તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • DivyaBhaskar Morning Podcast: Farewell To Chief Justice Vikram Nath And Justice Bella Trivedi In Gujarat High Court, IIM Ahmedabad Joins Bank Of America To Set Up Digital Transformation Center

મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:આજે CJ વિક્રમનાથ અને જસ્ટિસ બેલા ત્રિવેદીની ગુજરાત હાઇકોર્ટમાં ફેરવેલ, IIM અમદાવાદે BOA સાથે મળી ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સેન્ટર બનાવ્યું

એક મહિનો પહેલા

નમસ્કાર,

આજે શુક્રવાર, તારીખ 27 ઓગસ્ટ, શ્રાવણ વદ પાંચમ, નાગપૂજાનું નાગ પાંચમ પર્વ ઊજવાશે.

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ બેલા ત્રિવેદીની ફેરવેલ અપાશે, સુપ્રીમ કોર્ટમાં આજે ચાર્જ સંભાળશે
2) PMને મળવા ગુજરાતના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી કે કૈલાશનાથન દિલ્હી જશે, ગાંધી આશ્રમના ડેવલપમેન્ટનું પ્રેઝન્ટેશન રજૂ કરશે
3) આજે ડાયમંડ સિટી સુરતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં 46મો ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી અવોર્ડ્સ સમારોહ યોજાશે
4) અમદાવાદની 67 જેટલી ખાનગી-સરકારી સ્કૂલોમાં આજથી 18 વર્ષથી ઉપરના વિદ્યાર્થીઓ, ટીચિંગ- નોન-ટીચિંગ સ્ટાફને વેક્સિન અપાશે
5) રાજકોટ પોલીસ જન્માષ્ટમી પર્વની શોભા યાત્રા માટે નિર્ણય લઈ શકે છે, વિશ્વ હિન્દુ પરિષદે 200 લોકોની મર્યાદામાં મંજૂરી માગી છે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

1) બેન્ક ઓફ અમેરિકા સાથે મળી IIM અમદાવાદે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સેન્ટર બનાવ્યું, રિસર્ચ, પોલિસી બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે
અગ્રણી મેનેજમેન્ટ સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદે (IIMA) સેન્ટર ફોર ડિજિટલ ટ્રાન્સફોર્મેશન (CDT) શરૂ કરવા માટે બેંક ઓફ અમેરિકા સાથે ભાગીદારી કરી છે. આ કેન્દ્ર દ્વારા ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને ઇનોવેશન માટે અત્યાધુનિક સંશોધનની સુવિધા આપીને શિક્ષણ, પોલિસી ઘડતર અને ખાનગી ક્ષેત્ર માટે નોલેજ હબ બનશે.
વાંચો સમાચાર વિગતવાર

2) સરદાર સરોવર ડેમમાં પાણીનો પૂરતો જથ્થો, નાગરિકોને એક વર્ષ સુધી પીવાના પાણીની તકલીફ નહીં પડે: નીતિન પટેલ
રાજ્યમાં આ વર્ષે ચોમાસામાં વરસાદ ઓછો પડ્યો છે. છેલ્લા બે વર્ષોની સરખામણીએ આ વર્ષે મોટાભાગના જિલ્લાઓમાં સારો વરસાદ પડ્યો નથી. ઓગસ્ટ માસમાં વરસાદ ખેંચાતા ખેડૂતો પાકને લઈને ચિંતામાં છે, રાજ્યના અનેક ડેમમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે. એવામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુરૂવારે જણાવ્યું હતું કે, રાજ્યમાં પીવાના પાણીની કોઈ સમસ્યા નહીં સર્જાય તેમ નથી. સરદાર સરોવર ડેમમાં હાલ પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો છે.
વાંચો સમાચાર વિગતવાર

3) લવ-જેહાદ કાયદા પર રાજ્ય સરકારને ગુજરાત હાઇકોર્ટનો ઝટકો, કલમ-5 પરનો સ્ટે હટાવવાની અરજી કોર્ટે ફગાવી, ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટમાં પડકારશે
ગુજરાત હાઇકોર્ટે ગયા અઠવાડિયે રાજ્યના લવ-જેહાદ કાયદાની મહત્ત્વની કલમો સામે સ્ટે આપ્યો હતો. ત્યારે આ સ્ટેને હટાવવા માટે ગુરૂવારે ફરી સુનાવણી હાથ ધરાઈ હતી. એમાં સરકાર વતી એડવોકેટ જનરલે કલમ 5 પરનો સ્ટે હટાવવા માટે કરેલી અરજીને હાઇકોર્ટે ફગાવી દીધી હતી. એડવોકેટ જનરલે કાયદેસરનું ધર્માંતરણ કરવા માટે કલેક્ટરની પરવાનગી જરૂરી હોવાની રજૂઆત કરી મનાઈ હુકમ હટાવવા હાઇકોર્ટ સમક્ષ માગ કરી હતી. જોકે અરજદાર દ્વારા સરકારની આ માગ અને અરજીનો વિરોધ કરાયો હતો. ગુજરાત સરકાર હાઈકોર્ટના મનાઈ હુકમને સુપ્રીમ કોર્ટમાં પડકારશે.
વાંચો સમાચાર વિગતવાર

4) અમદાવાદના બોપલમાં ડ્રેનેજ લાઈનની કામગીરી દરમિયાન ગૂંગળામણને કારણે ત્રણ મજૂરોના મોત
અમદાવાદમાં બોપલ પાસે AUDA દ્વારા ડ્રેનેજ લાઈનની કામગીરી દરમિયાન એક મજૂર ડ્રેનેજની અંદર સફાઈ માટે ઉતર્યો હતો. થોડીવારમાં ગૂંગળામણને કારણે બેભાન થઈ જતાં તેને બચાવવા માટે અન્ય બે મજૂરો ડ્રેનેજમાં ઉતર્યા હતાં. આ ત્રણેય મજૂરો ડ્રેનેજમાં ફસાઈ જતાં તેમને બહાર કાઢવા માટે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. મજૂરોના મોત મુદ્દે બોપલ પોલીસે આ ઘટનામાં પેટા કોન્ટ્રાક્ટર હિંમતભાઈની ધરપકડ કરી છે.
વાંચો સમાચાર વિગતવાર

5) ભાવનગરના યુવાનની આપવીતી- 'કાબુલમાં નજીકથી અનેક બ્લાસ્ટ જોયા, ભારત પરત ફરતી વખતે એરપોર્ટ પર ડરનો જે અનુભવ થયો તેવો જિંદગીમાં ક્યારેય નથી થયો'
અફઘાનિસ્તાન પર તાલિબાને કબ્જા બાદ ખાસ વિમાન મોકલીને અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને ભારતે પરત લાવવાનું કામ કર્યું છે. ત્યારે મૂળ ભાવનગરનો યુવાન અફઘાનિસ્તાનથી પરત આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, કાબુલમાં નજીકથી અનેક બ્લાસ્ટ જોયા, ભારત પરત ફરતી વખતે એરપોર્ટ પર ડરનો જે અનુભવ થયો તેવો જિંદગીમાં ક્યારેય થયો નથી.
વાંચો સમાચાર વિગતવાર

6) કાબુલ એરપોર્ટ નજીક 2 વિસ્ફોટ, 4 અમેરિકી સૈનિક સહિત 13 લોકોનાં મોત; તમામ ફ્લાઈટ કેન્સલ
તાલિબાનના કબ્જા પછી અફઘાનિસ્તાનની સ્થિતિ સતત બગડતી જાય છે. ગુરુવારે સાંજે રાજધાની કાબુલમાં હામિદ કરઝાઇ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં જોરદાર વિસ્ફોટ થયો. જેના થોડાં સમય બાદ બીજો વિસ્ફોટ થયો. બ્રિટનના રક્ષા મંત્રાલયે બંને વિસ્ફોટની પુષ્ટિ કરી છે. ફોક્સ ન્યૂઝના જણાવ્યા મુજબ આ હુમલો આતંકી સંગઠન ISISએ કર્યો છે. તેમાં 4 અમેરિકી સૈનિક પણ માર્યા ગયા હોવાના સમાચાર છે. ભાસ્કરના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ એરપોર્ટની બાસે બૈરન હોટલ નજીક વિસ્ફોટ થયો છે. સુરક્ષા માટે કાબુલ એરપોર્ટથી જતી તમામ ફ્લાઈટ રદ કરી દીધી છે. તમામ વિમાનોને નાટોની સેનાએ પોતાની સુરક્ષા હેઠળ લઈ લીધા છે.
વાંચો સમાચાર વિગતવાર

7) ઓલિમ્પિક ફાઈનલ પહેલા નીરજને નહોતો મળી રહ્યો પોતાનો ભાલો, પાકિસ્તાનના અરશદ નદીમના હાથમાંથી મળ્યો
જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. ત્યારે પાકિસ્તાની થ્રોઅર અરશદ નદીમને લઈને ટ્વિટ કરી છે. નીરજે કહ્યું છે કે અરશદ નદીમે કોઈ નિયમ તોડ્યા નથી. તેમણે જે કઈ કર્યું છે તે નિયમમાં રહીને કર્યું છે.નીરજે ટ્વિટ કર્યું- મારી તમને બંધાને વિનંતી છે કે મારી કમેન્ટ્સને પોતાના ગંદા એજન્ડાને આગળ વધારવાનું માધ્યમ ન બનાવો. રમત આપણને બધાને એક થઈને રહેવાનું શીખવાડે છે અને કમેન્ટ કરતા પહેલા રમતના રૂલ્સ જાણવા જરૂરી છે. નીરજે ટ્વિટમાં વીડિયો પણ શેર કર્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

8) જનરલ બિપિન રાવતે કહ્યું- અફઘાનિસ્તાન પર તાલિબાનના ઝડપી કબ્જાથી અમને આશ્ચર્ય થયું, 20 વર્ષ બાદ પણ બદલાયું નથી આ આતંકી સંગઠન
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતના જણાવ્યા મુજબ, તાલિબાને જે ગતિથી અફઘાનિસ્તાન પર પોતાનો કબજો જમાવ્યો છે એનાથી ભારતને પણ આશ્ચર્ય થયું છે. એક કાર્યક્રમ દરમિયાન જનરલ રાવતે માન્યું હતું કે ભારતને પણ એવી આશંકા હતી કે તાલિબાન એક દિવસ અફઘાનિસ્તાન પર પોતાનો કબજો કરી લેશે, પરંતુ આ બધું એટલું ઝડપથી બનશે, એવું ક્યારેય વિચાર્યું નહોતું. તેમના મુજબ, 20 વર્ષ બાદ પણ તાલિબાન જરાપણ બદલાયું નથી.
વાંચો સમાચાર વિગતવાર

9) બંગાળી એક્ટ્રેસ અને TMC સાંસદ નુસરત જહાંને દીકરો જન્મ્યો, બાળકના પિતા અંગે સસ્પેન્સ, પતિએ કહ્યું હતું- આ બાળક મારું નથી
TMC (તૃણમૂલ કોંગ્રેસ)ની સાંસદ તથા બંગાળી એક્ટ્રેસ નુસરત જહાંએ 26 ઓગસ્ટ, ગુરુવારના રોજ કોલકાતાની પ્રાઇવેટ હોસ્પિટલમાં દીકરાને જન્મ આપ્યો છે. નુસરત તથા બાળક બંનેની તબિયત સારી છે. નોંધનીય છે કે નુસરતે 2019માં નિખિલ જૈન સાથે લગ્ન કર્યા હતા. જોકે, જૂન, 2021માં નિખિલ જૈને કહ્યું હતું કે નુસરત પ્રેગ્નન્ટ હોય તો તે બાળક તેનું નથી. ચર્ચા છે કે નુસરત તથા બંગાળી એક્ટર યશદાસ ગુપ્તા વચ્ચે સંબંધો છે અને આ બાળક યશદાસ ગુપ્તાનું છે. અલબત્ત, બેમાંથી કોઈએ હજી સુધી બાળકના પિતા અંગે કોઈ વાત કરી નથી. નુસરતે બાળકને જન્મ આપ્યો પછી નિખિલ જૈને શુભેચ્છા પાઠવી હતી.
વાંચો સમાચાર વિગતવાર

મહત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચેનું અંતર ત્રીજી વખત બદલાઈ શકે છે, હાલ 84 દિવસમાં વેક્સિનનો બીજો ડોઝ લગાવામાં આવી રહ્યો છે
2) કોંગ્રેસ હાઈ કમાન્ડે દરેક ધારાસભ્યોને દિલ્હી બોલાવ્યા, સવારે CM ભૂપેશ પણ પહોંચશે, સિંહદેવ બોલ્યા- ટીમનો દરેક ખેલાડી કેપ્ટન બનવાનું વિચારે છે
3) જયશંકરે સર્વપક્ષીય બેઠકમાં અફઘાનિસ્તાનની પરિસ્થિતિ અંગે માહિતી આપી, વિપક્ષી દળોએ કહ્યું- સરકાર પણ નિવેદન જાહેર કરે
4) નવા બંધારણમાં અફઘાનિસ્તાનમાં સંગીત પર મુકાશે પ્રતિબંધ, મહિલાઓ માટે બનશે નવા નિયમો
5) ફિલ્ડિંગ કરી રહેલા ઈન્ડિયન ફાસ્ટ બોલરને ચીડવવા દર્શકોએ પૂછ્યું- સ્કોર શું થયો? સિરાજનો જવાબ- ભારત સિરીઝમાં 1-0થી આગળ
6) મુંબઈ, સુરત, અમદાવાદ અને વડોદરાના 4 શખસનો 3500 કિમી ગુજરાત પ્રવાસ, પ્રવાસન સાથે સંકળાયેલા ચારેય વર્લ્ડ હેરિટેજ સાઈટ ચાંપાનેરમાં

આજનો ઈતિહાસ
27 ઓગસ્ટ, 1955નાં રોજ ગિનીશ બુક પબ્લિશ કરાઈ હતી. સર હ્યુજ બીવરે બે જુડવા ભાઈઓની સાથે મળીને ગિનીશ બુક પબ્લિશ કરી હતી.

અને આજનો સુવિચાર
અજવાળામાં એકલા ચાલવા કરતા, અંધારામાં મિત્રો સાથે સફર કરવી સારી !!

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું..

અન્ય સમાચારો પણ છે...