• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • DivyaBhaskar Morning Podcast: PM Modi To Launch Pradhan Mantri Atmanirbhar Swasthya Yojana From Varanasi, Scandal Of Drug Smuggling In ST Bus Exposed From Rajasthan To Gujarat

મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:PM મોદી આજે વારાણસીથી પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વાસ્થ્ય યોજનાનો પ્રારંભ કરાવશે

એક મહિનો પહેલા

નમસ્કાર,

આજે સોમવાર, તારીખ 25 ઓક્ટોબર, આસો વદ પાંચમ, પાંચમની વૃદ્ધિ.

આ મહlત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) PM મોદી વારાણસી ખાતેથી સૌની આરોગ્ય રક્ષા માટેની મહત્ત્વાકાંક્ષી પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વાસ્થ્ય યોજનાનો પ્રારંભ કરાવશે
2) ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટર વર્ગ-3માં પસંદગી પામેલા 1300 ઉમેદવારોને નિમણૂકપત્ર એનાયત કરશે, ગો ગ્રીન એપનું લોન્ચિંગ પણ કરશે
3) અમદાવાદમાં આજે AMC રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં ખોખરા, લાંભા અને ઈન્દ્રપુરી વોર્ડના રોડ રિસરફેસ કરી RCCના કામની રૂ. 7.25 કરોડની દરખાસ્ત રજૂ કરાશે
4) ડ્રગ્સ કેસમાં આજે અનન્યા પાંડે ત્રીજીવાર NCB સમક્ષ હાજર થશે, પુછપરછમાં ડ્રગ્સના નવા ઘટસ્ફોટ થવાની શક્યતા
5) આજથી ગ્રેડ પે મુદ્દે LRD, ASI, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ સહિતના પોલીસકર્મીઓના મહાઆંદોલનનાં એંધાણ
6) આજે સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં ચાલતી પૂજાપાઠ વિધિ બંધ રહેશે
7) આજે ગૃહ રાજ્યમંત્રી અને BAAS વચ્ચે LRD પુરુષો અને ગ્રેડ પે ઉકેલ માટે મુલાકાત કરશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) પોતાના મતવિસ્તારમાં કામકાજ અર્થે જાઓ ત્યારે સંગઠનના હોદેદારો અને આગેવાનોને વ્હોટ્સએપ ગ્રુપમાં જાણ કરવાનું રાખો: સીઆર પાટીલ
વલસાડ જિલ્લાના વાપીમાં આયોજિત ભાજપના પેજ કમિટીના પ્રમુખો અને સભ્યોની યોજાયેલી બેઠકમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે હાજરી આપી હતી. પાટીલે ઉપસ્થિત સભ્યો અને પ્રમુખોને પેજ કમિટીનું મહત્ત્વ અને તાકાત વિશે માર્ગદર્શન આપ્યું હતું સાથે ભાજપના ધારાસભ્યો અને સાંસદોને આદેશ આપ્યો હતો કે જ્યારે તેઓ પોતાના મતવિસ્તારમાં જાય ત્યારે સંગઠનના હોદ્દેદારો અને આગેવાનોને વ્હોટ્સએપ ગ્રુપના માધ્યમથી જાણ કરવાનું રાખે. જેથી નેતાઓ અમારા વિસ્તારમાં આવતા નથી તેવી કાર્યકર્તાઓની ફરિયાદ ના રહે.
વાંચો સમાચાર વિગતવાર

2) ગુજરાતમાં ગ્રેડ પે મામલે પોલીસકર્મીઓનું ડિજિટલ આંદોલન, એડિશનલ DGPનો પરિપત્ર-સોશિયલ મીડિયા પર ટિપ્પણી ન કરવા સૂચના
પોલીસ કર્મચારીઓના સોશિયલ મીડિયા મારફત ચાલી રહેલા ગ્રેડ પે આંદોલનનો મામલે પોલીસની અભિવ્યક્તિ પર ઉપરી અધિકારીઓની તરાપના આરોપ લાગી રહ્યા છે. આચારસંહિતાની અમલવારી કરવા અધિક પોલીસ મહાનિર્દેશક નરસિમ્હા કમારે પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં સોશિયલ મીડિયા પર આચારસંહિતા ભંગ થતી ટિપ્પણી ના કરવા સૂચના આપવામાં આવી છે. પોલીસના પગાર અને ગ્રેડ પે બાબતે સોશિયલ મીડિયામાં મોટા પાયે આંદોલન ચાલી રહ્યું છે જેને અધિક પોલીસ મહાનિર્દેશક પોલીસકર્મીઓને પરિપત્ર જાહેર કરી આમ ન કરવા સૂચના આપી છે.
વાંચો સમાચાર વિગતવાર

3) રાજસ્થાનથી એસ.ટી બસમાં અમદાવાદમાં ડ્રગ્સ ઘુસાડવાનો પર્દાફાશ, 25 લાખના ડ્રગ્સ સાથે બે ઈસમો ઝડપાયા
મુંબઈની આર્થર રોડ જેલમાં ડ્રગ્સ કેસમાં સુપર સ્ટાર શાહરુખ ખાનનો પુત્ર આર્યન જેલમાં છે. અત્યારે દેશમાં વ્યાપક ડ્રગ્સ નેટવર્કનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. આ વચ્ચે અમદાવાદમાં આબુથી આવતી એસ.ટી બસમાં રૂ.25 લાખનું એમ.ડી ડ્રગ્સ લઈને આવતા બે ઈસમની ધરપકડ કરાઈ છે. ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંચો સમાચાર વિગતવાર

4) NSUI કે યુથ કોંગ્રેસમાંથી આવેલા નેતાને જ પ્રદેશ પ્રમુખ બનાવવા સોશિયલ મીડિયામાં NSUIના આગેવાનોની માંગણી
કોંગ્રેસના નવા પ્રદેશની પ્રમુખની થોડા દિવસમાં જાહેરાત થશે, ત્યારે કોંગ્રેસની જ વિદ્યાર્થી પાંખ NSUIએ અગાઉની જેમ આ વખતે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને NSUI કે યુથ કોંગ્રેસમાંથી આવનાર વ્યક્તિને જ પ્રદેશ પ્રમુખ બનાવવા જોઈએ. જરૂર પડે ત્યારે NSUI અને યુથ કોંગ્રેસ જ ગુજરાત કોંગ્રેસ સાથે ઉભું રહે છે તેવો કટાક્ષ પણ કરવામાં આવ્યો છે. NSUIના આગેવાને સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને જણાવ્યું છે કે ગુજરાત કોંગ્રસ અંગે કોઈ પણ નિર્ણય લેતા પહેલા હાઈકમાન્ડે NSUI અને યુથ કોંગ્રેસને સાંભળવા જોઈએ.
વાંચો સમાચાર વિગતવાર

5) સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને રાજકોટ જિલ્લામાં વરસાદ, ખેતરોમાં પડેલા મગફળીના પાથરા પલળ્યા
સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ખેડૂત તાઉ-તે અને અતિવૃષ્ટિની અસરમાંથી હજી તો બહાર નથી આવ્યો ત્યાં ભાવનગર, અમરેલી અને રાજકોટ જિલ્લાના કેટલાક તાલુકાઓમાં વરસાદ વરસતા ધરતીપુત્રોની ચિંતા વધી છે. રાજકોટના જેતપુર તાલુકાના વીરપુર, ધોરાજી અને રાજકોટ, ભાવનગરના જેસર અને મહુવા અને અમરેલીના સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પણ પાણી વહેતા થયા હતા. વરસાદના કારણે ખેતરોમાં સૂકાવવા રાખેલા મગફળીના પાથરાઓ પલળ્યા હતા.
વાંચો સમાચાર વિગતવાર

6) ઇન્દોરના 7 દર્દીઓના સેમ્પલમાં કોરોનાનો નવો વેરિઅન્ટ AY-4 મળ્યો, નિષ્ણાંતોની ચેતવણી- જૂના વેરિએન્ટ કરતાં વધારે ઝડપથી ફેલાય છે
ઇન્દોરમાં કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટનું નવું સ્વરૂપ AY-4 મળી આવ્યું છે. સાત દર્દીઓના જિનોમની સિક્વન્સમાં આ વેરિઅન્ટ સામે આવ્યો છે. જો કે આ વેરિઅન્ટને લઈને દુનિયાભરમાં રિસર્ચ ચાલી રહ્યું છે. અલબત્ત, તેના નેચરને લઈને હાલમાં સ્થિતિ સ્પષ્ટ નથી. પણ અનેક નેચર એક્સપેર્ટે આ વેરિઅન્ટની સંક્રમણ ક્ષમતાને ઝડપી બતાવી છે અને સાવધાન રહેવાની સલાહ આપી છે. ઇન્દોરમાં સપ્ટેમ્બરમાં 7 વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ તમામના સેમ્પલ 21 સપ્ટેમ્બરે જિનોમ સીકવેંસીન્ગ માટે મોકલવામાં આવ્યા હતા. જિનોમ સીકવેંસીન્ગ સેમ્પલ દિલ્હીની NCDC લેબમાં મોકલવામાં આવ્યા હતા, અને તેનો હાલમાં જ રિપોર્ટ આવી ગયો છે.
વાંચો સમાચાર વિગતવાર

7) આર્યન ખાન ડ્રગ્સ કેસમાં નવો વળાંક, કેપી ગોસાવીના બૉડીગાર્ડનો દાવો- 18 કરોડમાં ડીલ થઈ હોવાની વાત સાંભળી હતી, NCBએ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા
મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં એક નવો જ ટ્વિસ્ટ સામે આવ્યો છે. શાહરુખના દીકરા આર્યન ખાન વિરુદ્ધ કેસમાં પંચ બનેલા પ્રભાકર સેલે પંચનામા અંગે ચોંકાવનારા ઘટસ્ફોટ કર્યા છે. પંચ પ્રભાકરે NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો) વિરુદ્ધ એફિડેવિટ કરીને ચોંકવનારી વાતો કરી છે. પ્રભાકરે NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે તથા અન્ય સાક્ષી કેપી ગોસાવી વિરુદ્ધ ગંભીર આરોપો મૂક્યા છે. આરોપ મૂકનાર પ્રભાકર પોતાને કેપી ગોસાવીનો બૉડીગાર્ડ હોવાનું કહે છે. કેપી ગોસાવીની NCB ઓફિસમાં આર્યન ખાન સાથેની સેલ્ફી વાઇરલ થઈ હતી. પ્રભાકરના ગંભીર આરોપો બાદ સમીર વાનખેડેએ કહ્યું હતું કે આ તમામ વાતો ખોટી છે અને તે આનો જડબાતોડ જવાબ આપશે.
વાંચો સમાચાર વિગતવાર

8) અમદાવાદમાં 16 વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કરનાર પતિએ ખુરશીએ બાંધી પત્નીને માર માર્યો, પ્રાઈવેટ પાર્ટમાં ડિસમિસ મારી ઈજા પહોંચાડી
અમદાવાદમાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં પતિએ પત્નીને ખુરશી સાથે બાંધી માર માર્યો અને ગુપ્ત ભાગે ડિસમિસના ઘા માર્યા હતા. બાદમાં પત્નીનું ગળું દબાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. પત્નીએ પતિ જ્યારે બેંગલુરું ખાતે વ્યવસાય માટે ગયો ત્યારે પતિએ ત્રણ છોકરીઓના ફોટો મોકલી અને આમાંથી કઈ સારી છે એમ પૂછ્યું હતું. જેથી ફોન પર બોલાચાલી થઈ હતી. આ મામલે બોપલ પોલીસે ગુનો નોંધી આરોપી પતિને ધરપકડ કરી છે.
વાંચો સમાચાર વિગતવાર

9) 29 વર્ષના વર્લ્ડ કપ ઈતિહાસમાં ભારતની પાક. સામે 10 વિકેટે હાર્યું
રવિવારે ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે ICC T-20 વર્લ્ડ કપમાં છઠ્ઠીવાર ટક્કર દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં થઈ હતી. જેમાં PAK ટીમના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરવાનો નિર્ણય લીધો હતો. તેવામાં પહેલા બેટિંગ કરતા વિરાટ સેનાએ 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 151 રન કર્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાની ઓપનર્સે એકપણ વિકેટ ગુમાવ્યા વિના સ્કોર ચેઝ કરી ભારતને 10 વિકેટથી હરાવ્યું છે.
વાંચો વિગતવાર સમાચાર

મહત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) જમ્મુમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- 370 હટાવ્યા બાદ વિકાસનો નવો યુગ શરૂ થયો, હવે કોઈએ ડરવાની જરૂર નથી
2) વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં કહ્યું- વેક્સિનેશન અભિયાનથી મોટી સફળતા મળી, દેશ નવી ઉર્જા સાથે આગળ વધી રહ્યો
3) કોરોનાની આડઅસર અંગે સંશોધન સામે આવ્યું, મહામારીને લીધે ભારતીયોની સરેરાશ ઉંમરમાં બે વર્ષનો ઘટાડો થયો
4) સુરતના પુણામાં આમ આદમી પાર્ટીની રેલી, કબજા રસીદવાળા મકાનોના દસ્તાવેજ કરી માલિકી હક આપવા માગ
5) અમદાવાદની સિવિલ મેડિસિટીની IKDRCમાં બ્રેઈનડેડ દર્દીની કિડનીનું સાતમા ધોરણમાં ભણતી વૃષ્ટિમાં સફળ પ્રત્યારોપણ
6) વડોદરામાં રાજમહેલના ગાર્ડનમાં 4.5 ફૂટનો મગર ઘૂસી આવ્યો, ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કરાયો
7) વડોદરામાં પિતાએ દેહવ્યાપારમાં ધકેલનાર 12 વર્ષની દીકરીનો કબજો પોલીસે નાનાને સોંપ્યો, 6 કોલગર્લને નારી સંરક્ષણગૃહમાં મોકલાઇ
8) રાજકોટની આર્ટ ગેલુરીમાં 12 જેટલી થીમ પર 125 રંગોળીનું એક્ઝિબિશન, માસ્ક અને દેશની સેવા કરતા નર્સ-ડોક્ટર રંગોળીમાં આકર્ષણનું કેન્દ્ર
9) સુરતમાં સ્મિમેર હોસ્પિટલની મહિલા રેસિડેન્ટ તબીબની ઈન્જેક્શનના ઓવરડોઝ લઈ આત્મહત્યા, દીકરીનો મૃતદેહ જોઈ માતાનું હૈયાફાટ રુદન

આજનો ઈતિહાસ
વર્ષ 1924માં આજના દિવસે અંગ્રેજોએ સુભાષચંદ્ર બોઝની ધરપકડ કરી હતી અને 2 વર્ષ માટે જેલમાં મોકલી દીધા હતા

આજનો સુવિચાર
જીવનમાં માત્ર હાંસલ કરવું એ જ સફળતા નથી. બીજાને પ્રેરિત કરવા એ પણ સફળતા છે...

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...