• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • DivyaBhaskar Morning Podcast: 5396 New Cases In Gujarat, Night Curfew In 10 Cities Of State From 10 Pm To 6 Am; People Started Fleeing Mumbai For Fear Of Lockdown

મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:ગુજરાતમાં 5396 નવા કેસ, રાજ્યનાં 10 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ રાતના 10થી સવારના 6 સુધી કરાયો; લોકડાઉનના ડરે મુંબઈ છોડી લોકો ભાગવા લાગ્યા

14 દિવસ પહેલા

નમસ્કાર,

આજે શનિવાર, તારીખ 8 જાન્યુઆરી, પોષ સુદ છઠ્ઠ.

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) ખોડલધામ કાગવડના પંચવર્ષીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમનો આજે કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાશે
2) આજે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો 17મો વર્ચ્યુઅલ વાર્ષિક પદવીદાન સમારંભ યોજાશે
3) MLA ઈમરાન ખેડાવાલાના કથિત વાઈરલ વીડિયો મુદ્દે RTI એક્ટિવિસ્ટ કાયદાકીય પગલાં ભરવા મણીનગરમાં બેઠક યોજશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) ગુજરાતમાં વિકરાળ બનતો કોરોના, 5 હજાર પાર કરીને નવા કેસ 5396, અમદાવાદમાં 2311 અને સુરતમાં 1452 કેસ
રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો ધડાકો થયો છે. 232 દિવસ એટલે કે પોણા આઠ મહિના બાદ 5 હજારનો આંકડો પાર કર્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5396 નવા કેસ નોંધાયા છે. અગાઉ 19 મેના રોજ 5246 કેસ હતા. રાજ્યના સૌથી વધુ 2311 કેસ અમદાવાદ શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કેસ નોઁધાયા છે. તો સુરત શહેર અને જિલ્લામાં 1452 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં એક દર્દીનું મોત સુરત જિલ્લામાં નોંધાયું છે.
વાંચો સમાચાર વિગતવાર

2) ગુજરાતમાં ત્રીજી લહેર માટે 20 નવાં નિયંત્રણો: 10 શહેરમાં હવે 10થી 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ, ધોરણ 1થી 9ની સ્કૂલોમાં ઓફલાઇન શિક્ષણ બંધ, લગ્નમાં 400ને જ છૂટ
રાજ્યમાં કોરોના-ઓમિક્રોનના 5000થી વધુ કેસો નોંધાવા લાગ્યા છે. જેને પગલે રાજ્યમાં ફરીથી નિયંત્રણો લાગુ કરવાની જરૂરિયાત લાગતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને કોર કમિટિની બેઠક મળી હતી. આ બેઠક બાદ કોરોનાને લગતા નવા નિયંત્રણો લાગુ કરાયા છે. 10 શહેરમાં રાતના 10થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ કરાયો છે. જ્યારે ધોરણ 1થી 9ની સ્કૂલો બંધ કરી છે. જો કે ઓનલાઇન શિક્ષણ ચાલુ રહેશે. નવી ગાઇડલાઇન્સ 8થી 15 જાન્યુઆરી સુધી અમલી રહેશે.
વાંચો સમાચાર વિગતવાર

3) PMની સુરક્ષામાં ચૂક મુદ્દે સુનાવણી,સુપ્રીમકોર્ટે પંજાબ હાઈકોર્ટને તમામ રેકોર્ડ સુરક્ષિત રાખવાનો આદેશ આપ્યો, સોમવારે વધુ સુનાવણી થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ભૂલ મામલે આજે શુક્રવારે સુપ્રીમકોર્ટમાં સુનાવણી થઈ હતી. આ સુનાવણીમાં સુપ્રીમકોર્ટે આદેશ આપ્યો હતો કે દરેક રેકોર્ડ પંજાબ હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ પાસે સુરક્ષિત રાખવામાં આવશે. આ મામલે આગામી સુનાવણી સોમવારે થવાની છે. આ તપાસમાં NIA પણ સામેલ થશે. પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂકના મામલે સુપ્રીમકોર્ટમાં સુનાવણી કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે કોર્ટમાં દલીલ કરી છે કે પોલીસ પ્રદર્શનકારીઓ સાથે ચા પી રહી હતી. કેન્દ્ર સરકાર પંજાબ પોલીસ પર SPG એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ, SPG એક્ટની જોગવાઈઓ મુજબ, કેન્દ્ર સરકાર જવાબદાર અધિકારીઓને દિલ્હી બોલાવી શકે છે અને તેમની પર જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.
વાંચો સમાચાર વિગતવાર

4) ખોડલધામનો પાટોત્સવ રાબેતા મુજબ યોજાશે: વાઇબ્રન્ટ મોકૂફ રહી તોય ખોડલધામને 20 લાખ લોકો ભેગા કરવા છે?
કોરોના સંક્રમણ જેટ ગતિએ વધી રહ્યું છે, રાજ્ય સરકારે પણ વાઇબ્રન્ટ સમિટ સહિતના કાર્યક્રમ મોકૂફ રાખ્યા છે, ત્યારે રાજ્યભરના લોકોની જે આયોજન તરફ મીટ મંડાઇ હતી, તે ખોડલધામનો પાટોત્સવ પર પણ પ્રવર્તમાન સ્થિતિની અસર જોવા મળી રહી છે, પાટોત્સવ મોકૂફ રાખવો, કોઇ અન્ય તારીખે કે મહિને રાખવો કે વર્ચ્યુલ આયોજન કરવું આ મુદ્દે દિવ્યભાસ્કર સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં ખોડલધામના પ્રણેતા નરેશ પટેલે જણાવ્યું હતું કે, શનિવારે કોર કમિટી નિર્ણય કરશે. બેઠક બાદ તે અંગેની વિધિવત રીતે જાહેરાત કરવામાં આવશે.
વાંચો સમાચાર વિગતવાર

5) લોકડાઉનના ડરે મુંબઈ છોડી લોકો ભાગવા લાગ્યા, રેલવે સ્ટેશન પર ભીડ ઊમટી; કહ્યું- અહીં રોકાયા તો ભૂખે મરી જઈશું
કોરાનાની પ્રથમ લહેરમાં અચાનક લોકડાઉન પછી કામ-ધંધા ઠપ થયા પછીથી મોટાં શહેરોમાંથી ઘરે પરત ફરનારા પ્રવાસીઓની તસવીરો આપણે બધાએ જોઈ છે. મહામારીની ત્રીજી લહેરમાં એક વખત ફરી આવો નજારો જોવા મળી રહ્યો છે. મુંબઈમાં લોકડાઉનના ડરથી પ્રવાસી મજૂર રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં ભેગા થયા છે. બધાની કોશિશ એવી છે કે કઈ રીતે લોકડાઉન જાહેર થતાં પહેલાં ઘરે પહોંચી જવાય. મુંબઈમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 20 હજારથી વધુ કેસ પ્રકાશમાં આવ્યા છે. એવામાં સંપૂર્ણ લોકડાઉનની ચર્ચાથી પ્રવાસીઓ અને ખાસ કરીને મજૂરોમાં ખૂબ જ ડર છે.
વાંચો સમાચાર વિગતવાર

6) ઓમિક્રોન વિશે WHOની ચેતવણી, ઓમિક્રોનથી સંક્રમિત લોકોને હોસ્પિટલમાં પણ દાખલ થવું પડી રહ્યું છે અને મોતને પણ ભેટી રહ્યા છે, તેને હળવાશથી લેવાની ભૂલ ન કરો
ઓમિક્રોન વેરિયન્ટને કારણે વિશ્વભરમાં કોરોનાની સુનામી આવી છે. આને કારણે, વિશ્વભરની આરોગ્ય વ્યવસ્થાઓ પર પણ ઘણું દબાણ વધ્યુ છે. WHOના ચીફ ટેડ્રોસ ગેબ્રેયસસે એક પ્રેસ કોન્ફરન્સમાં વિશ્વને ચેતવણી આપતા જણાવ્યું હતુ કે ઓમિક્રોનના કારણે દુનિયાભરમાં લોકો મોતને ભેટી રહ્યા છે. તેને અવગણી શકાય નહીં. જો કે, કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ઓમિક્રોન કોરોનાના અન્ય વેરિયન્ટ કરતા ઓછો ઘાતક છે.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) પાંચ રાજ્યમાં ચૂંટણીની જાહેરાત પહેલાં મોટો નિર્ણય, ચૂંટણી પંચે કેન્ડિડેટ્સના ખર્ચની મર્યાદા વધારી
2) કઝાકિસ્તાનમાં હિંસક પ્રદર્શનોમાં 12 પોલીસકર્મચારીનાં મોત, અનેક સરકારી ઓફિસોમાં આગ લગાવી દેવાઈ
3) ગુજરાતમાં 24 કલાકમાં 31 તાલુકાઓમાં વરસાદ, હજુ બે દિવસ વરસાદી માહોલ રહેશે, 9મી જાન્યુઆરીથી ઠંડીનું જોર વધશે
4) શરદી-ખાંસી અને તાવની મેડિકલમાંથી દવા લેતા દર્દીઓનો કોરોના ટેસ્ટ કરાશે, ગુજરાત સરકારનો મેડિકલ સ્ટોરને ડેટા રાખવા આદેશ

આજનો ઈતિહાસ
વર્ષ 2002માં આજના દિવસે યુરોપિયન યુનિયનમાં યુરો ચલણમાં આવ્યું હતું. માર્ચ,2002 બાદ આ દેશોમાં વ્યાપાર માટે યુરો એકમાત્ર ચલણ હતું.

આજનો સુવિચાર
જ્યારે તમે કંઈ નથી કરી શકતા ત્યારે એક ચીજ જરૂરથી કરો અને એ છે - પ્રયાસ...

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...