• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • DivyaBhaskar Morning Brief: Surat Student Wins 3 Gold Medals On Last Day At CWG, Surat Student Ranks 29th In Country In JEE Mains Phase 2

મોર્નિંગ ન્યૂઝ બ્રીફઆજે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી:CWGમાં છેલ્લા દિવસે ભારતને 3 ગોલ્ડ મેડલ, સુરતના વિદ્યાર્થીએ JEE મેઇન્સ ફેઝ-2 દેશમાં 29મો રેન્ક મેળવ્યો

6 મહિનો પહેલા

નમસ્કાર,
આજે મંગળવાર, તારીખ 9 ઓગસ્ટ, શ્રાવણ સુદ બારસ
આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) આજે અમદાવાદ સહિત ગુજરાતના 15 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
2) મહારાષ્ટ્રની શિંદે સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થવાની શક્યતા, 20થી વધુ મંત્રી શપથ લઈ શકે છે
3) JDU-BJP ગઠબંધન તૂટવાના એંધાણ, JDU અને RJDની આજે બેઠક યોજાશે
4) આજે અમદાવાદમાં મોહરર્મના તહેવારને પગલે AMTS અને BRTSના કેટલાક રૂટ ડાયવર્ટ તેમજ બંધ કરાયા

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) JEE મેઇન્સ ફેઝ-2માં સુરતના વિદ્યાર્થી મહિત ગઢીવાલાએ ગુજરાતમાં પ્રથમ અને દેશમાં 29મો રેન્ક મેળવ્યો, IITમાં અભ્યાસ કરવાની ઈચ્છા
નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવાતી એન્જિનિયરિંગ પ્રવેશ માટેની જેઇઇ(જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન)મેઈન્સ ફેઝ-2ની જૂન-જુલાઈમાં લેવાયેલી પરીક્ષાંના પરિણામ જાહેર થયાં છે, જેમાં સુરતના મહિત ગઢીવાલાએ રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવવાની સાથે સાથે દેશમાં (ઓલ ઈન્ડિયા)માં 29મો રેન્ક મેળવીને ઝળહળતી સફળતા મેળવી છે. 10મા ધોરણથી જ જેઈઈની પરીક્ષાની તૈયારી કરતા મહિતને ફિઝિક્સમાં 100માંથી 100 માર્ક મેળવવામાં સફળતા મળી છે. આગામી સમયમાં મહિતને મુંબઈ આઈઆઈટીમાં અભ્યાસ કરવાની ઈચ્છા હોવાનું જણાવ્યું હતું.
વાંચો સમાચાર વિગતવાર
2) કોમનવેલ્થ ગેમ્સના છેલ્લા દિવસે બેડમિન્ટન સ્ટાર સિંધુ અને લક્ષ્ય સિંગલ્સમાં જીત્યા, સાત્વિક-ચિરાગને ડબલ્સમાં ગોલ્ડ; શરત કમલ TTમાં ચેમ્પિયન
કોમનવેલ્થ ગેમ્સના છેલ્લા દિવસે 11માં દિવસે ભારતે બેડમિન્ટનમાં ત્રણ ગોલ્ડ જીત્યા છે. એક ગોલ્ડ ટેબલ ટેનિસમાં મળ્યો છે. તેની સાથે જ ભારતને હવે 22 ગોલ્ડ સહિત 60 મેડલ મળ્યા છે. ભારત મેડલ ટેલીમાં ચોથા સ્થાને છે. બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ વિમેન્સ સિંગલ્સમાં અને લક્ષ્ય સેને મેન્સ સિંગલ્સમાં ગોલ્ડ મેળવ્યો છે. ત્યારપછી મેન્સ ડબલ્સમાં સાત્વિક સાઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ પણ ફાઈનલ જીતી લીધી છે. ગોલ્ડ મેડલ મેચમાં ભારતીય જોડીએ સીન વેન્ડી અને વેન લેનની ઈંગ્લેન્ડની જોડીને 21-15, 21-13થી હરાવ્યું છે.
વાંચો સમાચાર વિગતવાર
3) સુરત, અમદાવાદ અને ભાવનગરની 7 TPને મુખ્યમંત્રીની મંજૂરી, જાણો કઈ કઈ ટાઉન પ્લાનિંગ સ્કીમ થઈ મંજૂર
રાજ્ય સરકાર એક બાદ એક શહેરની ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપવા લાગી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં શહેરી વિકાસને વધુ વ્યાપક અને વેગવંતો બનાવતાં અમદાવાદ, સુરત અને ભાવનગર મહાનગરો સહિત કુલ 7 ટાઉન પ્લાનિંગ સ્કીમને એકસાથે મંજૂરી આપી છે. એમાં સુરતની 4 પ્રીલિમિનરી ટી.પી, અમદાવાદની અને ભાવનગરની 1-1 પ્રીલિમિનરી ટી.પી. તેમજ બાવળાની 1 ડ્રાફ્ટ ટી.પી.નો સમાવેશ થાય છે.
વાંચો સમાચાર વિગતવાર
4) ગુજરાત વિધાનસભાની તમામ બેઠક પર તૈયાર કરે છે 'AAP'ના પ્રભાવનો ગ્રાઉન્ડ રિપોર્ટ, ડેટા એનાલિસિસ કરવા પ્રભારીઓ કામે લાગ્યા
ગુજરાતમાં આવી રહેલી વિધાનસભા ચૂંટણીની તૈયારી સત્તાપક્ષ ભાજપે જોરશોરથી શરૂ કરી દીધી છે, જેના ભાગરૂપે દરેક વિધાનસભાના પ્રભારીઓને ગ્રાઉન્ડ લેવલની કામગીરી પૂર્ણ કરી 31મી સુધીમાં તમામ 182 વિધાનસભા બેઠકનો રિપોર્ટ પ્રદેશ ભાજપને સોંપી દેવાની સૂચના આપવામાં આવી છે, ગ્રાઉન્ડ લેવલમાં પ્રભારીઓએ આમ આદમી પાર્ટી(AAP)ના પ્રભાવની માહિતી આપવા ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
વાંચો સમાચાર વિગતવાર
5) 35 વર્ષ સુધી વળતર ન મળતાં ખેડૂતોએ મૂર્ખ બનાવતા અધિકારીઓને 'પરચો' બતાવ્યો, ગાંધીનગર સચિવાલયમાંથી ખુરશી, કોમ્પ્યુટર સહિત બધું ઉપાડી ગયા
ગાંધીનગર સચિવાલય ખાતે શનિવારે સાંજે ચારેક વાગ્યાની આસપાસ સરદાર સરોવર નર્મદા નિગમની કચેરીમાં એકાએક દોડધામ મચી ગઈ. સરદાર સરોવર નિગમના પાંચમા માળે આવેલી લેન્ડ શાખામાં આવેલા કેટલાક ખેડૂતો શાખામાં રહેલી જંગમ મિલકત જેવી કે ખુરશી, કોમ્પ્યુટર, મોનિટર, પ્રિન્ટર, સીપીયુ સહિતની મત્તા ઉઠાવીને લઈ જવા લાગતાં ઊહાપોહ મચ્યો હતો. આ ખેડૂતોને કચેરી કર્મચારીઓએ પૂછ્યું કે કેમ સામાન લઈ જાઓ છો? તો ખેડૂતોએ કહ્યું, અમારું વળતર આપવામાં આવ્યું નથી, એટલે કોર્ટે સામાન જપ્ત કરવા માટે હુકમ કર્યો છે. આ વાત સાંભળતાં જ સરદાર સરોવર નિગમ સહિત સચિવાલયમાં વાયુવેગે વાત પ્રસરતાં દોડધામ મચી ગઈ હતી.
વાંચો સમાચાર વિગતવાર
6) બિહારમાં તૂટી શકે છે BJP-JDU ગઠબંધન, JDU-RJD 11 ઓગસ્ટ સુધી સરકાર બનાવી શકે છે, નીતીશ-સોનિયાની વાતચીત શરૂ
બિહારમાં ફરી એક વખત JDU-BJP ગઠબંધન તૂટી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 11 ઓગસ્ટ સુધી બંને અલગ થઈ શકે છે અને રાજ્યમાં ફરી JDU અને RJDની સરકાર બની શકે છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે તેમના દરેક સાંસદ અને ધારાસભ્યને બે દિવસમાં પટના પહોંચી શકે છે.
વાંચો સમાચાર વિગતવાર
7) ડેરેકે સંભળાવી વેંકૈયાની કહાની,કહ્યું- ગામમાં બળદે મહિલાને શિંગડું માર્યું, તેનું મૃત્યુ થયું; ખોળામાં બેઠેલા એક વર્ષના વેંકૈયા બચી ગયા હતા
ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સ્પીકર એમ. વેંકૈયા નાયડુને સોમવારે રાજ્યસભામાં વિદાય આપવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને તમામ નેતાઓએ વિદાઈ ભાષણ આપ્યું હતું. TMC સાંસદ ડેરેક ઓ'બ્રાયને જ્યારે ત્યાં સ્પીચ આપી તો વેંકૈયા ભાવુક થઈ ગયા હતા અને પોતાનાં આંસુને લૂંછવા લાગ્યા હતા.
વાંચો સમાચાર વિગતવાર
મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) પાકિસ્તાન તાલિબાનનો સ્થાપક ઉમર ખાલિદ ખુરાસાની અફઘાનિસ્તાનમાં વિસ્ફોટમાં માર્યો ગયો
2) સંજય રાઉતને 22 ઓગસ્ટ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા
3) 5 હજાર પક્ષીનો જમણવાર કેશોદના હરસુખ ડોબરિયાના ઘરે થાય છે, 500 રૂપિયે શરૂ કરેલી સેવા પાછળ હવે વર્ષે દોઢથી બે લાખનો ખર્ચ
4) સુરતમાં સિટી બસે યુવકને અડફેટે લઈ કચડતાં મોત, મૃતકની પત્નીને નવ માસનો ગર્ભ, પરિવારમાં શોકનો માહોલ
5) અમદાવાદ શહેરની વચ્ચે આવેલી મ્યુનિ. સ્કૂલ ખંડેર બનતાં બંધ કરી, આંગણવાડી શરૂ કરી તો દારૂડિયાઓનો અડ્ડો બની
6) અમદાવાદના આંગડિયા કર્મીએ ખોટો હવાલો કરી 44 લાખ મેળવી પ્રેમિકા સાથે રાજસ્થાનમાં મોજશોખ કર્યો, પેઢી માલિક સાથે વિશ્વાસઘાત
7) અમદાવાદના વેપારી સાથે તેલિબિયાં UK મોકલવાના નામે 1.24 કરોડની છેતરપિંડી, સાયબર ક્રાઈમમાં ફરિયાદ
8) સુરતમાં બેફામ સિટી બસની અડફેટે પરિવારે 'આધાર' ખોયો, 9 મહિનાનું ગર્ભસ્થ શિશુ માતાના પેટમાં જ અનાથ

આજનો ઈતિહાસ
વર્ષ 1925માં આજના દિવસે ક્રાંતિકારીઓએ કાકોરીમાં એક ટ્રેન લૂટી હતી. ક્રાંતિકારીઓનો ઉદ્દેશ ટ્રેનમાંથી સરકારી ખજાનો લૂટી તે પૈસાથી હથિયાર ખરીદવાનો હતો.

આજનો સુવિચાર
સર્વશ્રેષ્ઠ યોદ્ધા ક્યારેય પણ ગુસ્સે નથી થતો.
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...