• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • DivyaBhaskar Morning Podcast: 42% Out 67 Thousand Readers Of Divya Bhaskar Give Mild Signal Of Acceptance Of Patel Government, Ashok Gehlot Proposes Rahul Gandhi To Congress President In CWC Meeting

મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:દિવ્ય ભાસ્કરના 42% વાચકોએ પટેલ સરકારની સ્વીકાર્યતાના હળવા સંકેત આપ્યા, CWCની બેઠકમાં અશોક ગહેલોતે રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવા પ્રસ્તાવ રાખ્યો

2 મહિનો પહેલા

નમસ્કાર,

આજે રવિવાર, તારીખ 17 ઓક્ટોબર, આસો સુદ બારસ

આ મહત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) જમ્મુ કાશ્મીરમાં આંતકી અથડામણમાં કપડવંજના વણઝારિયા ગામના શહીદ થયેલા જવાન હરીશ પરમારના પાર્થિવદેહને આજે વતન લવાશે
2) ધર્માંતરણ અને ફન્ડિંગ કેસમાં સલાઉદ્દીન શેખ અને મૌલાના ઉમર ગૌતમને વડોદરા પોલીસ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માગશે
3) રાજકોટમાં પહેલીવાર રાજકોટ રેન્ડોનિયર ગ્રુપ દ્વારા ડિસ્ટ્રીક્ટ લેવલની રોડ સાઇકલિંગ સ્પર્ધા યોજાશે
4) રાજકોટમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ૨કારી આયુર્વેદ યુનિ. દ્વારા વિનામૂલ્યે સર્વરોગ આયુર્વેદ તથા હોમિયોપેથી નિદાન સા૨વા૨ કેમ્પ
5) રાજકોટમાં મદદનીશ બગાયત નિયામક અર્બન હોર્ટિકલ્ચર ડેવલેપમેન્ટ સેન્ટર દ્વારા કિચન ગાર્ડનિંગની એક દિવસીય તાલીમ
6) ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા શહેર અને જિલ્લામાં શી ટીમની એપના વિમોચન સહિતના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) CM ભૂપેન્દ્ર પટેલનું રિપોર્ટકાર્ડ: દિવ્ય ભાસ્કરના વાચકોએ બનાવી 'દાદા'ની કામગીરીની માર્કશીટ, 67 હજારમાંથી 42% વાચકોનું 2022 માટે થમ્સ અપ!
ભૂપેન્દ્ર પટેલે બરાબર એક મહિના પહેલાં ગુજરાતના 17મા મુખ્યમંત્રી તરીકે પહેલી કેબિનેટ બેઠક યોજી હતી. આ રીતે જોઈએ તો પટેલ સરકારના કાર્યકાળનો શનિવારે પહેલો મહિનો પૂર્ણ થયો છે. દિવ્ય ભાસ્કરે આ એક મહિનાની કામગીરી અને એમાં ભૂપેન્દ્ર પટેલની અસરકારકતા વિશે વાચકોનો એક સર્વે કર્યો હતો. 3 દિવસ સુધી ચાલેલા આ સર્વેમાં રાજ્યભરના 67 હજારથી વધુ વાચકોએ ભાગ લીધો હતો. તેમના જવાબોના આધારે પટેલ સરકારની માર્કશીટ તૈયાર કરાઈ છે. આ જવાબોમાં વાચકોએ પટેલ સરકારની સ્વીકાર્યતાના હળવા સંકેતો આપ્યા છે અને સાથે એ પણ દર્શાવ્યું છે કે પ્રજાનો વિશ્વાસ જીતવા ચૂંટણી સુધીમાં ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે ઘણું કામ કરવું પડશે.
વાંચો સમાચાર વિગતવાર

2) સરકારી નોકરી કરતા દંપતીને લઈને ગુજરાત સરકારનો મોટો નિર્ણય, પતિ-પત્ની બંનેને એક જ સ્થળે નિયુક્તિ મળી શકશે
ગુજરાત સરકાર દ્વારા સરકારી નોકરી કરતા દંપતીઓને લઈને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓ શક્ય હોય ત્યાં સુધી એક જ સ્થળ નિયુક્ત આપવામાં સામાન્ય વહીવટી વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે. જેમાં પતિ-પત્ની સરકારી કર્મચારી હોય અને અલગ અલગ જિલ્લામાં કામ કરતા હોય તેવા કિસ્સામાં તેઓ એક સાથે રહી શકે તે માટે તેમને સાથે જ નિયુક્તિ આપવા કહેવાયું છે. ઉપરાંત ફિક્સ પે પર નોકરી કરતા કર્મચારીઓને પણ ટ્રાન્સફર માટે પાંચ વર્ષની સેવા પૂરી કરવી જરૂરી નહીં રહે.
વાંચો સમાચાર વિગતવાર

3) રાહુલ ફરી બની શકે છે કોંગ્રેસ અધ્યક્ષ: CWCની બેઠકમાં અશોક ગહેલોતે પ્રસ્તાવ રાખ્યો, રાહુલ બોલ્યા- પદ સંભાળવા મુદ્દે વિચાર કરીશ
દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીને પાર્ટીના અધ્યક્ષ બનાવવાની માગ ઉઠી હતી. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પાર્ટીના સીનિયર નેતા અંબિકા સોનીએ માગ કરી હતી. બંને નેતાઓની વાત સાંભળ્યા બાદ રાહુલે કહ્યું હતું કે તેઓ ફરી પાર્ટી અધ્યક્ષ બનવા પર વિચાર કરશે. આવતા વર્ષે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી 21 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બર વચ્ચે યોજાશે.
વાંચો સમાચાર વિગતવાર

4) સુરતમાં બ્રિજ પરથી મહિલાએ તાપીમાં ઝંપલાવ્યું, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કાફલો રોકાવી મહિલાને બચાવવા સૂચન કર્યું
સુરતના સરદાર બ્રિજ પરથી એક મહિલા તાપી નદીમાં ઝંપલાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. રાહદારીઓએ જ્યારે તે તાપી નદીમાં ઝંપલાવી હતી ત્યારે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે કોઈનું ન માનતા તાપી નદીમાં છલાંગ લગાવી દીધી હતી. એ જ સમયે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સરદાર બ્રિજ પરથી પસાર થઇ રહ્યા હતા અને તેમણે બ્રિજ પર ટોળું જોતાં જ તેમનો કાફલો રોકાવી દીધો હતો.
વાંચો સમાચાર વિગતવાર

5) ગુજરાત કોંગ્રેસનું હાઈકમાન્ડમાં પણ વર્ચસ્વ ઘટ્યું, રાજ્યનું પ્રતિનિધિત્વ કરી શકે એવો હવે કોઈ નેતા નથી
દિલ્હીમાં હાલમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની મીટિંગ ચાલી રહી છે. આ મીટિંગમાં ગુજરાતમાં નેતાઓ વિહોણી કોંગ્રેસના નવા નેતાઓની ચર્ચાઓ થવાની છે. પરંતુ અહેમદ પટેલના નિધન બાદ હવે દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓનું વજન પડતું બંધ થઈ ગયું છે. અહેમદ પટેલ સોનિયા ગાંધીના રાજકીય સલાહકારની સાથે સાથે કોંગ્રેસના ચાણક્ય તરીકે ઓળખાતા હતાં. ગુજરાત કોંગ્રેસના તેઓ સંકટ મોચક હતાં. પરંતુ તેમના નિધન બાદ તેમના જેટલો રાજકીય કદ ધરાવતો ગુજરાતનો એક પણ નેતા દિલ્હીમાં નથી. અહેમદ પટેલના નિધન બાદ ગુજરાત કોંગ્રેસ જાણે સાવ સુની થઈ ગઈ છે.
વાંચો સમાચાર વિગતવાર

6) કાશ્મીરમાં બે અલગ-અલગ ઘટનામાં બિહાર અને ઉત્તર પ્રદેશના નાગરિકોની ગોળી મારી હત્યા, 9 એન્કાઉન્ટરમાં 13 આતંકવાદી ઠાર
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો દ્વારા હાથ ધરાયેલા એન્કાઉન્ટર વચ્ચે આતંકવાદીઓમાં દહેશતનો માહોલ ફેલાયો છે. આતંકી હવે નિર્દોષ નાગરિકોનો નિશાન બનાવી રહ્યા છે. પુલવામા અને શ્રીનગરમાં બે નાગરિકોની ગોળી મારી હત્યા કરાઈ છે. શ્રીનગરમાં અરવિંદ કુમાર અને પુલવામામાં ઉત્તર પ્રદેશના રહેવાસી સાગિર અહેમદની હત્યા કરાઈ હતી. કાશ્મીર ઝોનના પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે આતંકવાદીઓએ બે અલગ-અલગ ઘટનાઓમાં બિન નિવાસી શ્રમિકો પર હુમલા કર્યાં હતા.
વાંચો સમાચાર વિગતવાર

7) પાકિસ્તાનમાં રમવા જશે ઈન્ડિયા!: 2023માં એશિયા કપને પાકિસ્તાન હોસ્ટ કરશે, ACCના નિર્ણયને જય શાહનું સમર્થન
2023માં આયોજિત એશિયા કપને પાકિસ્તાન હોસ્ટ કરશે. આ નિર્ણય દુબઈમાં એક બેઠક દરમિયાન એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા લેવાયો હતો. જેમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના અધ્યક્ષ અને BCCIના સચિવ જય શાહે પણ નિર્ણયને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ ટૂર્નામેન્ટ વન-ડે ફોર્મેટમાં રમાશે. જય શાહે કહ્યું હતું કે કોઈબીજા દેશ સિવાય એશિયા કપ પાકિસ્તાનમાં જ રમાવો જોઈએ. ઉપરાંત 2024 એશિયા કપને શ્રીલંકામાં આયોજિત કરાશે અને જેને T-20 ફોર્મેટમાં રમાશે.
વાંચો સમાચાર વિગતવાર

મહત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) માંડવિયા પર ભડકી મનમોહન સિંહની દીકરી, હોસ્પિટલમાં બેડ પર સૂતેલા પિતાની તસવીર જાહેર થતાં કહ્યું- મારા પેરન્ટ ઝૂના જાનવર નથી
2) વડોદરા હાઇ પ્રોફાઇલ દુષ્કર્મ કેસ:અશોક જૈનના 8 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો
3) ‘ગુલાબો સિતાબો’ ફેમ એક્ટ્રેસ ફારૂખ ઝફરનું 89 વર્ષની વયે નિધન, ઓનસ્ક્રીન અમિતાભ બચ્ચનનાં 'બેગમ' બન્યાં હતાં
4) સૌરાષ્ટ્રના યુવા ક્રિકેટર અવિ બારોટનું 29 વર્ષની ઉંમરે હૃદયરોગના હુમલાથી નિધન, સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં 53 બોલમાં 122 રન ફટકાર્યા હતા
5) દેવભૂમિ દ્વારકામાં AAPના નેતાને પૈસા લઈ ત્રણ વિદ્યાર્થીઓને બોગસ માર્કશીટ આપવાના કેસમાં પોલીસે ધરપકડ કરી
6) છત્તીસગઢમાં CRPF સ્પેશિયલ ટ્રેનમાં જવાનના હાથમાં છૂટ્યું ડેટોનેટર ભરેલું બોક્સ, બ્લાસ્ટમાં 4 જવાન ઘાયલ
7) ધર્માંતરણ અને ફન્ડિંગ કેસમાં સલાઉદ્દીન શેખ અને મૌલાના ઉમર ગૌતમને લઈ યુપી પોલીસ વડોદરા કોર્ટમાં રજૂ કર્યા
8) બાંગ્લાદેશમાં ઇસ્કોન અને મહાકાળી મંદિરમાં તોડફોડ, 1નું મોત, PM શેખ હસીનાની ચેતવણીની કોઈ અસર નહીં

આજનો ઈતિહાસ

વર્ષ 1605માં આજના દિવસે મોગલ શાસક અકબરનું અવસાન થયું હતું.

આજનો સુવિચાર
પોતાના પર વિશ્વાસ રાખવો એ સફળતાનું પ્રથમ પગથિયું છે.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...