• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • DivyaBhaskar Morning Podcast: Bimal Patel Of Rakshasakti University Elected To UN International Law Commission, 11 Tourist Destinations To Be Developed In Gujarat

મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:UNના ઈન્ટરનેશનલ લો કમિશનમાં રક્ષાશક્તિ યુનિવર્સિટીના બિમલ પટેલ ચૂંટાયા, ગુજરાતમાં 11 પ્રવાસન સ્થળ વિકસાવાશે

16 દિવસ પહેલા

નમસ્કાર,

આજે રવિવાર, તારીખ 14 નવેમ્બર, કારતક સુદ અગિયારસ

આ મહત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) આજે રાજ્યભરમાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ, મતદાર યાદીમાં નામ નોંધાવવાની તક
2) આજે ગીરનારની પ્રતિકાત્મક લીલી પરિક્રમા શરૂ થશે, તેમાં 400 સાધુ-સંતો જ ભાગ લઈ શકશે
3) બીજા તબક્કામાં વિશ્વના લોકો આજે સતત ચોથા દિવસે લીઓનિડ્સ ઉલ્કાવર્ષાનો સ્પષ્ટ અવકાશી નજારો નિહાળી શકશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) ભારતના બિમલ પટેલ ઈન્ટરનેશનલ લો કમિશનમાં 5 વર્ષના કાર્યકાળ માટે ચૂંટાયા, ઈન્ડિયા 163 વોટ સાથે ટોચ પર રહ્યું
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર અને નેશનલ સિક્યોરિટી એડવાઈઝરી બોર્ડ ઓફ ઈન્ડિયાના પ્રોફેસર બિમલ પટેલ, સંયુક્ત રાષ્ટ્રમાં 1 જાન્યુઆરી 2023થી શરૂ થતાં પાંચ વર્ષના કાર્યકાળ માટે ઈન્ટરનેશનલ લો કમિશન માટે ચૂંટાયા છે. બિમલ પટેલને ભારતના કાયમી પ્રતિનિધિ UN એમ્બેસેડર T.S.તિરુમૂર્તિએ ટ્વીટ કરી શુભેચ્છા પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે બિમલ પટેલની ભવ્ય જીત બાદ તેમને સન્માનિત કરવા માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
વાંચો સમાચાર વિગતવાર

2) સ્ટેચ્યૂ એવા સ્ટેચ્યૂ ઓફ યુનિટી, પોળો ફોરેસ્ટ સહિત 11 પ્રવાસન સ્થળને વિકસાવાશે, કેબિનેટની બેઠકમાં યાદી રજૂ કરાઈ
રાજ્યમાં 11 પ્રવાસન સ્થળોને લઈને ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટની બેઠકમાં 11 નવા પ્રવાસન સ્થળના નામની યાદી રજૂ કરાઈ છે. જેમાં જેમાં પોળો ફોરેસ્ટ, ખંભાલીડાની ગુફા, બેટ દ્વારકા- શિયાળ બેટ, ડુમસ બીચ, ડાંગ સર્કિટ તેમજ દુનિયાના સૌથી મોટા સ્ટેચ્યૂ એવા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને પણ સમાવિષ્ઠ કરાયું છે.
વાંચો સમાચાર વિગતવાર

3) બે યુવકનો વડોદરાની કોલેજમાં અભ્યાસ કરતી યુવતી પર કેમ્પસમાં ગેંગ રેપ, ટ્રેનમાં યુવતીના આપઘાત કેસમાં ડાયરી મળતાં નવો ઘટસ્ફોટ
સંસ્કારી નગરી ગણાતા વડોદરામાં બે રીક્ષા ચાલકો બેખૌફ એક યુવતીનું અપહરણ કરી અને ગેંગ રેપ આચર્યો હતો. આ ઘટના સમગ્ર ગુજરાત માટે શોકિંગ છે. વડોદરાની આ હેવાનિયત ભરેલી ઘટનાએ રાજ્યને હચમચાવી નાંખ્યું છે અને આ પ્રકારની ઘટના એ તમામ વાલીઓને વિચારતા કર્યા છેકે શુ ખરેખર મારી દીકરી સુરક્ષિત છે?
વાંચો સમાચાર વિગતવાર

4) મણિપુરમાં સેના પર IED હુમલો થયો, ઉગ્રવાદી હુમલામાં આસામ રાઈફલ્સના 5 જવાન શહીદ; કમાન્ડિંગ ઓફિસરની પત્ની અને પુત્રનું પણ થયું મોત
મણિપુરમાં શનિવારે સેનાના કાફલા પર થયેલા ઉગ્રવાદી હુમલામાં આસામ રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસર સહિત 5 જવાન શહીદ થયા છે. જ્યારે કમાન્ડિંગ ઓફિસરના પત્ની અને પુત્રનું પણ આ હુમલામાં મોત થયું છે. આ હુમલો મણિપુરમાં ચુરાચાંદપુર જિલ્લાના સિંઘટમાં થયો છે, જ્યાં ઉગ્રવાદીઓએ આસામ રાઈફલ્સના કાફલા પર ઘાત લગાવીને IED હુમલો કર્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

5) દિલ્હીમાં એક સપ્તાહનું લોકડાઉન, સુપ્રીમ કોર્ટે હવાના પ્રદૂષણ અંગે ટકોર કર્યા બાદ કેજરીવાલ સરકારે એક સપ્તાહ માટે સ્કૂલ બંધ કરી, સરકારી કર્મીઓ પણ વર્ક ફ્રોમ હોમ
દિલ્હીમાં પોલ્યૂશનના કારણે સંપૂર્ણ લોકડાઉન લગાવ્યું છે. અરવિંદ કેજરીવાલ સરકારે એક સપ્તાહ માટે દરેક સ્કૂલોને બંધ કરી છે, જ્યારે દરેક સરકારી કર્મચારીઓને પણ વર્ક ફ્રોમ હોમ માટે કહેવામાં આવ્યું છે. પોલ્યૂશનની સમસ્યા પર યોજાયેલી ઈમરજન્સી મીટિંગમાં મુખ્યમંત્રી કેજરીવાલે લોકડાઉનની જાહેરાત કરી અને ચેતવણી આપી કે અમે સંપૂર્ણ લોકડાઉન પર પણ વિચાર કરી રહ્યા છે. પ્રાઈવેટ ગાડીઓને બંધ કરવાનું પણ વિચારી રહ્યા છીએ. દરેક કંસ્ટ્રક્શન એક્ટિવિટી રોકી દેવાઈ છે.
વાંચો સમાચાર વિગતવાર

6) નોનવેજની લારીઓ પર પ્રતિબંધ મુદ્દે કોંગ્રેસની પ્રતિક્રિયા, ભાજપ મોંઘવારી-બેરોજગારીથી ધ્યાન ભટકાવવા માગે છે
રાજ્યમાં રાજકોટ, વડોદરા, ભાવનગર, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેરમાં ઈંડા અને નોનવેજની લારીઓ ઉભી રાખવા પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી હતી કે, ગુજરાતમાં 25 વર્ષથી ભાજપનું શાસન છે. મહાનગરોમાં ભાજપની સત્તા છે. સરકાર પાસે રોજગાર માટે યુવાનો આંદોલન કરે છે. યુવાનોને રોજગાર આપવાના બદલે મોટી મોટી જાહેરાત આપે છે. રોજગારી ના મળવાના કારણે યુવાન સ્વબળે લારી-ગલ્લા ચલાવે છે.
વાંચો સમાચાર વિગતવાર

7) અમદાવાદમાં SVP હોસ્પિટલના 700 જેટલા કોન્ટ્રાકટ બેઝ નર્સિંગ સ્ટાફ દૂર કરવા નોટિસ અપાતા 50 લોકો હડતાળ પર ઉતર્યા
દિવાળીના તહેવારો બાદ રાજ્ય સહિત અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. આગામી દિવસોમાં કેસો વધવાની શક્યતા છે ત્યારે SVP હોસ્પિટલમાંથી કોન્ટ્રાક્ટ બેઝ 700 જેટલા નર્સિંગ સ્ટાફને છૂટા કરવાની જાણ કરાઈ છે. ત્યારે શનિવારે 50 જેટલા નર્સિંગ સ્ટાફના લોકો સવારથી SVP હોસ્પિટલના કેમ્પસમાં હડતાળ પર બેઠા હતા. તેઓને કોઈ પણ નોટિસ વગર છૂટા કરવાના મેઈલ કરવામાં આવ્યા હતા. UDS કંપનીને નર્સિંગ કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

8) 62 ખેલાડી સ્પોર્ટ્સ અવોર્ડથી સન્માનિત કરાયા, નીરજ ચોપરા સહિત 12ને ખેલ રત્ન, 35ને અર્જુન અવોર્ડ; અન્ય ખેલાડીને દ્રોણાચાર્ય સન્માન મળ્યું
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 62 ખેલાડીઓને નેશનલ સ્પોર્ટ્સ અવોર્ડ 2021થી સન્માનિત કર્યા છે. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત આ કાર્યક્રમમાં 12 ખેલાડીને ખેલ રત્ન, 35ને અર્જૂન અને 10ને દ્રોણાચાર્ય અવોર્ડથી સન્માનિત કરાયા છે. અવોર્ડની શરૂઆત સૌથી પહેલા ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાને સન્માનિત કરી થઈ હતી.
વાંચો સમાચાર વિગતવાર

મહત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, 26 નક્સલવાદી ઠાર કરાયા
2) કોરોનાએ ફરી માથું ઊંચક્યું, યુરોપમાં સપ્તાહમાં 20 લાખ કેસ નવા આવ્યા, અમેરિકામાં કેસ એક લાખ નજીક; નેધરલેન્ડમાં આજથી 3 સપ્તાહનું આંશિક લોકડાઉન
3) WHOએ આપી ગંભીર ચેતવણી,અફઘાનિસ્તાનમાં ખોરાકની અછતને કારણે વર્ષના અંત સુધી 10 લાખ બાળકોનાં મોત થઈ શકે છે
4) રાજકોટના યુવા ઉદ્યોગપતિ જય ઉકાણીની જાનનું રાજકોટ એરપોર્ટ પરથી વાજતે ગાજતે પ્રસ્થાન, ઢોલ-નગારા અને ડીજેની રમઝટ
5) સુરતમાં ઉતરાણ બ્રિજ નજીક ગેરેજ બહાર પાર્ક કરેલી 3 કાર આગ લાગતાં બળીને ખાક, વાહનો સળગાવાયા હોવાનો માલિકનો આક્ષેપ
6) અમદાવાદમાં ક્રિકેટનો સટ્ટો રમાડતો ટપોરી રાજુ રાણી ઝડપાયા બાદ જીતુ થરાદ, અમિત ઊંઝા જેવા બુકીઓની તપાસ શરૂ
7) અમદાવાદમાં કોરોના વધતાં તકેદારી માટે લોકોને સમજાવવા પોલીસ રસ્તા પર ઉતરી, વાહન ચાલકોને માસ્ક અને સેનેટાઈઝર આપ્યાં

આજનો ઈતિહાસ
આજે દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુનો જન્મ દિવસ છે. આજના દિવસને બાળ દિવસ તરીકે પણ ઉજવણી કરવામાં આવે છે

આજનો સુવિચાર
જિંદગી દિશા બદલે તે પહેલાં સાહસ બતાવો અને પરિસ્થિતિને જ બદલી નાંખો...

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...