• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • DivyaBhaskar Morning Podcast: Bhupendra Patel Will Be Sworn In CM Today, Rainy Weather In State, Nitin Patel Said I Am In The Minds Of People No One Can Remove

મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:નવનિયુક્ત CM ભૂપેન્દ્ર પટેલની અઢી વાગ્યે શપથવિધિ, રાજ્યમાં વરસાદી માહોલ રહેશે, નીતિન પટેલે કહ્યું- હું જનતાના મગજમાં છું; કોઈ કાઢી નહીં શકે

3 મહિનો પહેલા

નમસ્કાર,

આજે સોમવાર, તારીખ 13 સપ્ટેમ્બર, ભાદરવા સુદ સાતમ.

આ મહત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) આજે નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શપથ ગ્રહણ કરશે, બપોરે અઢી વાગ્યે શપથવિધિ યોજાશે
2) આજે ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિત ગુજરાત આવશે
3) કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહની હાજરીમાં ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળનાં નામો જાહેર થશે
4) રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે, મધ્યથી ભારે વરસાદની સંભાવના
5) સુરતના ઈન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ત્રિદિવસીય પ્રદર્શનનો છેલ્લો દિવસ

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) ગુજરાતને નવા મુખ્યમંત્રીનું નામ જાહેર, નવનિયુક્ત CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલને મળી સરકાર રચવા દાવો રજૂ કર્યો

ધારાસભ્યોની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલને મળી સરકાર રચવા દાવો કર્યો, કાલે બપોરે 2.20 વાગ્યે રાજભવનમાં શપથવિધિ, અમિત શાહ હાજરી આપવા ખાસ ગુજરાત આવશેભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં ગુજરાતના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે સાંજે રાજભવન જઈ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને તેમના નેતૃત્વની નવી સરકારની રચના માટેનો દાવો કરતો પત્ર સુપ્રત કર્યો હતો. ત્યારબાદ તેમણે અડાલજ ત્રિમંદિર દર્શન કર્યા હતા.
વાંચો સમાચાર વિગતવાર

2) હું અસ્સલ મહેસાણાનો છું મને કોઇ લોભ લાલચ નથી, જ્યાં સુધી જનતાના મગજમાં છું ત્યા સુધી કોઈ મને કાઢી નથી શકવાનું: નીતિન પટેલ
ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીનું રાજીનામુ લઈ લેવામાં આવ્યા બાદ નવા મુખ્યમંત્રીને લઇને અનેક નામોની અટકળો હતી. ત્યારે ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી નિયુક્ત કરાયા છે ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નું શુ થશે? તેવા અનેક સવાલો વચ્ચે મહેસાણા ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણમાં પહોંચેલા નીતિન પટેલે જણાવ્યું હતુ કે, હું અસ્સલ મહેસાણાનો છું. મને કોઇ લોભ લાલચ નથી. મારૂ એકલાનું નહીં ભલ ભલાના નામ મીડિયામાં ચાલતા હતા. એવું ન સમજતા કે હું એકલો રહી ગયો છું. જ્યાં સુધી જનતાના મગજમાં છું ત્યાં સુધી કોઈ મને કાઢી નથી શકવાનું. મેં અનેક ચડતી પડતી જોઈ છે.
વાંચો સમાચાર વિગતવાર

3) સુરતમાં આહીર સમાજના મંત્રી 200 સમર્થકો સાથે ભાજપનો સાથ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયાં
વિધાનસભાની ચૂંટણીને આડે હજુ ઘણો સમય બાકી છે, ત્યારે અત્યારથી જ રાજકીય હલચલ શરૂ થઈ ગઈ છે. સુરતમાં આમ આદમી પાર્ટી મજબૂત થઈ રહી હોય તેમ ભાજપના કાર્યકરો અને નેતાઓ આપનું ઝાડું પકડી રહ્યાં છે ત્યારે સુરત આહીર સમાજના મંત્રી તેમના 200 સમર્થકો સાથે ભાજપનો કેસરીયો ખેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
વાંચો સમાચાર વિગતવાર

4) જમ્મુ-કાશ્મીરના બારામૂલામાં વાદળ ફાટવાથી 4ના મૃત્યુ, 1 યુવક ગુમ,એસડીઆરએફના સભ્યોએ તપાસ હાથ ધરી
જમ્મુ-કાશ્મીરના બારામૂલાના રફિયાબાદ વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના પ્રકાશમાં આવી છે. એમ કહેવાઈ રહ્યું છે કે વાદળ ફાટવાના કારણે એક જ પરિવારના 4 લોકોના મૃત્યુ થયા છે. આ સિવાય 1 વ્યક્તિ હાલ પણ ગુમ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બારમૂલાના રફિયાબાદ વિસ્તારમાં હમામ માર્કૂટના પહાડી ક્ષેત્રમાં વાદળ ફાટ્યું અને પાંચ સભ્યો ધરાવતો બકરવાલ પરિવાર તેનો ભોગ બન્યો. ઘટના પછી એસડીઆરએફના સભ્યો પોલીસની સાથે ઘટના સ્થળે પહોંચ્યા અને બચાવ અભિયાન શરૂ કર્યું છે. ટીમમાં અત્યાર સુધીમાં 4 શબ મળ્યા છે.
વાંચો સમાચાર વિગતવાર

5) ડેથ સર્ટિફિકેટ પર કોરોનાથી મોત થયાનો ઉલ્લેખ થશે, સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલી સૂચનાના 10 દિવસ બાદ સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન
હવે કોરોનાથી જીવ ગુમાવનારા લોકોના ડેથ સર્ટિફિકેટ પર કોરોનાથી મૃત્યુ થયું છે તેવું કારણ પણ દર્શાવવામાં આવશે. આ જાણકારી ભારત સરકારે સુપ્રીમ કોર્ટને આપી છે. સરકારે જણાવ્યું કે સ્વાસ્થ્ય મંત્રાલય અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(ICMR)એ નવી ગાઈડલાઈન તૈયાર કરી છે, જે પ્રમાણે કોરોનાથી સંબંધિત મોતમાં ઓફિશિયલ ડોક્યૂમેન્ટ જાહેર કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના કડક વલણ બાદ 10 દિવસ પછી સરકારે આ ગાઈડલાઈન્સ જાહેર કરી છે.
વાંચો સમાચાર વિગતવાર

6) કાશ્મીરમાં પોલીસ કર્મચારીની હત્યા,આતંકવાદીએ શ્રીનગરના બજારમાં જાહેરમાં ઈન્સ્પેક્ટરને 2 ગોળી મારી; તપાસ શરૂ
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં રવિવારે એક આતંકવાદીએ પોલીસ કર્મચારીની બજાર વચ્ચે ગોળી મારી દીધી હતી. જૂના શ્રીનગરના ખાનયાર વિસ્તારમાં સર્જાયેલી આ આતંકવાદી ઘટનામાં પોલીસ કર્મચારી અર્શીદ અહેમદ મીરનું મોત થયું હતું. ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, આ અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. પ્રોબેશનરી સબ ઈન્સ્પેક્ટર અર્શીદ અહેમદને આતંકવાદીએ પાછળથી આવી 2 ગોળી મારી દીધી હતી. આ ઘટનામાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. તેમણે તાત્કાલિક શ્રીનગરની સૌરા વિસ્તારની શેર એ કાસ્મીર ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સિસ (SKIMS)હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમણે સારવાર વખતે અંતિમ શ્વાસ લીધા હતા.
વાંચો સમાચાર વિગતવાર

7) 600 કરોડની કિંમતના ડાયમંડ ગણેશા, સુરતના હીરા ઉદ્યોગપતિના ઘરે કરવામાં આવી સ્થાપના
દુનિયાના સૌથી કિંમતી ગણેશજીની મૂર્તિ વિશે જાણવું રસપ્રદ રહેશે કે જેની સામે કોહિનૂર પણ ફીકો પડે છે. આ મૂર્તિની કિંમત સાંભળી ઘણા લોકો ચોંકી જાય છે. એક અંદાજ મુજબ આ ડાયમંડ ગણેશાની કિંમત અધધ 600 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે. ડાયમંડ ગણેશાની આજથી હીરા ઉદ્યોગપતિ કનુભાઈ અસોદરિયા અને તેમનો પરિવાર પોતાના ઘરમાં દસ દિવસ સુધી પૂજા-અર્ચના કરી શ્રીજીની આરાધના કરશે.
વાંચો સમાચાર વિગતવાર

મહત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) અલકાયદાનો ચીફ અયમાન અલ જવાહિરી નવા વીડિયોમાં દેખાયો, ગત વર્ષે તેના મોતના સમાચાર સામે આવ્યા હતા
2)તાલિબાનથી જીવથી મારી નાખવાની ધમકીઓ મળતી હતી, અફઘાનિસ્તાનની મહિલા બોક્સરને દેશ છોડવો પડ્યો
3) મુખ્યમંત્રી નિયુક્ત થતાં ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, તમે જાણો જ છો કે મને કોઇ અણસાર નહતો, આનંદીબેનના આશીર્વાદ હંમેશાં રહ્યાં છે અને રહેશે

આજનો ઈતિહાસ
વર્ષ 1929માં આજના દિવસે લાહોરની જેલમાં મહાન સ્વતંત્ર યુવા સ્વતંત્ર સેનાની જતિનદાસનું 63 દિવસની ભૂખ હડતાળ બાદ મૃત્યુ નિપજ્યું હતું

અને આજનો સુવિચાર
ખુશીની આપણે જેટલી લહાણી કરીશું તેટલી તે આપણી પાસે વધારે આવશે

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...