મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:ઇંડાં-નોનવેજ મુદ્દે મુખ્યમંત્રી પટેલે કહ્યું- લોકોને જે ખાવું હોય એ ખાઈ શકે છે, સુપ્રીમમાં દિલ્હી સરકાર પ્રદૂષણ મુદ્દે આજે જવાબ રજૂ કરશે

18 દિવસ પહેલા

નમસ્કાર,

આજે મંગળવાર, તારીખ 16 નવેમ્બર, કારતક સુદ બારસ

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) ગુજરાતમાં વિવિધ વિસ્તારમાં આજે માવઠાંની શક્યતા, વાતાવરણ ઠંડું થશે અને લઘુતમ તાપમાન ઘટશે
2) પ્રદૂષણની સમસ્યા પર સુપ્રીમકોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકાર પાસે પ્રદૂષણ રોકવાના કડક પગલાં લેવાનો આજે સુધીમાં જવાબ માગ્યો
3) અમદાવાદમાં જાહેર સ્થળો અને ધાર્મિક સ્થળો પાસે નોનવેજ-ઈંડાંની લારી હટાવવાના આદેશ બાદ આજે AMC કડક અમલવારી કરશે
4) ચકચારી ગેંગરેપ અને આપઘાત કેસ બાદ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા મધ્ય ગુજરાતના પ્રવાસે
5) 600 કરોડના ડ્રગ્સની હેરાફેરી કરનાર સમસુદ્દીન સૈયદ, જબ્બાર મુખ્તાર હુસૈન અને ગુલામ હુસૈનને આજે મોરબી કોર્ટમાં રજૂ કરાશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) મોરબીમાંથી 600 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, પાકિસ્તાનથી ગુજરાતના સલાયા બંદરે ડ્રગ્સનો જથ્થો ઉતારાયો હતો, UAEમાં ઘડાયું ષડયંત્ર હતું
મોરબીના ઝીંઝુડા ગામથી ગુજરાત ATSએ દરોડા પાડી એક મકાનમાં 120 કિલો રૂ. 600 કરોડનું હેરોઈન ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ડ્રગ્સકાંડ મામલે રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને પાકિસ્તાન અને UAE કનેક્શન સહિતની વિગતો જાહેર કરી હતી. બાતમીને આધારે દરોડો પાડવામાં આવ્યો હતો.
વાંચો સમાચાર વિગતવાર

2) ભરૂચના કાંકરિયા ગામમાં 37 હિન્દુ પરિવારોના 100 લોકોને લાલચ આપી ધર્મપરિવર્તન કરાવાયું, મૌલવી સહિત 9 વ્યકિત સામે ગુનો નોંધાયો
ભરૂચના આમોદના કાંકરિયામાં હિન્દુ પરિવારોને વિવિધ લોભ લાલચ આપી વિદેશી ફંડથી ધર્મપરિવર્તન કરાવી મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવાયો હોવાનો પર્દાફાશ થયો છે. પોલીસે આ મામલે એક મૌલવી સહિત કુલ 9 લોકો સામે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમની કલમ અને IPCની અન્ય કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વાંચો સમાચાર વિગતવાર

3) નોનવેજની લારી મુદ્દે CMનું નિવેદન:'જેને જે ખોરાક ખાવો હોય એ ખાઈ શકે છે, અમને કોઈ જ વાંધો નથી, લોકો શું ખાય છે એનાથી સરકારને પ્રશ્ન ના હોય'
ગુજરાતના મહત્ત્વનાં શહેરોમાં જાહેર રસ્તાઓ પર અને સાર્વજનિક સ્થળો પરથી ઈંડાં અને નોનવેજની લારીઓ હટાવવાનો મિશ્ર પ્રત્યાઘાતો વચ્ચે આણંદના એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, લોકોને જે ખાવું હોય તે ખાઈ શકે છે અમને કોઈ જ વાંધો નથી. લોકો શું ખાય છે તેનાથી સરકારને પ્રશ્ન ના હોય.
વાંચો સમાચાર વિગતવાર

4) રિક્ષાચાલકોના આંદોલનમાં બે ફાંટા, મોટા ભાગનાં યુનિયનો હડતાળમાં જોડાયાં જ નહીં, રોડ પર રિક્ષાઓ રાબેતા મુજબ દોડતી દેખાઈ
અમદાવાદ સહિત રાજ્યના રિક્ષાચાલકોનાં વિવિધ એસોસિયેશનો-સંગઠનોએ CNGનો ભાવવધારો પાછો ખેંચવા રિક્ષાચાલકોને અન્ય રાજ્યોની જેમ રૂપિયા પંદર હજારની સહાય, ચાલકો પર થતા પોલીસ અત્યાચાર બંધ કરવા વગેરે મુદ્દાઓ બાબતે 15 નવેમ્બર આખો દિવસ, 16 નવેમ્બર બપોર બાર વાગ્યા સુધી હડતાળ પાળવા નિર્ણય કર્યો હતો. જો કે અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળને મોળો પ્રતિસાદ મળ્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

5) એર ઈન્ડિયાની ફ્લાઈટમાં અમદાવાદથી USA જતા મુસાફરની 7 બેગ ગુમ, મુસાફરે કહ્યું-આટલી ઘટિયા સર્વિસ ક્યારેય જોઈ નથી
એર ઇન્ડિયાની ફ્લાઈટમાં પ્રવાસ દરમિયાન મહેસાણાના કમલેશ પટેલને થયેલા કડવા અનુભવનો રોષ વીડિયો દ્વારા સોશિયલ મીડિયામાં ઠાલવ્યો છે. તેઓ 10મી નવેમ્બરે એર ઇન્ડિયાની ફ્લાઇટ(862)માં અમદાવાદથી દિલ્હી પહોંચ્યા અને દિલ્હીથી ફ્લાઈટ(AI127) અમેરિકાના શિકાગો પહોંચ્યા હતા. શિકાગો પહોંચતાની તેમની 8 પૈકી 7 બેગ ગાયબ હતી.
વાંચો સમાચાર વિગતવાર

6) અમદાવાદની PNBમાં 40 લાખનું ફ્રોડ કરનાર તત્કાલીન મેનેજર સહિત બે લોકોને 5 વર્ષની જેલ અને 21.50 લાખનો દંડ
અમદાવાદમાં પંજાબ નેશનલ બેંકની આંબાવાડી શાખામાં 40 લાખનું નુકસાન કરવા મુદ્દે બેંકના તત્કાલિન મેનેજર તથા અન્ય બે વ્યક્તિઓને પાંચ વર્ષની જેલની સજા સાથે 21 લાખ 50 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. મેનેજર તથા અન્ય લોકો વિરૂદ્ધ 2 ડિસેમ્બર 2004ના રોજ CBIએ કેસ દાખલ કર્યો હતો.
વાંચો સમાચાર વિગતવાર

7) વિદ્યાર્થિની ગેંગરેપ-આપઘાત કેસમાં પોલીસે બેથી વધુ શકમંદોની પૂછપરછ શરૂ કરી, CCTVમાં 2 આરોપી ભાગતા દેખાયા
વડોદરાના વેક્સિન ગ્રાઉન્ડમાં ગેંગરેપ બાદ વિદ્યાર્થિનીએ કરેલા આપઘાત કેસમાં પોલીસે બેથી વધુ શકમંદોની પૂછપરછ શરૂ કરી છે. રવિવારે મોડી રાત્રે વડોદરા શહેર પોલીસ કમિશનર ડો.શમશેર સિંહે વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી અને ગેંગરેપ કેસ અંગેની માહિતી મેળવી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે પીડિતા રહેતી એ ફ્લેટમાં તપાસ શરૂ કરી છે.
વાંચો સમાચાર વિગતવાર

8) ભોપાલમાં PM બોલ્યા- આજે ગૌરવપૂર્ણ ઈતિહાસ અને વૈભવશાળી ભવિષ્યનો સંગમ થયો, રાની કમલાપતિના નામથી ગોંડ રેલવે સાથે જોડાયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ભોપાલમાં 100 કરોડના ખર્ચે બનેલ રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશન (હબીબગંજ)નું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ કહ્યું કે રાણી કમલાપતિના નામના ઉમેરાને કારણે ગોંડ ગૌરવ ભારતીય રેલવે સાથે સંકળાયું છે. આજનો દિવસ ગૌરવપૂર્ણ ઈતિહાસ અને દેશ માટે ઉજ્જવળ ભવિષ્યના સંગમનો દિવસ છે.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) નિવૃત જજ પાસે તપાસ કરાવવા યૂપી સરકાર સહમત, સુપ્રીમ કોર્ટ 17 નવેમ્બરે નામ જાહેર કરશે
2) વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે મારામારી; વિન્ટર સેશનના રજિસ્ટ્રેશનને લઈને બબાલ, 15 ઘાયલ, ત્રણની હાલત ગંભીર
3) અમેરિકા, બ્રિટન અને જર્મની સહિત 99 દેશોના યાત્રિકો ભારત આવશે તો નહીં રહેવું પડે કોરોન્ટિન
4) પદ્મ વિભૂષણથી સન્માનિત ઈતિહાસકાર બાબાસાહેબ પુરંદરેનુ 99 વર્ષે નિધન, PM મોદીએ શોક વ્યક્ત કર્યો
5) ICCની T-20 વર્લ્ડ કપ ટીમમાં એકપણ ભારતીય સામેલ નહીં, PAKના બાબર આઝમને કેપ્ટન બનાવાયો
6) સપ્તાહમાં ડેલ્ટા વેરિયન્ટના સૌથી વધુ 1308 કેસ; એક યુનિવર્સિટી કેમ્પસ સીલ, 1500 વિદ્યાર્થી આઈસોલેટ કરાયા

આજનો ઈતિહાસ
હેરી પોટર સીરીઝની અત્યાર સુધીમાં 7 નોવલ પબ્લિશ થઈ છે. તમામ પર આઠ ફિલ્મ પણ બની છે. હેરી પોટરને દુનિયાના ખૂણે-ખૂણે સુધી પહોંચાડાવામાં તેના પર બનેલી ફિલ્મોની પણ મહત્વની ભૂમિકા રહી છે. 16 નવેમ્બર, 2001નાં રોજ હેરી પોટર પર બનેલી પહેલી ફિલ્મ 'હેરી પોટર એન્ડ ધ ફિલોસ્ફર્સ સ્ટોન' રિલીઝ થઈ હતી. જે બાદ જે કે રોલિંગે 1 મિલિયન ડોલરમાં પોતાની 4 પુસ્તકના રાઈટ્સ વોર્નર બ્રધર્સને વેચ્યા હતા.

આજનો સુવિચાર
કિરણ સૂર્યનું હોય કે પછી આશાનું, જીવનના તમામ અંધકાર દૂર કરી દે છે.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...