• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • DivyaBhaskar Morning Podcast: Kathakar Threaten And Demand ₹ 1 Crore Ransom From CM Bhupendra Patel, Gujarat Cadre IPS Praveen Sinha Becomes Interpol Delegate

મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:કથાકારે વીડિયો વાઈરલ કરી CM ભૂપેન્દ્ર પટેલ પાસે ₹ 1 કરોડની ખંડણી માગી, ગુજરાત કેડરના IPS પ્રવીણ સિન્હા ઇન્ટરપોલના ડેલિગેટ બન્યા

એક દિવસ પહેલા

નમસ્કાર,
આજે શુક્રવાર, તારીખ 26 નવેમ્બર, કારતક વદ સાતમ.

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) આજથી સંવિધાન સન્માન યાત્રા શરૂ થશે, અરવલ્લીથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રારંભ કરાવશે
2) બંધારણ દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદના મેઘાણીનગર ખાતે સંવિધાન સન્માન સભા યોજાશે
3) સંવિધાન દિવસ નિમિત્તે ગાંધીનગરમાં હાથીની અંબાડી પર સંવિધાન મૂકીને યાત્રા કાઢવામાં આવશે
) સંવિધાન દિવસ પર ભાજપ SC મોરચા દ્વારા ગોમતીપુરમાં બંધારણ યાત્રા કાઢવામાં આવશે, ત્યાર બાદ જાહેરસભા

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) બનાસકાંઠાના એક કથાકારે વીડિયો બનાવી મુખ્યમંત્રીને ધમકી આપી કહ્યું- 'મને એક કરોડ મોકલી આપો, નહીં તો ત્રણ મહિનામાં ઉપાડીને ફેંકી દઈશ'
બનાસકાંઠાના એક કથાકારે વીડિયો બનાવી મુખ્યમંત્રીને ધમકી આપતાં ખળભળાટ મચ્યો છે. બે મિનિટના વીડિયોમાં કથાકાર મુખ્યમંત્રીને અગિયાર દિવસમાં એક કરોડ રૂપિયા આપી જવાની માગ કરી રહ્યા છે. જો પૈસા નહીં આપે તો ઉપાડીને ફેંકી દેવાની ધમકી આપી રહ્યો છે. કથાકારના આ વીડિયો મામલે તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તે ફરાર હોવાનું જાણવા મળ્યું છે.
વાંચો સમાચાર વિગતવાર

2) કર્ણાટકમાં ફુલ્લી વેક્સિનેટેડ 66 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ; કેન્દ્રએ 13 રાજ્યને ટેસ્ટિંગ વધારવાની સલાહ આપી
કોરોનાની ત્રીજી લહેરની સંભાવના જોતાં કેન્દ્ર સરકાર અલર્ટ મોડમાં આવી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે 13 રાજ્યને પત્ર લખીને કોરોના ટેસ્ટિંગની ઘટતી જતી માત્રા પર ચિંતા વ્યક્ત કરી છે. કર્ણાટકની SDM મેડિકલ કોલેજમાં 66 વિદ્યાર્થી કોરોના પોઝિટીવ મળી આવ્યા છે.
વાંચો સમાચાર વિગતવાર

3) સરકારે કહ્યું,'સાબરમતી આશ્રમના મુખ્ય 1 એકરમાં રિડેવલપમેન્ટ કરવાનું કોઈ આયોજન નથી', ગુજરાત હાઇકોર્ટે PILને ફગાવી
અમદાવાદના સાબરમતી ગાંધી આશ્રમના રિડેવલપમેન્ટ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજી ગુજરાત હાઈકોર્ટે ડિસમિસ કરી છે. આ કેસની સુનાવણીમાં સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કોર્ટ સમક્ષ વાત મૂકી કે ગાંધી આશ્રમના ડેવલપમેન્ટમાં મ્યુઝિયમ, આશ્રમ કે મગન વિલા તરફેના એક એકરના વિસ્તારને તેવો ટચ પણ નથી કરવાના, એટલે કે આ હિસ્સામાં કોઈપણ પ્રકારનું રિડેવલપમેન્ટ કરવા નથી કરવાના. જેથી ચીફ જસ્ટિસની ખંડપીઠે આ અરજીને નકારી કાઢી છે.
વાંચો સમાચાર વિગતવાર

4) ઈન્ટરપોલને મળ્યા નવા પ્રેસિડન્ટ: UAEના અહમદ નસીર ઈન્ટરપોલના નવા ચીફ બનશે; ગુજરાત કેડરના IPS પ્રવીણ સિન્હા એક્સિક્યુટિવ કમિટીમાં સામેલ
સંયુક્ત અરબ અમીરાત (UAE)ના અહમદ નસીર અલ રઈસી ઈન્ટરપોલના નવા ચીફ બનશે. તેઓ આ પદ પર ચાર વર્ષ રહેશે. ગુરુવારે તુર્કીના ઈસ્તાંબુલમાં થયેલી ઈન્ટરપોલના 140 સભ્ય દેશોની મીટિંગમાં નસીરને ઈન્ટરપોલ પ્રેસિડન્ટ પસંદ કરાયા છે. CBIના સ્પેશિયલ ડાયરેક્ટર પ્રવીણ સિન્હાને ઈન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઈઝેશનની એક્સિક્યુટિવ કમિટી (એશિયા)માં સામેલ કરવામાં આવ્યા છે.
વાંચો સમાચાર વિગતવાર

5) દિલ્હીમાં મુખ્યમંત્રીએ વાઇબ્રન્ટ સમિટ-2022ની તૈયારીઓ અંગે PM મોદી સાથે કરી ચર્ચા, ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠકો કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે દિલ્હીમાં ઉદ્યોગ-વેપાર જગતના વરિષ્ઠ સંચાલકો–અગ્રણીઓ સાથે વાઈબ્રન્ટ સમિટ-2022 સંદર્ભે બેઠકો કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022ના પ્રારંભ પૂર્વે યોજેલા રોડ શો અને વન ટુ વન બેઠકો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ આગામી 10થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી આ સમિટની તૈયારીઓ અંગે પ્રધાનમંત્રીને માહિતગાર કર્યા હતા.
વાંચો સમાચાર વિગતવાર

6) રાજકોટમાં સિટીબસ સાથે રિક્ષા ઘસાતાં બસ-કર્મચારીઓ એકત્ર થયા, વૃદ્ધ રિક્ષા-ચાલકને તમાચા ઝીંક્યા, મનપાએ ડ્રાઇવર-કન્ડક્ટરને સસ્પેન્ડ કર્યા
રાજકોટના સિટીબસના કર્મચારીઓએ વૃદ્ધ રિક્ષા-ચાલકને માર મારી દાદાગીરી કર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. રાજકોટના કાલાવડ રોડ પર સિટીબસ સાથે રિક્ષા ઘસાઈ હતી. બાદમાં સિટીબસના ડ્રાઇવર-કંડક્ટર સહિત અન્ય કર્મચારીઓ એકત્ર થઈને વૃદ્ધ રિક્ષા-ચાલકને માર માર્યો હતો. વીડિયો વાઇરલ થતાં રાજકોટ મનપા કમિશનર દ્વારા સમગ્ર મામલે ડેપ્યુટી કમિશનરને તપાસ સોંપી હતી. મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, બસના ડ્રાઇવર અને કંડક્ટરને સસ્પેન્ડ કરી દેવાયા છે.
વાંચો સમાચાર વિગતવાર

7) અમદાવાદ-કેવડિયા બાદ સાપુતારા લેક,ધરોઇ,શેત્રૂંજી અને ઉકાઇ ડેમ જેવા સ્થળો સી પ્લેન સુવિધા માટે પસંદ કરાયા, સરકારે કેન્દ્ર પાસે સહાય માંગી
અમદાવાદના રીવરફ્રન્ટ થી કેવડિયા સુધીની સી-પ્લેન સર્વિસ શરૂ થવાના હજી કોઇ ઠેકાણાં નથી ત્યારે રાજ્ય સરકારે કુલ છ સ્થળોએ સી-પ્લેન સેવા શરૂ કરવા તેમજ ગુજરાતને બે સી-પ્લેન આપવા કેન્દ્ર સરકાર સમક્ષ માગણી કરવામાં આવી છે. સાબરમતી રીવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની સી-પ્લેન સેવા ઝડપથી શરૂ થાય તે માટે સી-પ્લેનની માગણી કરવામાં આવી છે.
વાંચો સમાચાર વિગતવાર

8) 100 કરોડના વસૂલી કેસમાં 7 મહિનાથી ફરાર મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે સરેન્ડર કર્યું
7 મહિનાથી ગાયબ મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ ગુરૂવારે મુંબઈ પહોંચીને મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેઓ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપશે અને તેમને દેશના ન્યાયતંત્રમાં સંપૂર્ણ વિશ્વાસ છે. ઉલ્લેખનીય છે કે કોર્ટે 100 કરોડની વસૂલીના મામલામાં તેમને ભાગેડું જાહેર કર્યા છે. સુપ્રીમકોર્ટે ઝાટકણી કાઢ્યા પછી મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહ સામે આવ્યા હતા.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં 1) છાતીમાં દુખાવાની ફરિયાદને પગલે અણ્ણા હઝારે પુણેની હોસ્પિટલમાં દાખલ, હાલ તબિયત સ્થિર 2) ભારતમાં આવતા મહિનાના અંત સુધીમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉડાન ભરશે; વિદેશોમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી રૂટ જાહેર કરાશે 3) દક્ષિણ આફ્રિકામાં મલ્ટીપલ મ્યૂટેશનવાળો કોવિડ વરિયન્ટ મળ્યો, વૈજ્ઞાનિકોએ WHO જોડે ઈમર્જન્સી મીટિંગ બોલાવાની માગ કરી 4) નોઈડાના જેવરમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટના શિલાન્યાસમાં મોદીએ કહ્યું- હવે યુપીને ગરીબી-કૌભાંડી-ખંડણીખોરનાં ટોણાં નહીં સાંભળવા પડે 5) અમદાવાદના દરિયાપુરમાં વીજચેકિંગ કરવા ગયેલી ટોરેન્ટની ટીમ પર પથ્થરમારો

6) રાજસ્થાનના મંત્રી બોલ્યા, રાજસ્થાનના રસ્તાઓ હેમા માલિનીના નહીં, પણ કેટરીનાના ગાલ જેવા જોઈએ, સુરતમાં CM ગેહલોતે કહ્યું- મર્યાદામાં રહેવું જોઇએ 7) વડોદરા ગેંગરેપ કેસમાં આપઘાત પહેલા પીડિતા સાથે મોબાઇલ ફોન પર 36 સેકન્ડ વાત કરનાર ઇમરાન ઝડપાયો, પોલીસની સઘન પૂછપરછ 8) રાજકોટમાં ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડની બેઠક યોજાઈ, ચેરમેને કહ્યું- રાજ્યની 8 મનપા, 156 નગરપાલિકાને 8 હજાર કરોડની ગ્રાન્ટ ફાળવાઇ

આજનો ઈતિહાસ
2008માં આજના દિવસે અજમલ કસાબ સહિત 10 આતંકીવાદીએ મુંબઈ પર હુમલો કર્યો હતો, 60 કલાક ચાલેલા મોતના તાંડવમાં 166 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે 9 આતંકી એન્કાઉન્ટરમાં ઠાર થયા હતા. જ્યારે કસાબ જીવતો પકડાયો હતો

આજનો સુવિચાર
સન્માન સાથે જીવવાની રીત એ છે કે તમે જે હોવાનો દાવો કરો છો તે જ બનો...

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...