 દિવસના ગુજરાતના પ્રવાસે, આજે ગાંધીનગરમાં રાજ્યની શાળાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે
2) મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદકુમાર જુગનાથ અને WHOના ડિરેક્ટર જનરલ ટેડરોઝ રાજકોટમાં, રોડ શોમાં ભાગ લેશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) બનાસકાંઠામાં થરાદ પાસે નર્મદા કેનાલમાં દંપતીએ બે બાળકી સાથે મોતની છલાંગ લગાવી, ચારેયના મૃતદેહો મળ્યા
બનાસકાંઠા જિલ્લામાં થરાદ પાસેથી પસાર થતી કેનાલમાં એક દંપતીએ બે બાળકીઓ સાથે કોઈ કારણોસર કેનાલમાં ઝંપલાવતાં ચારેયના મોત થયાં હતાં. થરાદ ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી કેનાલમાં કલાકોની શોધખોળ બાદ કેનાલમાંથી દંપતી અને તેની બે બાળકીઓ સહિત ચાર મૃતદેહ બહાર કાઢવામાં સફળતા મળી હતી. પોલીસ દ્વારા મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
વાંચો સમાચાર વિગતવાર

2) યુવરાજસિંહ જાડેજા જેલમુક્ત; ચૂંટણી પહેલાં બેરોજગારો માટે યુવા નવનિર્માણ સેના બનાવશે, ચૂંટણી લડવાના સંકેત
ગાંધીનગરમાં પોલીસ સાથે ઘર્ષણના કેસમાં જેલમાંથી 11 દિવસ બાદ છૂટેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ અમદાવાદમાં પત્રકાર પરિષદ કરી હતી. જાડેજાએ જણાવ્યું હતું કે બિનસચિવાલયની પરીક્ષા આવી રહી છે. ક્યાંય પણ નાની મોટી ગેરરીતિ ન થાય એના માટે યુવા નવનિર્માણ સેના શરૂ થશે, એ પહેલાં જ અમે ગેરરીતિ થઈ શકે તેની જાણ કરીશું. અમારી પાસેના જે ઇનપુટ હશે તે પોલીસને અને સરકારને આપીશું.
વાંચો સમાચાર વિગતવાર

3) ઓવૈસીની પાર્ટી AIMIM ગુજરાતના ઉપપ્રમુખ શમશાદખાન પઠાણે પાર્ટી છોડી, કહ્યું- રોજ એક રાજીનામું પડશે
વિધાનસભા ચૂંટણીના ભણકારા વચ્ચે અસદુદિન ઓવૈસીની AIMIM પાર્ટીમાં ગુજરાતમાં નેતાઓ વચ્ચે ખટરાગ શરૂ થયો છે. AIMIM પ્રદેશ ઉપપ્રમુખ શમશાદખાન પઠાણે આજે AIMIMના ઉપપ્રમુખ અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. આગામી દિવસોમાં પણ પાર્ટીમાંથી કેટલાક લોકો રાજીનામું આપે તેવી પૂરી શક્યતા છે. સાથે પઠાણે પાર્ટીમાંથી રોજ એક રાજીનામું પડશે તેવો દાવો કર્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

4) હરીફ જૂથના આક્ષેપો બાદ પણ રાજકોટ જિલ્લા કોટન માર્કેટિંગ યુનિયનમાં જયેશ રાદડિયા પેનલના 11 સભ્યો બિનહરીફ ચૂંટાયા
પૂર્વ કેબિનેટ મંત્રી અને રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેન્કના ચેરમેન જયેશ રાદડિયા પર થયેલા આક્ષેપ બાદ પણ આજે ફરી એક વખત રાજકોટમાં વધુ એક સહકારી સંસ્થામાં રાદડિયાનો દબદબો યથાવત જોવા મળ્યો છે. જયેશ રાદડિયાની આગેવાનીમાં રાજકોટ જિલ્લા કો.ઓપરેટીવ કોટન માર્કેટિંગ યુનિયનમાં ભાજપના તમામ ડિરેકટરો બિન હરીફ ચૂંટાયા છે. જેમાં આવતા દિવસોમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં આવશે.
વાંચો સમાચાર વિગતવાર

5) પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર એરસ્ટ્રાઈક, હુમલામાં 40થી વધુ લોકોના મોતનો દાવો, તાલિબાન સરકારે કહ્યું- પાકિસ્તાન ધીરજની કસોટી ન કરેશનિવારે પાકિસ્તાને અફઘાનિસ્તાનના ખોસ્ત અને કુનાર પ્રાંતમાં હવાઈ હુમલા કર્યા હતા. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર પેસા મિલા અને મીર સફર બોમ્બ વિસ્ફોટમાં 5 બાળકો અને 1 મહિલાના મોત થયા છે. જોકે, સ્થાનિકોનું કહેવું છે કે આ હુમલો ખોસ્તના સ્પેરા જિલ્લામાં થયો હતો, જેમાં 40થી વધુ લોકોના મોત થયા છે. હવાઈ હુમલા બાદ અફઘાનિસ્તાનના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પાકિસ્તાનનો વિરોધ કર્યો હતો.
વાંચો સમાચાર વિગતવાર

6) દિલ્હી પોલીસની FIRમાં હિંસા અંગે થયો ખુલાસો, જામા મસ્જિદ પાસે હનુમાન જયંતીની શોભાયાત્રાને અટકાવવામાં આવી હતી, બોલાચાલી બાદ હિંસા ફાટી નીકળી હતી
દિલ્હી પોલીસે જહાંગીરપુરમાં હનુમાન જયંતીની શોભાયાત્રા પરના હુમલા સામે FIR નોંધી છે. FIRમાં પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી રાજીવ રંજન સિંહ દ્વારા કહેવામાં આવેલી કહાની જણાવવામાં આવી છે. તેમના કહેવા પ્રમાણે, શોભાયાત્રા જામા મસ્જિદ પાસે પહોંચતાની સાથે જ કેટલાક લોકોએ બોલાચાલી કરવાનું શરૂ કર્યું હતું. વિવાદ એટલો વધી ગયો કે પથ્થરમારો શરૂ થઈ ગયો હતો, ત્યારબાદ હિંસા ફાટી નીકળી હતી.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) યુક્રેનના રાષ્ટ્રપતિની ચેતવણી, કહ્યું- દુનિયા રશિયાના પરમાણુ હુમલા સામે તૈયાર રહે, એન્ટિ-રેડિયેશન દવા એકત્રિત કરવાનું શરૂ કરો
2) લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા ઓળઘોળ કહ્યું-'સુરત ઔદ્યોગિક અને વ્યાપારિક હબ, બધાને પોતીકું લાગે છે'
3) 'વડોદરાના વેમાલીમાં સાયન્સ સિટી બનશે, 7થી 8 એકર જમીનમાં વિજ્ઞાનનું ભવ્ય પ્રદર્શન ઉભું થશે': મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી
4) સુરતની પી.પી.સવાણી શાળાનું સિલ્વર જ્યુબિલી વર્ષ, 25 વર્ષ દરમિયાન અભ્યાસ કરી ચૂકેલા 6 હજાર વિદ્યાર્થીઓએ ભૂતકાળ વાગોળ્યો
5) રાજકોટમાં પોલીસે મર્સિડીઝ કારમાં લવાતો 5 લાખથી વધુનો દારૂ ઝડપાયો, બે દરોડામાં કુલ 13 લાખના દારૂ સાથે 3ની ધરપકડ
6) ક્રાઈમ બ્રાન્ચ કરશે દિલ્હી હિંસાની તપાસ, પોલીસે આરોપીઓને રોહિણી કોર્ટમાં રજૂ કર્યા; અત્યાર સુધી 14ની ધરપકડ

આજનો ઈતિહાસ
ભારતમાં સ્વતંત્રતાની અલખ જગાવનાર મહાન સ્વાતંત્ર્ય સેનાની તાત્યા તોપેને અંગ્રેજોએ વર્ષ 1859માં આજના દિવસે ફાંસી આપી હતી.

આજનો સુવિચાર
કંઈક કરવા માટે અનુકૂળ તક જ નહીં, મજબૂત મન પણ જોઈએ.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...