• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • DivyaBhaskar Morning Podcast: 27,847 Vacancies In Gujarat Police Including PSI, Gandhinagar Municipal Corporation Vote Counting Today, Shah Rukh's Son Aryan In Custody Till October 7

મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:આજે ગાંધીનગર મનપાની મતગણતરી, રાજ્યમાં PSI સહિત 27,847 ખાલી જગ્યાની ભરતી કરાશે, શાહરુખનો દીકરો આર્યન 7 ઓક્ટોબર સુધી કસ્ટડીમાં

13 દિવસ પહેલા

નમસ્કાર,

આજે મંગળવાર, તારીખ 5 ઓક્ટોબર, ભાદરવા વદ ચૌદશ.

આ મહત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) આજે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના 11 વોર્ડની 44 બેઠકની મતગણતરી, ભાજપ-કોંગ્રેસના 44-44 અને આપના 40 ઉમેદવાર વચ્ચે ત્રિપાંખિયો જંગ
2) રાજકોટના બીજા નંબરના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડ રાજકોટ બેડી યાર્ડની 14 બેઠક પર ચૂંટણી, 2032 મતદારો 32 ઉમેદવારનું ભાવિ નક્કી કરશે
3) થરા, ઓખા અને ભાણવડ નગરપાલિકાની મત ગણતરી આજે યોજાશે, 78 બેઠકના 205 ઉમેદવારનું રાજકીય ભાવિ ખૂલશે
4) અમદાવાદ કોર્પોરેશનની બે, જૂનાગઢ કોર્પોરેશનની એક બેઠકનું મતગણતરી ભાજપ-કોંગ્રેસના 3-3 મળી કુલ 10 ઉમેદવાર વચ્ચે સ્પર્ધા
5) રાજ્યની વિવિધ નગરપાલિકાની 42 બેઠક, વિવિધ તાલુકા પંચાયતની 43 બેઠકની મતગણતરી થશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) PSIથી લઈને ઇન્ટેલિજન્સ ઓફિસર સુધીનાં પદો સહિત 27,847 ખાલી જગ્યાની ભરતી આગામી 100 દિવસમાં કરાશે
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બને એ માટે કોવિડને કારણે પેન્ડિંગ રહેલી પોલીસ વિભાગની ભરતીની કાર્યવાહી થશે. રાજ્યમાં બિનહથિયારી પોલીસ સબ-ઈન્સ્પેક્ટર, હથિયારી પોલીસ સબ-ઈન્સ્પેક્ટર, ઈન્ટેલિજન્સ ઓફિસર, બિનહથિયારી આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટર, લોકરક્ષક તથા મોટર ટ્રાન્સપોર્ટ અને વાયરલેસ જેવા ટેક્નિકલ સંવર્ગોના પોલીસ સબ-ઈન્સ્પેક્ટર અને ટેક્નિકલ ઓપરેટર તથા હોમગાર્ડ્સ અને ગ્રામ રક્ષકદળની મળીને અંદાજિત 27847 જગ્યા માટે ભરતીનું આયોજન આગામી 100 દિવસમાં કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

2) ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં આર્યન ખાન સહિત 8 આરોપી સાત ઓક્ટોબર સુધી NCB કસ્ટડીમાં, 3 દિવસ જેલમાં જ રહેશે
શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન માટે 4 ઓક્ટોબરે વકીલ સતીશ માનશિંદે સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. તેની કસ્ટડી પણ પૂરી થઈ હતી. NCBએ કોર્ટમાં આર્યન ખાનની એક અઠવાડિયા સુધીની કસ્ટડી માગી હતી અને કોર્ટે આર્યન સહિત આઠેય આરોપીના 7 ઓક્ટોબર સુધી કસ્ટડી આપી છે, એટલે કે આર્યન સહિત 8 આરોપી હજી ત્રણ દિવસ જેલમાં જ પસાર કરશે. NCBએ રિમાન્ડમાં કહ્યું હતું કે આર્યનના ફોનમાં આપત્તિજનક તસવીરો મળી છે. આર્યનના ફોનમાંથી પિક્ચર્સ ચેટ તરીકે અનેક લિંક્સ મળી છે. આ ઇન્ટરનેશનલ ડ્રગ્સ ટ્રાફિકિંગ તરફ ઈશારો કરે છે.
વાંચો સમાચાર વિગતવાર

3) સરકાર અને ખેડૂતો વચ્ચે સમજૂતી; મૃતકોના પરિવારને રૂપિયા 45 લાખ, એક સભ્યને સરકારી નોકરીનું વચન, 8 દિવસમાં દોષિતની ધરપકડ થશે
લખીમપુરમાં ખેડૂતો અને સરકાર વચ્ચે સમજૂતી થઈ ગઈ છે. સરકારે મૃતકોના પરિવારને રૂપિયા 45 લાખ વળતર આપવાની જાહેરાત કરી છે. મૃતકોના પરિવારના એક સભ્યને સરકારી નોકરી પણ આપવામાં આવશે. આ સાથે ઘટનાની ન્યાયિક તપાસ તથા 8 દિવસમાં આરોપીઓની ધરપકડ કરવાની પણ ખાતરી આપવામાં આવી છે. આ તપાસ હાઇકોર્ટના નિવૃત્ત જજ દ્વારા કરવામાં આવશે. હિંસામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને પણ 10 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરવામાં આવી છે.
વાંચો સમાચાર વિગતવાર

4) પડધરીમાં પૂર્વ મંત્રી રાદડિયાએ કહ્યું- મત દેનારની કાપલીમાં નામ જોઇ મને 2 મહિને પણ ખબર પડે કે મત ક્યાં દીધો, ખેડૂતોને દબાવવા પ્રયાસ
સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડની ચૂંટણી યોજાવવાની છે. ત્યારે આ ચૂંટણીના પ્રચાર દરમિયાન પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા ચૂંટણી પ્રચાર દરમિયાન ખેડૂતોને ધમકી આપતા હોય તે પ્રકારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયો પડધરીનો હોવાનું જાણવા મળ્યું છે. પડધરીમાં ખેડૂતો સાથેની સભામાં તેઓ સ્પષ્ટ કહે છે કે, આ બટન દબાવવાની ચૂંટણી નથી, કોણ કોને મત આપે છે તે હું જોઈ જ શકું છું. મત આપવા જાવ ત્યારે મતદાનની એક કાપલી ટેબલ પર રહે છે જેમાં નામના આધારે મને 2 મહિને પણ ખબર પડી જશે કે વોટરે કોને મત આપ્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

5) વડોદરાના કોયલીમાં ખુલ્લા વીજ વાયરને અડી જતા માતા-પુત્રનું મોત, વીજ કંપનીની બેદરકારીને લઇને કાર્યવાહી કરવા સ્થાનિકોની ઉગ્ર માગ
વડોદરા નજીક કોયલીમાં વીજ કંપનીની બેદરકારીના કારણે માતા-પુત્રએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. કોયલીમાં ખુલ્લા વીજ વાયરના સંપર્કમાં આવ્યા બાદ માતા-પુત્રનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ પોલીસ અને વીજ કંપનીના કર્મચારીઓને થતાં ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વાંચો સમાચાર વિગતવાર

6) અમદાવાદની બી.જે મેડિકલ કોલેજની પી.જી હોસ્ટેલમાં સુવિધાઓના અભાવ અને ગંદકીના કારણે ડોક્ટરોએ ડોલ લઈને રેલી કાઢી
એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ ગંદકીના થર વચ્ચે ડોક્ટર રહે છે. પીજી હોસ્ટેલમાં સતત ગંદકી અને જર્જરિત વ્યવસ્થાના કારણે આજે પીજી ડોક્ટરોએ હાથમાં ડોલ લઈને રેલી કાઢી હતી. આ માટે અગાઉ સિવિલ હોસ્પિટલના સેનેટરી વિભાગ સુધી અરજીઓ થઈ છે છતાં હજી સુધી કોઈ પરિણામ આવ્યું નથી.
વાંચો સમાચાર વિગતવાર

7) રૂપાણી સરકારમાં 4 વર્ષ કરતા વધુ સમયથી 'અડ્ડો' જમાવીને બેઠેલા અધિકારીઓની મોટાપાયે બદલીઓની યાદી તૈયાર
ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની સાથે હવે વહીવટીતંત્રમાં પણ ફેરફારનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. ગાંધીનગરની મહાપાલિકાની ચૂંટણી પરિણામ પછી નવરાત્રીમાં વહીવટીતંત્રમાં મોટા પાયે ફેરફાર થશે. હાલમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ અધિકારીઓ એક જ સ્થાન કે જાહેરમાં ત્રણ વર્ષ કે તેથી વધુ નોકરી કરતા હોય તેવા ઉચ્ચ અધિકારીઓની યાદી તૈયાર કરવા મુખ્ય સચિવને જણાવ્યું છે. આમ હવે, રાજકીય નેતાઓની જેમ જ અધિકારીઓની બદલીઓ પણ કરવામાં આવશે.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) પેન્ડોરા પેપર લીકથી પાકિસ્તાનમાં હોબાળો, સચિન-અંબાણીથી લઈ પુતિનની ગર્લફ્રેન્ડ પણ સામેલ
2) ડેવિડ જુલિયસ અને આર્ડમ પાટાપોશિયનને ચિકિત્સાનું નોબેલ, તેમની શોધથી નવા પ્રકારની પેઈન કિલર્સ બનાવવામાં મદદ મળશે
3) પયગંબરનું 'વિવાદાસ્પદ' કાર્ટૂન બનાવનાર કાર્ટૂનિસ્ટનું માર્ગ અકસ્માતમાં શંકાસ્પદ મોત; કાર્ટૂનિસ્ટના મોત પર અલકાયદાએ રાખ્યું હતુ 1 લાખ ડોલરનું ઈનામ
4) તારક મહેતા ફેમ નટુકાકા- ઘનશ્યામ નાયક પંચતત્વમાં વિલીન, આસપાસના લોકોની આંખો પણ ભીંજાઈ
5) ઉપલેટાના ગઢાળામાં જીવના જોખમે વિદ્યાર્થિનીઓ કોઝવે પાર કરી સ્કૂલે જાય છે!, કહ્યું- અમારૂ ગામ ભારતમાં કે પાકિસ્તાનમાં?
6) વરસાદને કારણે કાચું મટીરિયલ ન બનતાં રાજકોટમાં 30 રૂપિયાના ગરબાનો ભાવ 50, ફેન્સી ગરબાની માગ, 1000 સુધીના ગરબા
7) પૂર્વ IPS સંજીવ ભટ્ટ સામેના NDPS કેસની 9 મહિનામાં ટ્રાયલ પૂર્ણ કરવા હાઈકોર્ટનો આદેશ, FIRના કાગળો મેળવાની માંગણી ગ્રાહ્ય રાખી
8) ઈન્દોરના સેક્સ રેકેટનો માસ્ટર માઈન્ડ સુરતથી ઝડપાયો, બાંગ્લાદેશની છોકરીઓને દેહવ્યાપારમાં ધકેલતો હતો
9) કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરા વડોદરામાં, કહ્યું: 'કોરોના કાળમાં દેશમાં 14 કરોડ લોકો બેરોજગાર થયા, અનેક નાના-મધ્યમ ઉદ્યોગોધંધા બંધ થઇ ગયા'

આજનો ઈતિહાસ
વર્ષ 1805માં આજના દિવસે ભારતમાં બ્રિટીશ રાજના બીજા ગવર્નર જનરલ અને કમાન્ડર ઈન ચીફ લોર્ડ કોર્નવોલિસનું ગાજીપુરમાં અવસાન થયું, તેમણે ભારતમાં સિવિલ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો.

અને આજનો સુવિચાર
કાયમ સાથે રહેવાથી પ્રેમ નથી વધતો, થોડા દૂર રહેવાથી પ્રેમ નથી ઘટતો, પ્રેમ તો વ્યક્તિના આત્મામાં વસે છે, જે મોતની સાથે પણ નથી મરતો.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...