મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:ન્યૂઝીલેન્ડને હરાવી ઓસ્ટ્રેલિયાએ T-20 વર્લ્ડ કપ જીત્યો, ગીરનારની લીલી પરિક્રમા માટે 400ના જૂથમાં ભક્તોને મંજૂરી અપાઈ

22 દિવસ પહેલા

નમસ્કાર,

આજે સોમવાર, તારીખ 15 નવેમ્બર, કારતક સુદ બારસ

આ મહત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા ફાસ્ટ બોલર્સ ટેલેન્ટ હન્ટનું ઓપન સિલેક્શન મહેસાણા નોર્થ ક્લબ લાલબાગ ખાતે યોજાશે, 14થી 19 વર્ષીય ક્રિકેટર ભાગ લઈ શકશે
2) જૂનાગઢમાં ગીરનારની લીલી પરિક્રમાનો બીજો દિવસ, હવે સાધુ-સંતો ઉપરાંત લોકો પણ જોડાશે
3) થ્રી- ડી એનિમેશન સ્વામિનારાયણ રાસ ભાગ 1નું આજે વડતાલધામ ખાતે વિમોચન કરવામાં આવશે
4) બીજા તબક્કામાં વિશ્વના લોકો આજે સતત પાંચમા દિવસે લીઓનિડ્સ ઉલ્કાવર્ષાનો સ્પષ્ટ અવકાશી નજારો નિહાળી શકશે
5) શિક્ષણમંત્રીની જાહેરાત બાદ મૂછાળી માં ગિજુભાઈ બધેકાના જન્મદિવસને આજે રાજ્યમાં બાળવાર્તા દિવસ તરીકે મનાવાશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવી ઓસ્ટ્રેલિયા T-20 વર્લ્ડ કપ ચેમ્પિયન, વોર્નર-ફિંચની મેચ વિનિંગ પાર્ટનરશિપન્યૂઝીલેન્ડને હરાવીને ટી-20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન બન્યું છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી. કીવી ટીમે 20 ઓવરમાં 4 વિકેટે 172 રન કર્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 7 બોલ પહેલા સ્કોર ચેઝ કરી 8 વિકેટથી મેચ જીતી લીધી છે.
વાંચો સમાચાર વિગતવાર

2) લીલી પરિક્રમાને લઈ તંત્રએ કરેલો નિર્ણય બદલી લોકોને શરતી મંજૂરી આપી, હવે 400-400 લોકોના જૂથમાં પરિક્રમા કરી શકાશે
ગીરનારની લીલી પરિક્રમામાં માત્ર 400ની મર્યાદામાં સાધુ-સંતોને જ મંજૂરી આપી હતી. છતાં હજારો યાત્રિકો જૂનાગઢ પહોંચતા પોલીસ રોક્યા હતા. તંત્ર અને શ્રદ્ધાળુઓ વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યારે તંત્ર દ્વારા લોકોને શરતી મંજૂરી આપી છે. 400-400ના જથ્થામાં લોકો પરિક્રમા કરી શકશે.
વાંચો સમાચાર વિગતવાર

3) વડોદરા ગેંગરેપ-આપઘાત કેસમાં પોલીસની 25 ટીમો કામે લાગી; આરોપીઓ બેથી વધુ હોઈ શકે છેઃ રેલવે આઇજી
વડોદરામાં નવસારીની વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરનારા 2 નરાધમોને શોધવા રાજ્યની 5 એજન્સીઓ કામે લાગી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચ, રેલવે પોલીસ અને FSLની ટીમ વેક્સિન ગ્રાઉન્ડમાં પહોંચીને ડોગ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ કરી હતી. રેલવે આઇજી સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આરોપીઓ બેથી વધુ હોઈ શકે છે.
વાંચો સમાચાર વિગતવાર

4) ઇક્વાડોરની જેલમાં હિંસક અથડામણમાં 68 કેદીના મોત, વિસ્ફોટકો અને છરીઓ વડે હુમલો કર્યો
ઇક્વાડોરના ગુઆયાક્વિલ શહેરમાં આવેલી લિટોરલ જેલમાં શનિવારે કેદીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ અથડામણમાં 68 કેદીઓના મોત થયા છે. આ ઘટના જેલના પેવેલિયન 2માં બની હતી, જ્યાં લગભગ700 કેદીઓને રાખવામાં આવ્યા છે. વિસ્ફોટકો અને છરીઓ વડે કેદીઓ વચ્ચે હિંસક અથડામણ થયું હતું.
વાંચો સમાચાર વિગતવાર

5) દિલ્હીમાં લોકડાઉનના એક દિવસ પછી પણ હવા ઝેરી, પ્રદૂષિત હવાથી લોકો ભયમાં, શુદ્ધ હવા લેવા માટે સિમલા ભણી
રાજધાની દિલ્હીમાં AQI એટલે કે હવાની ગુણવત્તા 476 હતી, જે ઘટીને 386 થઈ છે. જે હજુ પણ ખરાબ શ્રેણીમાં છે. સુપ્રીમ કોર્ટે પ્રદૂષણ માટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી હતી અને પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે ઈમરજન્સી પ્લાન જણાવવા કહ્યું હતું. પછી સાંજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આંશિક લોકડાઉન લગાવી દીધું હતું.
વાંચો સમાચાર વિગતવાર

6) મણીપુરમાં હુમલાની જવાબદારી લેનાર ઉગ્રવાદી સંગઠન PLAને ચીન દ્વારા ફંડિંગ, મ્યાનમાર-બાંગ્લાદેશમાં ટ્રેનિંગ કેમ્પ
શનિવારે મણિપુરમાં સેના પર હુમલો કર્યાના દસ કલાક પછી, બે ઉગ્રવાદી સંગઠનો પીપલ્સ લિબરેશન આર્મી (PLA) અને મણિપુર નાગા પીપલ્સ ફ્રન્ટે જવાબદારી સ્વીકારી છે. તેમાંથી PLAના તાર પાડોશી દેશ ચીન સાથે જોડાયેલા છે. તેને ચીનમાંથી જ ફંડિંગ મળે છે. સાથે જ પાડોશી દેશો બાંગ્લાદેશ-મ્યાનમારમાં પણ આ સંગઠનના ટ્રેનિંગ કેમ્પ છે.
વાંચો સમાચાર વિગતવાર

7) દીવના નાગવા બીચ પર પેરા સેલિંગ દરમિયાન દોરડું તૂટતા દંપતી દરિયામાં ખાબક્યું, બંનનો બચાવ
સંઘપ્રદેશ દીવના પ્રખ્યાત નાગવા બીચ પર પેરા સેલિંગ દરમિયાન બોટ સાથે બાંધેલું દોરડું તૂટતા દંપતી દરિયામાં ખાબક્યું હતું. સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. જો કે, દીવના પ્રખ્યાત બીચ પર ચાલતી વોટર સ્પોર્ટસ એક્ટિવિટીમાં પ્રવાસીઓની સુરક્ષાને લઈ ગંભીર સવાલો ઉઠ્યા છે.
વાંચો સમાચાર વિગતવાર

મહત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) ક્રિપ્ટોકરન્સી પર નિયંત્રણ આવશે, ટેરર ફંડિંગનો અધાર બની રહી છે ક્રિપ્ટો એક્સચેન્જ, PM મોદીએ બેઠક બોલાવી સ્પષ્ટતા માગી
2) અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનનું નવુ ષડયંત્ર, ISI જેહાદી ગ્રુપ્સને ફંડ પુરૂ પાડી રહ્યું છે, જેથી અસ્થિરતા ફેલાય અને તાલિબાન પર દબાણ બન્યું રહે
3) કોવીશીલ્ડના ડોઝમાં ગેપ ઘટશે નહિ, સીરો સર્વેમાં ખુલાસો- વેક્સિનના બે ડોઝ વચ્ચેના 12 સપ્તાહના અંતરે સારી ઈમ્યૂન સિસ્ટમ તૈયાર કરી છે
4) સામાજિક પ્રથા અને વડીલોની મર્યાદા જાળવવા વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે લાજ કાઢી ભાષણ આપ્યું

આજનો ઈતિહાસ
વર્ષ 1959માં આજના દિવસે મહાત્મા ગાંધીની હત્યા કરનાર નાથુરામ ગોડસેને ફાંસી આપવામાં આવી હતી.

આજનો સુવિચાર
હિંમત હારી જાઓ એવા સંજોગો ના સર્જાવા દો, એટલી હિંમત રાખો કે સંજોગો જ તમારી સામે હારી જાય

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...