• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • DivyaBhaskar Morning Podcast: First Cabinet Meeting Of Bhupendra Patel Government After Gandhinagar Corporation Victory, Saffron Fluttered In Local Body Elections In State

મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:ગાંધીનગર કોર્પો.ની જીત બાદ ભૂપેન્દ્ર પટેલની પહેલી કેબિનેટ બેઠક, સ્થા.સ્વરાજની ચૂંટણીમાં ભગવો લહેરાયો, આર્યન- અબ્બાજાનને મળવા અપોઇન્ટમેન્ટ લેવી પડે

21 દિવસ પહેલા

નમસ્કાર,

આજે બુધવાર, તારીખ 6 ઓક્ટોબર, ભાદરવી અમાસ.

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) આજે ભૂપેન્દ્ર પટેલ સરકારની કેબિનેટની બેઠક, ભાજપના વિજયની ચર્ચા, રસ્તા મરામતની સાથે મંત્રીઓના પ્રવાસ અંગેની માહિતી રજૂ થશે 2) આજે સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડ રાજકોટ બેડી યાર્ડની 14 બેઠકની મતગણતરી, 32 ઉમેદવારનું મતપેટીમાંથી ભાવિ ખૂલશે 3) આજે રાહુલ ગાંધી લખીમપુર ખીરી પહોંચી હતભાગી ખેડૂતોનાં પરિવારજનોને મળે એવી શક્યતા

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપનો ભગવો લહેરાયો, કુલ 228 બેઠકોમાંથી 175 બેઠક ભાજપે કબજે કરી; કૉંગ્રેસ 44 બેઠક પર સમેટાઈ
ગુજરાતમાં ગાંધીનગર મનપા, ત્રણ નગરપાલિકાની સામાન્ય અને જિલ્લા-તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. કુલ 228 બેઠક પર યોજાયેલી બેઠકમાંથી ભાજપ 175 બેઠકો પર કબજો મેળવવામાં સફળ રહી છે. ટકાવારીની દૃષ્ટિએ જોઈએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ કુલ બેઠકોની 76 ટકા બેઠકો જીતવામાં સફળ રહી છે. ગાંધીનગર મનપા, ઓખા નગરપાલિકા અને થરા નગરપાલિકા ભાજપે કબજે કર્યું છે તો ભાણવ઼ડ નગરપાલિકા કૉંગ્રેસે કબજે કરી છે.
વાંચો સમાચાર વિગતવાર

2) વડોદરા હાઇ પ્રોફાઇલ રેપ કેસમાં હોટલ હાર્મનીના સંચાલકોનો ખુલાસો- 'કાનજી મોકરિયાને અમારી હોટલ સાથે કોઈ લેવાદેવા નથી, તેમના કોઇપણ કૃત્ય સાથે અમે સંકળાયેલા નથી'
વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હાઇ પ્રોફાઇલ રેપ કેસમાં આરોપી રાજુ ભટ્ટને મદદ કરવા માટે નંદન કુરિયરના સંચાલક કાનજી મોકરિયાની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. તેઓ હોટલ હાર્મની સાથે સંકળાયેલા હોવાની લોકોમાં માન્યતા હતી. જોકે, આજે હોટલ હાર્મની દ્વારા સમાચારપત્રોમાં જાહેર ખુલાસો કરવામાં આવ્યો છે કે, કાનજીભાઇ અરજનભાઇ મોકરિયા (રહે, ફોર્ચ્યુન એમ્પાયર, અલકાપુરી, વડોદરા) હોટલ સાથે સંકળાયેલા નથી.
વાંચો સમાચાર વિગતવાર

3) ઓછું કમિશન અને અનાજની ઘટને લીધે નુકસાન થતાં વાજબી ભાવની 1,455 દુકાન બંધ, 729 દુકાનદારોએ રાજીનામાં ધર્યાં
વાજબી ભાવની દુકાન ધરાવતા દુકાનદારો હવે આ વ્યવસાયને છોડી રહ્યા છે. ઓછું કમિશન અને ઘટ સહિતનાં કારણોસર નુકસાન થઇ રહ્યું છે જેને કારણે વાજબી ભાવની દુકાનના સંચાલકો સામે ચાલીને રાજીનામાં ધરી રહ્યાં છે. અન્ન નાગરિક પુરવઠા વિભાગનું કહેવું છે કે ગુજરાતમાં કુલ મળીને 1455 વાજબી ભાવની દુકાનો બંધ થઇ છે. હાલ ગુજરાતમાં વાજબી ભાવના દુકાનદારો સરકારના વલણથી નાખુશ છે. અનેક રજૂઆત છતાંય પૂરતું કમિશન મળતું નથી. અનાજની ઘટ સહિતનાં કારણોસર નુકસાન થઇ રહ્યું છે.
વાંચો સમાચાર વિગતવાર

4) અમદાવાદના શોપિંગ મોલ, થિયેટરો, કલબ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, ધાર્મિક સ્થળો સહિત પર વેક્સિન વગરનાને નો-એન્ટ્રી
અમદાવાદમાં હવે શોપિંગ મોલ, થિયેટરો, કલબ,કોમર્શિયલ કોમ્પ્લેક્સ, પાર્ટીપ્લોટ, ધાર્મિક સ્થળો, પર્યટન સ્થળો અને મોટી સોસાયટીઓમાં વેક્સિનેશન વગર પ્રવેશ મળશે નહિ. મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે આજે જાહેર કર્યું છે કે આવાં સ્થળોએ જે પણ વ્યક્તિએ બંને ડોઝ અથવા પહેલો ડોઝ લીધેલો હશે તો જ પ્રવેશ મળશે. બીજા ડોઝ લેવાની તારીખ પૂર્ણ થઈ ગઈ હશે છતાં જો વેક્સિન નહિ લીધી હોય તો પ્રવેશ નહિ મળે.
વાંચો સમાચાર વિગતવાર

5) ડ્રગ્સ કેસના આરોપી આર્યનનો ચોંકાવનારો ઘટસ્ફોટ, NCBની પૂછપરછમાં કહ્યું- અબ્બુજાન શાહરુખને મળવા માટે અપોઇન્ટમેન્ટ લેવી પડે છે
શાહરુખના દીકરા આર્યન સહિત 8 આરોપી સાત ઓક્ટોબર સુધી NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)ની કસ્ટડીમાં છે. આ કેસમાં એજન્સીએ એક પેડલર તથા શ્રેયસ નાયર નામની વ્યક્તિની ધરપકડ કરી છે. આ બંને પર રેવ પાર્ટીમાં ડ્રગ્સ આપ્યું હોવાનો આરોપ છે. શ્રેયસ તથા અરબાઝ મર્ચન્ટ ખાસ મિત્રો હોવાની ચર્ચા છે. તેમની પાસેથી ભારે માત્રામાં ડ્રગ્સ મળી આવ્યું છે. આજે આર્યન, અરબાઝ, મુનમુન સહિત 8 આરોપીની ડ્રગ-પેડલર સામે બેસાડીને પૂછપરછ કરવામાં આવશે. એજન્સી અન્ય જગ્યાએ દરોડા પાડે એવી શક્યતા છે. મુંબઈ NCBની સાથે હવે દિલ્હી, મધ્યપ્રદેશ તથા ગુજરાતની NCBની ટીમ પણ તપાસમાં જોડાઈ છે તો બીજી બાજુ મુંબઈ પોલીસે પણ આ કેસમાં તપાસ શરૂ કરી છે.
વાંચો સમાચાર વિગતવાર

6) ક્રૂઝ ડ્રગ્સ પાર્ટીમાં ભાસ્કર ઇન્વેસ્ટિગેશન, ગેરકાયદેસર રીતે કૉર્ડેલિયા ભારતીય દરિયાઈ સીમામાં ઓપરેટ થતું હતું, ક્રૂઝ પર પાર્ટીની પરમિશન પણ લીધી ન હતી
NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)એ કૉર્ડેલિયા ક્રૂઝ પર દરોડા પાડ્યા હતા. આ ક્રૂઝ મુંબઈથી ગોવા જતું હતું. દરોડા બાદથી આ ક્રૂઝ વિવાદમાં આવ્યું છે. હવે આ ક્રૂઝ અંગે વિવાદાસ્પદ ઘટસ્ફોટ થયા છે. આ ક્રૂઝ ગેરકાયદેસર રીતે ભારતીય દરિયાઈ સીમામાં ઓપરેટ થતું હતું. ખાસ વાત એ છે કે આ ક્રૂઝના કોન્ટ્રાક્ટ IRCTC (ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન) તથા બુક માય શો જેવી જાણીતી કંપનીઓ સાથે હતા. હવે સવાલ એ છે કે કેવી રીતે ક્રૂઝ પરમિશન વગર ઓપરેટ થતું હતું. આ ક્રૂઝ પર એક સાથે 2000 લોકો પ્રવાસ કરી શકે છે.
વાંચો સમાચાર વિગતવાર

7) કોરોનાની ત્રીજી લહેર બાબતે મોટી ચેતવણી:ICMRએ MP અને હિમાચલ સહિત 9 રાજ્યો માટે એલર્ટ જાહેર કર્યું, બાળકો અને વેક્સિન ન લીધેલા લોકોને વધુ જોખમ
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ કોરોના સંક્રમણની ત્રીજી લહેર અંગે મોટી ચેતવણી જારી કરી છે. ICMRએ મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ સહિત 9 રાજ્યો માટે એલર્ટ જાહેર કર્યું છે. કાઉન્સિલે આગામી 8 અઠવાડિયા એટલે કે 2 મહિના માટે ખૂબ સતર્ક રહેવાનું જણાવ્યુ છે. નિષ્ણાતો પણ આગામી બે મહિનાને ત્રીજી લહેર માટે મહત્વના માની રહ્યા છે. જેમાં સૌથી વધુ જોખમ બાળકો અને જે લોકોને વેક્સિન આપવામાં આવી નથી તેમને જણાવવામાં આવી રહ્યું છે. કોરોનાની બીજી લહેરની અસર શમી ગયા બાદ શાળાઓ, કોલેજો અને બજારો ખુલી ગયા છે.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) 25 વર્ષ બાદ કૉંગ્રેસનો વિજય: પાલિકા-પંચાયતની ચૂંટણીમાં ભાજપને પ્રચંડ જનસમર્થન મળ્યા બાદ પણ ભાણવડ નગરપાલિકા ના જીતી શકી
2) ગાંધીનગરમાં 10 વર્ષમાં પહેલીવાર BJPને બહુમતી:ભાજપે 44માંથી 41 બેઠક જીતી, કોંગ્રેસનો રકાસ-આપનું સુરસુરિયું, કમલમમાં શ્રાદ્ધમાં દિવાળી
3) સ્યુકોરો મનાબે, ક્લોસ હેસલમેન અને જ્યોર્જિયો પરિસિને ભૌતિક વિજ્ઞાન ક્ષેત્રનો વર્ષ 2021નો નોબેલ મળ્યો
4) પ્રિયંકા ગાંધીને 30 કલાક કસ્ટડીમાં રાખ્યા બાદ પોલીસે ધરપકડ કરી, ગેસ્ટ હાઉસને જ બનાવી કામચલાઉ જેલ
5) ગુજરાત ભાજપના પ્રમુખ પાટીલનો ‘આપ’ને ટોણો મારી કહ્યું- ગાજ્યા મેઘ વરસ્યા નહીં, કોંગ્રેસનો ઉલ્લેખ સુધ્ધા ન કર્યો
6) રામમંદિર માટે 11 કરોડ દાન કરનારા સુરતના હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાનું 72 વર્ષે લિવર ટ્રાન્સપ્લાન્ટ
7) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઇઝરાયલના કોન્સ્યુલેટ જનરલ સાથે મુલાકાત, વાઇબ્રન્ટ સમિટનું ભાગ લેવા ઇઝરાયલને આમંત્રણ આપ્યું

આજનો ઈતિહાસ
વર્ષ 1860માં આજના દિવસે ઈન્ડિયન પીનલ કોડ એટલે કે IPCને મંજૂરી મળી હતી, એમાં તમામ પ્રકારના ગુના સામે સજાની જોગવાઈ હતી.

અને આજનો સુવિચાર
સાચી દિશા અને સાચા સમયનું જ્ઞાન ન હોય તોપણ આપણને ઊગતો સૂરજ પણ આથમતો દેખાય.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...