• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • DivyaBhaskar Morning Brief:10th Day Of Commonwealth Games India Won Many Gold Medal, District Panchayat Health Worker Strike In Gujarat From Today

મોર્નિંગ ન્યૂઝ બ્રીફઆજે કેબિનેટની બેઠક મળશે:આજથી રાજ્યમાં જિલ્લા પંચાયતના આરોગ્યકર્મી હડતાળ પર, કોમનવેલ્થ ગેમ્સના 10 દિવસે ભારત પર સુવર્ણ વર્ષા

2 મહિનો પહેલા

નમસ્કાર,
આજે સોમવાર, તારીખ 8 ઓગસ્ટ, શ્રાવણ સુદ અગિયારસ
આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) આજથી 33 જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના કર્મચારીઓ અનિશ્ચિત મુદ્દતની હડતાળ પર
2) અમદાવાદમાં 130થી વધુ ખાનગી હોસ્પિટલ્સ 8થી 15 ઓગસ્ટ સુધી વીમા કંપનીની કેશલેસ સુવિધા બંધ કરી
3) આજે કેબિનેટની બેઠક મળશે, સ્વંતત્રતા દિવસની ઉજવણી, લમ્પી વાઈરસ સહિતની ચર્ચા થશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) બોડેલીમાં AAP સુપ્રિમો કેજરીવાલે કહ્યું- 'એમને મત આપશો તો એ ઝેરી દારૂ પીવડાવશે, મને મત આપશો તો હું સ્કૂલો બનાવીશ
આદિવાસી પટ્ટામાં હાથ અજમાવવા છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સભા કરી હતી. કેજરીવાલની આજની સભામાં પણ તેમણે લઠ્ઠાકાંડ, પેપરલીક, વીજળી, રોજગાર મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે વિપક્ષ કોંગ્રેસ વિશે કહ્યું કે આ જંગ ભાજપ અને આપ વચ્ચે છે, આ વખતે કોંગ્રેસને એક પણ સીટ મળવી ન જોઈએ. પંજાબ-દિલ્હીમાં જે વિકાસ થયો તે ગુજરાતમાં પણ અમારી સરકાર લાવશે. વધુમાં જણાવ્યું હતું કે અમે ગુજરાતીઓ માટે 10 લાખ સરકારી નોકરી લાવીશું અને તેમાં આદિવાસીને ખાસ પ્રાધાન્ય અપાશે.
વાંચો સમાચાર વિગતવાર
2) કૉમનવેલ્થ ગેમ્સના 10માં દિવસે બોક્સિંગમાં ભારતને મળ્યો ત્રીજો ગોલ્ડ, વર્લ્ડ ચેમ્પિયન નિખત ઝરીને જીત્યો ગોલ્ડ
બર્મિંગહામમાં 22મી કૉમનવેલ્થ ગેમ્સના 10મા દિવસ માટે સ્પર્ધા ચાલી રહી છે. ભારતે બોક્સિંગમાં 3 ગોલ્ડ મેડલ જીતી લીધા છે. નિખત ઝરીને નોર્ધન આયરલેન્ડની કાર્લ મૈકનોલને 50 કિગ્રા વેટ કેટેગરીમાં 5-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતની આ સ્ટાર બોક્સર અને હાલની વર્લ્ડ ચેમ્પિયન નિખત ઝરીને સેમિફાઈનલ મેચમાં ઇંગ્લેન્ડની બોક્સર સવન્ના અલ્ફિયાને 5-0થી પરાજય આપ્યો હતો. નિખત ઝરીનનો કોમનવેલ્થ ગેમ્સમાં આ પ્રથમ ગોલ્ડ મેડલ છે.
વાંચો સમાચાર વિગતવાર
3) વડોદરાના પાદરા પાસે ઢાઢર નદીમાં પગ લપસતા મગર યુવાનને ખેંચી ગયો, મૃતદેહને લઈને મગર 2 કલાક સુધી નદીમાં ફરતો રહ્યો
વડોદરાના પાદરા તાલુકાના સોખડારાઘુ પાસેથી પસાર થતી ઢાઢર નદીમાં એક યુવાનનો પગ લપસી જતાં નદીમાં પડી ગયો હતો. યુવાન નદીમાં પડતા જ મગર તેને ખેંચી ગયો હતો. યુવાને મગરની ચૂંગાલમાંથી બચવાના ખૂબ પ્રયાસો કર્યાં હતા, પણ તેણે છેવટે જીવ ગુમાવ્યો હતો. અને સતત બે કલાક સુધી મગર નદીમાં યુવાનના મૃતદેહને લઈને ફરતો જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોએ તેનો વીડિયો ઉતારીને વાઇરલ કર્યો હતો. સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે યુવાનને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું છે.
વાંચો સમાચાર વિગતવાર
4) થરાદની દીકરી સંગીતાનું ડોક્ટર બનવાનું સપનું સાકાર થશે, દિવ્ય ભાસ્કરમાં અહેવાલ બાદ એસ.પી અને તેમના મિત્રો મદદ માટે આગળ આવ્યાં
બનાસકાંઠાના સરહદી પંથક થરાદમાં એક ગરીબ પરિવારની દીકરીની 12 સાયન્સમાં સારા ટકા મેળવ્યા બાદ મેડિકલ અભ્યાસ માટે ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી. જેથી દિવ્યભાસ્કરની ટીમે દીકરીની મદદ કરવા ઝુંબેશ હાથ ધરી હતી. દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ દીકરીને ભણાવવા માટેની મદદ આવવાની શરૂ થઈ ગઈ હતી. જેમાં જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાએ પોતાની માતા સાથે દીકરી સંગીતાના ઘરની મુલાકાત લઇ પોતાના બે મિત્રો સાથે ચર્ચા કરી દીકરીનો આગળનો શિક્ષણનો ખર્ચ ઉઠાવવાની જવાબદારી લીધી હતી. દિકરી સંગીતાને હાલ અમદાવાદ ખાતે અભ્યાસ અર્થે મોકલી છે.
વાંચો સમાચાર વિગતવાર
5) અંધ હોવા છતાં ક્રિકેટ વર્લ્ડ કપ રમી દેશનું નામ રોશન કર્યું, PAKને પછાડી મેન ઓફ ધ મેચ બન્યાં, આજે પેટ ભરવા ખેત મજૂરી કરવા મજબૂર
કોઈપણ વર્લ્ડકપ ક્રિકેટ રમેલો ખેલાડી એક કાચા જર્જરિત મકાનમાં રહી પશુ ચરાવી ખેત મજૂરી કરીને પોતાના ઘરડા માતા પિતા સહિત પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. એ બીજું કોઈ નહીં પરંતુ એક અંધ વર્લ્ડકપ વિજેતા ઓલ રાઉન્ડર ખેલાડી છે. દેશ માટે રમનાર ક્રિકેટરની હાલત દયનીય છે.
વાંચો સમાચાર વિગતવાર
6) ઓસ્ટ્રેલિયામાં ઈમિગ્રેશન કૌભાંડ, બોગસ બેન્ડ લઈને 3500 ગુજરાતીઓ ઘૂસી ગયા, હવે ડી-પોર્ટ થવાની તૈયારીમાં! કૌભાંડી 24 ગુજરાતી એજન્ટો કરોડપતિ બની ગયા
ઓસ્ટ્રેલિયામાં બોગસ બેન્ડ સર્ટિફિકેટ કે બોગસ ડિગ્રી જ નહીં પણ બોગસ એજ્યુકેશન બેન્ક લોનના પેપર બતાવીને ઓસ્ટ્રેલિયામાં સંખ્યાબંધ ગુજરાતીઓએ ઘૂસ મારી છે અને હવે 3500 જેટલા ગુજરાતીઓની તપાસ ચાલી રહી છે અને તમામને ડી પોર્ટ પણ કરવામાં આવશે. 40થી 50 લાખ લઈને ગેરદાયદે વિદેશ મોકલનારા ગુજરાતના 24 એજન્ટો પણ રડારમાં છે. ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસિએશનની ગુપ્ત તપાસમાં આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે અને આગામી સમયમાં પણ અનેક મોટા ધડાકા થશે.
વાંચો સમાચાર વિગતવાર
7) બાંગ્લાદેશમાં મોંઘવારીનો માર, 1971 પછી પહેલીવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 52%નો વધારો થયો, રોષે ભરાયેલા લોકો રસ્તા પર ઉતર્યા
બાંગ્લાદેશમાં લોકો મોંઘવારીથી પરેશાન છે. અહીં સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 52% સુધીનો વધારો કર્યો છે. આથી રોષે ભરાયેલા લોકોએ અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 1971માં આઝાદી બાદ પ્રથમ વખત કિંમતો આ સ્તરે પહોંચી છે.
વાંચો સમાચાર વિગતવાર
મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) નાઈઝીરિયાના કોંગી રાજ્યમાં ફાયરિંગ, એક ભારતીય સહિત 5 લોકોના મોત
2) મણિપુરમાં 5 દિવસ માટે ઈન્ટરનેટ બંધ,છઠ્ઠા-સાતમા સુધારા બિલની રજૂઆત બાદ હિંસા ફાટી નીકળી, તોફાનીઓએ વાનને સળગાવી દીધી
3) કોમનવેલ્થ ગેમ્સમાં ભાવિના પટેલે પેરા ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીત્યો, સુંઢિયા ગામમાં ઉજવણી
4) વડોદરામાં પેટ્રોલ, દૂધ, લીંબુ મફત વહેંચનાર સ્વેજલ વ્યાસ AAPમાં જોડાયા, સોમવારે વિધિવત પ્રવેશ
5) વડોદરામાં કેજરીવાલે કહ્યું- ગુજરાતમાં વેપારીઓને ડરાવાય છે, ખબરદાર જો કેજરીવાલની મિટીંગમાં ગયા તો, હું આતંકવાદી નથી, શરીફ માણસ છું'
6) રાજકોટમાં ઓડી, થાર સહિત 22 લક્ઝરી કારમાં ઝુપડપટ્ટીના બાળકોની શાહી સવારી, ભાજપના MLAના બર્થ ડે પર ભાવતા ભોજનીયા પીરસાયા
7) 'હર્ષ સંઘવી હું તમારો સારો મિત્ર છું, મારા પરિવારને ન્યાય અપાવજો' લખી સુરતમાં શેર બજારના દલાલે સાતમા માળેથી કૂદી આપઘાત કર્યો
8) દ્વારકાના કલ્યાણપુર દરિયાકાંઠે પેટ્રોલિંગમાં શંકાસ્પદ વસ્તુ નજરે પડી; તપાસ કરતાં બે કિલો જેટલું ડ્રગ્સ હોવાનું માલુમ પડ્યું
9) ATM મશીનમાં ચેડાં કરી બેંકો સાથે છેતરપિંડી, અમદાવાદમાં હરિયાણાની મેવાતી ગેંગને સાયબર ક્રાઈમે ઝડપી
આજનો ઈતિહાસ
સંપૂર્ણ સ્વરાજના આહવાન સાથે વર્ષ 1942માં આજના દિવસે અંગ્રેજો સામે ભારત છોડો આંદોલનની શરૂઆત થઈ હતી

આજનો સુવિચાર
હંમેશાં શાંત રહો, જીવનમાં તમે વધારે મજબૂત થશો, જેમ લોખંડ ઠંડુ થયા પછી જ વધુ મજબૂત થાય છે
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...