મોર્નિંગ ન્યૂઝ બ્રીફસોમવાર સુધી સંસદનાં બંને ગૃહ સ્થગિત:PM મોદીએ ગિફ્ટ સિટી આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જનો શુભારંભ કર્યો, ગોવા બાર કેસમાં કોંગ્રેસના નેતાઓને નોટિસ

13 દિવસ પહેલા

નમસ્કાર,
આજે શનિવાર, તારીખ 30 જુલાઈ, શ્રાવણ સુદ બીજ
આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) આજે વિશાખાપટ્ટનમમાં PM મોદી 'ઉજ્જવલ ભારત- ઉજ્જવલ ભવિષ્ય' ઈવેન્ટને સંબોધિત કરશે
2) અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે શહેરી વિકાસ રાષ્ટ્રીય કોન્કલેવનો આજે બીજો દિવસ
3) MP પ્રકાશ જાવડેકર રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને જૂનાગઢમાં સોમનાથ યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજરી આપશે
હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) ગિફ્ટિ સિટીના ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જને લોન્ચ કરી PM મોદીએ કહ્યું- ભારતના જ્વેલર્સ હવે વૈશ્વિક માર્કેટમાં સોનાના ભાવ નક્કી કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ અને NSE IFSC-SGX કનેક્ટને લોન્ચ કર્યું હતું. નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, વાત ટેક્નોલોજી અને સાયન્સ સોફ્ટવેરની હોય ત્યારે ભારત પાસે ઉમર પણ છે અને અનુભવ પણ છે. રિયલ ટાઇમ ડિજિટલ પેમેન્ટમાં આખા વિશ્વમાં 40 ટકા ભાગીદારી એકલા ભારતની છે.
વાંચો સમાચાર વિગતવાર
2) અમદાવાદમાં ચિરીપાલ જૂથ પર ITના દરોડામાં 25 કરોડ રોકડા અને 15 કરોડનું ઝવેરાત મળ્યું, બંગાળની જેમ ગુજરાતમાં રોકડની રેલમછેલ
આવકવેરા વિભાગે ચિરીપાલ જૂથ પર અમદાવાદ સહિત રાજ્યનાં 45 સ્થળે દરોડા પાડ્યા હતા. આવકવેરા જૂથને આ દરોડામાં 800 કરોડના બેનામી આર્થિક વ્યવહારો મળ્યા છે. આ તપાસમાં અત્યારસુધીમાં 25 કરોડ રોકડા તેમજ 15 કરોડનું ઝવેરાત મળ્યું છે. આ ઉપરાંત 20 બેન્ક લોકર પણ મળી આવ્યાં છે. આ ઉપરાંત મોટા પ્રમાણમાં ડિજિટલ ડેટા મળ્યો છે. આને પગલે વર્તમાન બેનામી વ્યવહારોનો આંકડો 800 કરોડને પણ વટી જાય એવી સંભાવના છે.
વાંચો સમાચાર વિગતવાર
3) ગોવા બાર કેસમાં કોંગ્રેસના નેતાઓને નોટિસ, દિલ્હી હાઈકોર્ટે કહ્યું- સ્મૃતિ ઈરાનીની પુત્રી પર કરવામાં આવેલી તમામ સોશિયલ મીડિયા પોસ્ટ ડિલીટ કરો
દિલ્હી હાઈકોર્ટે ગોવામાં ગેરકાયદે બાર કેસમાં શુક્રવારે કોંગ્રેસના નેતાઓને સમન્સ પાઠવ્યા છે. ગેરકાયદે બારમાં પુત્રી જોઈશનું નામ સામે આવ્યા બાદ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. દિલ્હી હાઈકોર્ટે જયરામ રમેશ, પવન ખેરા અને નેટ્ટા ડિસોઝાને સમન્સ પાઠવ્યું છે અને જોઈશ સામેના આરોપો લગાડતા તમામ ટ્વીટ ડિલીટ કરવા કહ્યું છે.
વાંચો સમાચાર વિગતવાર
4) સુરેન્દ્રનગરમાં 600 ફૂટ ઊંડા બોરમાં 60 ફૂટે ફસાયેલી દીકરીને બચાવી લેવાઈ, ધ્રાંગધ્રામાં આર્મીનું દિલધડક ઓપરેશન સફળ
સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રાના ગાજણવાવમાં સવારે 7.30 વાગ્યે 600 ફૂટ ઊંડા બોરવેલમાં આદિવાસી કિશોરી પડી હતી અને 60 ફૂટે ફસાઈ હતી. બોરમાં ફસાયેલી કિશોરીને બચાવવા માટે આર્મી, પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. કિશોરીને બચાવવા માટે આર્મી દ્વારા દિલધડક ઓપરેશન હાથ ધરાયું હતું અને બોરવેલમાંથી તેને 11.30 વાગ્યે હેમખેમ બહાર કાઢી હતી. તેને બચાવવા માટે 4 કલાક રેસ્ક્યૂ-ઓપરેશન ચાલ્યું હતું.
વાંચો સમાચાર વિગતવાર
5) સ્ટેટ મોનિટરિંગ સેલે ગુજરાતમાં દારૂના રેકેટમાં વિનોદ સિંધી અને નાગદાનના આંગડિયા પેઢીથી કરોડોના ટ્રાન્ઝેક્શન શોધ્યા, બેંક એકાઉન્ટ સીઝ
ગુજરાતને બદનામ કરનાર ગેરકાયદે દારૂનો વેપારનું સમગ્ર નેટવર્ક સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીએ ખુલ્લું પાડી દીધું છે. સ્ટેટ મોનિટિંગ સેલના અધિકારીઓ દ્વારા તમામ તપાસ કરીને આજે વિનોદ સિંધી, નાગદાન ગઢવી અને તેના સાથીઓના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાયા છે. જેમાં કરોડો રૂપિયા પડ્યા છે. ટ્રાન્જેક્શનની વિગત મુજબ આખા રાજ્યમાં દારૂનો નેટવર્કનો ઘટસ્ફોટ થયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા 35 કરોડના વ્યવહાર શોધી કાઢ્યા છે. આખા રેકેટમાં દારૂનું નેટવર્ક અને પૈસાનો હવાલો કઈ આંગડિયા પેઢીઓ મારફતે થતો હતો, તેના ટ્રાન્જેક્શન અને પૂરાવા વિજિલન્સે ભેગા કરી લીધા છે.
વાંચો સમાચાર વિગતવાર
6) ગુજરાત સરકાર કહે છે રાજ્યના શહેરી વિસ્તારોમાં આઠ બાબતોમાં અમે ‘સ્માર્ટ’ છીએ, સ્માર્ટ સિટીની વાતો અને વાસ્તવિકતા અલગ
ભર ચોમાસે શુક્રવારે અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે “શહેરી વિકાસ રાષ્ટ્રીય કોન્કલેવ” યોજાયો હતો. જેમાં સરકારે કહ્યું કે, ક્લાસરૂમ, આંગણવાડી, પાર્કિગ, ટ્રાફિક મેનેજમેન્ટ, ડ્રેનેજ,વોટર મેનેજમેન્ટ, ચાર્જીંગ પોઈન્ટ, ઇલેક્ટ્રીક બસની સુવિધાઓ આપવામાં અમે સ્માર્ટ છીએ. ત્યારે વરસાદમાં શહેરો અને નગરોમાં પાણી ભરાયાં હતાં. અનેક શહેરોમાં રોડ તૂટ્યાં અને મોટા ખાડા પડ્યાં. શહેરોમાં ચારેબાજુ રોડ પર ભૂવા પડ્યાં. પાણીની ડ્રેનેજ લાઈનો ખરાબ છે. શહેરોમાં પાર્કિંગની સમસ્યાઓ છે. તમામ પ્રકારની સમસ્યાઓથી શહેરો અને નગરોના લોકો પરેશાન છે. ત્યારે સરકાર એવું કહે છે કે અમે આઠ બાબતોમાં સ્માર્ટ છીએ.
વાંચો સમાચાર વિગતવાર
7) સુપ્રીમ કોર્ટે કહ્યું- પિતાના મોત પછી માઁને પોતાના બાળકની અટકને બદલવાનો અધિકાર, બાળકને બીજા પતિની સરનેમ આપી શકે
પતિના મોત પછી મા જો બીજા લગ્ન કરી લે તો તે પોતાના બાળકોની અટક નક્કી કરવા સ્વતંત્ર છે. એટલે કે મા બીજા પતિની સરનેમ પોતાના બાળકોને આપી શકે છે. શુક્રવારે સુપ્રીમ કોર્ટે આંધ્રપ્રદેશ હાઈકોર્ટના નિર્ણયને ફેરવીતોળતા આ ચુકાદો આપ્યો છે.
વાંચો સમાચાર વિગતવાર
8) રાષ્ટ્રપત્ની વિવાદ મુદ્દે બંને ગૃહ સોમવાર સુધી સ્થગિત, સસ્પેન્ડેડ સાંસદોના ધરણા સમાપ્ત
શુક્રવારે ભાજપે રાષ્ટ્રપત્નીના નિવેદન પર સંસદના બંને ગૃહોમાં ભાજપે હોબાળો મચાવ્યો હતો. ભાજપના સાંસદો કોંગ્રેસ અધ્યક્ષ સોનિયાની માફી માંગવા પર મક્કમ રહ્યા હતા. તે પછી બંને ગૃહની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની રાષ્ટ્રપતિ મુર્મુ સાથે મુલાકાત કરી હતી.
વાંચો સમાચાર વિગતવાર
9) ગુજરાતમાં કોરોનાના 1128 કેસ સામે 902 દર્દી રિકવર, અમદાવાદ શહેરમાં 3 દર્દીનાં મોત
ગુજરાતમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1128 નવા કેસ નોંધાયા છે. જ્યારે 902 દર્દી સાજા થયા છે. જેમાં અમદાવાદમાં 400 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ ઘટીને 98.63 ટકા થયો છે. તો અમદાવાદ શહેરમાં કોરોનાથી 3 દર્દીના મોત થયાં છે. રાજ્યમાં હાલ 6218 એક્ટિવ કેસ છે, જેમાં 10 દર્દી વેન્ટિલેટર પર છે અને 6208 દર્દીઓની હાલત સ્થિર છે.
વાંચો સમાચાર વિગતવાર
મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) આકાશમાં ઉડતા વિમાનમાં જ આગ લાગી હતી, ક્રેશ થાય તે પહેલા બંને પાઇલોટ ટેકરી તરફ વિમાનને લઈ ગયા હતા
2) USમાં શીખ સૈનિકો પર ધાર્મિક માન્યતા કે ડ્યૂટીમાંથી કોઇ એક પસંદ કરવા દબાણ, સૈનિકો કોર્ટના શરણે
3) અમદાવાદના તમામ અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર પર તાવ, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ટાઈફોઈડના ટેસ્ટ કરાવી શકાશે
4) સુરતના કામરેજમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ત્રણ લોકો ગંભીર રીતે દાજ્યા, સ્મીમેર હોસ્પિટલમાં એડમિટ કરાયા
5) કચ્છના રાપર નજીક 3.3 રિક્ટર સ્કેલનો ભૂકંપનો આંચકો નોંધાયો, લોકો ભયના માર્યા ઘરની બહાર દોડી આવ્યા
6) રાજકોટમાં NSUIની સહી ઝુંબેશ, નશીલા પદાર્થનું વેચાણ બંધ કરવા વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો
7) જામનગરના ફલ્લા ગામ પાસે ટ્રક બેકાબૂ બનતા બસ સ્ટેન્ડ સાથે અથડાઈ, ડ્રાઈવર-ક્લિનરના મોત
8) કર્ણાટકમાં મુસ્લિમ યુવક પર હુમલો, યુવકને નિર્દયતાથી માર માર્યો, પછી છરી મારી, 10 દિવસમાં 3 હત્યા
9) AMTS માત્ર રૂ. 60માં અમદાવાદ-ગાંધીનગરનાં 23 મંદિરનાં દર્શન કરાવશે, મુસાફરોને ઘરે લાવશે-મૂકશે

આજનો ઈતિહાસ
30 જુલાઈ, 1966નાં રોજ ઈંગ્લેન્ડે પહેલી વખત ફુટબોલ વિશ્વકપ જીત્યો.

આજનો સુવિચાર
જિનિયસ બનવા ફક્ત એક ટકા પ્રેરણા અને 99 ટકા આકરી મહેનત કરવાની જરૂર હોય છે.
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...