• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • DivyaBhaskar Morning Brief: Kejriwal's Announcement Of 10 Lakh Government Jobs In Gujarat, 8 Killed In MP's Private Hospital Fire Tragedy

મોર્નિંગ ન્યૂઝ બ્રીફરાજ્યસભામાં મોંઘવારી મુદ્દે ચર્ચા થશે:ગુજરાતમાં 10 લાખ સરકારી નોકરીની કેજરીવાલની જાહેરાત, MPની પ્રાઈવેટ હોસ્પિટલમાં આગમાં 8નાં મોત

13 દિવસ પહેલા

નમસ્કાર,
આજે મંગળવાર, તારીખ 2 ઓગસ્ટ, શ્રાવણ સુદ પાંચમ
આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) 3) રાજ્યસભામાં મોંઘવારી પર ચર્ચા થશે, વિપક્ષના 16 સાંસદોએ નિયમ 176 અંતર્ગત નોટિસ આપી હતી
2) આજથી ગુજરાત યુનિવર્સિટીમાં Ph.Dનું રજિસ્ટ્રેશન શરૂ થશે, 30 ઓગસ્ટે પ્રવેશ પરીક્ષા
3) દિલ્હીમાં હૈદરાબાદ હાઉસમાં પીએમ મોદીની માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહ સાથે બેઠક

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) વેરાવળમાં કેજરીવાલે કહ્યું, "દરેક બેરોજગારને રોજગારની ગેરંટી, દર મહિને 3 હજાર બેરોજગાર ભથ્થું મળશે, 10 લાખ સરકારી નોકરી આપવામાં આવશે"
સોમનાથ સાંનિધ્યે સભામાં આપના સુપ્રિમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર પર તાબડતોબ આકરા પ્રહારો કરવાની સાથે ગુજરાતના યુવાઓને 10 લાખ નોકરીઓ આપવાનું વચન આપ્યુ હતું. ઉપરાંત જ્યાં સુધી યુવાઓને રોજગારી નહીં આપે ત્યાં સુધી રૂ. 3 હજારની માસિક રકમ બેંક ખાતામાં આપીશું તેવા વાયદાઓ પણ કર્યા હતા. તો આજના ભાષણમાં કેજરીવાલે આક્રમકતા સાથે સહાનુભૂતિ મેળવવા અનેક મુદાઓને લઈ ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકારને આડેહાથે લીધી હતી.
વાંચો સમાચાર વિગતવાર
2) MPના જબલપુરની પ્રાઈવેટ હોસ્પિટલમાં આગમાં 8નાં મોત: ન્યૂલાઈફ હોસ્પિટલમાં શોર્ટસર્કિટથી દુર્ઘટના, 8 ગંભીર, 35 લોકો હાજર હતા
મધ્યપ્રદેશના જબલપુરમાં સોમવારે એક હોસ્પિટલમાં આગ લાગી ગઈ. આગને કારણે ત્રણ માળની બિલ્ડિંગ સંપૂર્ણપણે ખાક થઈ ગઈ. દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે 8ની હાલત ગંભીર છે, જેમાંથી બે લોકોને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. દુર્ઘટના સમયે હોસ્પિટલમાં લગભગ 35 લોકો હાજર હતા. મોતનો આંકડો હજુ વધી શકે છે.
વાંચો સમાચાર વિગતવાર
3) સુરતમાં પાડોશી મહિલાએ જ કિશોરીને બે યુવકના હવાલે કરી દીધી, અજાણી જગ્યાએ લઈ જઈ સામુહિક દુષ્કર્મ આચર્યું
સુરતના વરાછાની એક કિશોરી પર સામુહિક દુષ્કર્મની ફરિયાદને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સામુહિક દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાએ વતન મધ્યપ્રદેશ પહોંચ્યા બાદ સમગ્ર ઘટના અંગે મુરૈના જિલ્લાના સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે હવે વરાછા પોલીસ દ્વારા સામુહિક દુષ્કર્મ પ્રકરણમાં સંડોવાયેલી એક મહિલા સહિત બે નરાધમોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
વાંચો સમાચાર વિગતવાર
4) આતંકવાદી સાથેના કનેક્શનને લઈને સુરતના જલીલની બેથી વધુ કલાક NIA-ATSની પૂછપરછ, ધો. 10 પાસ છતાં મદ્રેસામાં ઉર્દૂ ભણાવે છે
ગુજરાત ATS અને NIA દ્વારા રવિવારે વહેલી સવારે સ્થાનિક પોલીસની એજન્સીને સાથે રાખી ગુજરાતના અમદાવાદ, ભરૂચ, સુરત અને નવસારીમાં કેટલાક શખસો દેશવિરોધી પ્રવૃત્તિ કરતા હોવાને લઈને તપાસ હાથ ધરી હતી. ગુજરાત ATS અને NIAએ સુરત એસઓજીની સાથે રવિવારે વહેલી સવારે લાલગેટ કાસકીવાડમાંથી જલીલ નામના શખસને ઊંચકી લાવી પૂછપરછ શરૂ કરી હતી. ત્યાર બાદ મોડી સાંજે જવા દીધો હતો. જ્યારે આજે ફરી બોલાવી પૂછપરછ કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં પકડાયેલા આતંકવાદીની તપાસમાં જલીલ સહિત 3 નામ સામે આવ્યાં હતા. ધોરણ 10 પાસ જલીલ હાલ મદ્રેસામાં બાળકોને ઉર્દૂ ભણાવે છે.
વાંચો સમાચાર વિગતવાર
5) મહેસાણાના ચાર વિદ્યાર્થી અમેરિકા ઝડપાયા, નવસારીની હોટલમાં IELTSની પરીક્ષા આપી 8 બેન્ડ લાવી પાસ થયા
મહેસાણાના ચાર વિદ્યાર્થીઓએ સપ્ટેમ્બર 2021માં IELTSની પરીક્ષા આપી હતી. અંગ્રેજી આવડતું ન હોવા છતાં પણ IELTSમાં 8 બેન્ડ લાવી પાસ થયા હતા. ત્યારે આ વિદ્યાર્થીઓને અંગ્રેજીનો A પણ આવડતો નહીં હોવાનું સામે આવતા અમેરિકન એમ્બેસીએ મુંબઇ એમ્બેસીને જાણ કરી હતી. જે બાદ મહેસાણા પોલીસ તપાસમાં જોતરાઈ છે. આ મામલે હવે IELTS પરીક્ષા કૌભાંડના તાર નવસારી સાથે જોડાયા છે.
વાંચો સમાચાર વિગતવાર
6) PGમાં રહેતી દીકરીઓ લવ-જેહાદનો ભોગ બને છે, લગ્ન સમયે માતા અથવા પિતાની સહી લેવામાં આવે એવો કાયદો ઘડો: સિદસર ઉમિયા ધામના પ્રમુખ
રાજકોટમાં સિદસર ઉમિયા ધામના પ્રમુખ જેરામ પટેલે પ્રેસ-કોન્ફરન્સ કરી હતી, જેમાં સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં પાટીદાર સમાજની 300 દીકરીને લવ-જેહાદના નામે ઉઠાવી ગયા છે, એ મામલે સરકાર લવ-જેહાદ મુદ્દે ગંભીરતાથી કામ કરે એવી માગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે જે દીકરીઓ પરત આવવા માગતી હોય તેમને પરત લાવવા માટે પણ કામ કરીશું. PGમાં રહેતી કે અપ-ડાઉન કરતી સમાજની દીકરીઓ લવ-જેહાદનો ભોગ બને છે. જ્યારે સમાજના ભવનમાં રહેતી દીકરીઓમાં આ પ્રશ્ન ઓછો ઉદભવે છે. લગ્ન સમયે માતા અથવા પિતાની સહી લેવામાં આવે એવો કાયદો સરકારે ઘડવો જોઈએ.
વાંચો સમાચાર વિગતવાર
7) 4 ઓગસ્ટ સુધી EDની કસ્ટડીમાં રાઉત,કોર્ટે કહ્યું- રાતે 10 વાગ્યા પછી પૂછપરછ ના કરવી, તેઓ હાર્ટના દર્દી; દવાનું પણ ધ્યાન રાખવું
પાત્રા ચોલ કૌભાંડમાં પકડવામાં આવેલા શિવસેનાના નેતા સંજય રાઉતને સોમવારે PMLA કોર્ટે 4 ઓગસ્ટ સુધી EDના રિમાન્ડ પર મોકલી દીધા છે. કોર્ટે કહ્યું છે કે, ઈડીએ અમુક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. એજન્સી રાતના 10 વાગ્યા રછી સંજય રાઉતની પૂછપરછ નહીં કરે. સંજય રાઉતને તેમના વકિલને મળવાની છૂટ આપવી જોઈએ. તે ઉપરાંત તેમને દવાઓ પણ સમયસર આપવી જોઈએ, તેમને હાર્ટની બીમારી છે.
વાંચો સમાચાર વિગતવાર
8) પશ્ચિમ બંગાળમાં 10 કાંવડિયાઓના મોત, જનરેટરના વાયરમાંથી પીકઅપમાં કરંટ લાગ્યો, શિવજીને જળ ચઢાવવા જઈ રહ્યા હતા; 16 દાઝી ગયા
પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં પીકઅપમાં વીજકરંટ પ્રસરી જતા 10 કાંવડિયાઓ મૃત્યુ પામ્યા હતા, જ્યારે 16 લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા. તેઓને સારવાર માટે જલપાઈગુડીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત મેખલીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ધારલા બ્રિજ પર મોડી રાત્રે થયો હતો. પીકઅપમાં બેસીને 27 કાંવડિયાઓ જલ્પેશના શિવ મંદિરે જળ ચઢાવવા જઈ રહ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીકઅપની પાછળ જ ડીજે વગાડવામાં આવી રહ્યુ હતુ. જનરેટરના વાયરમાં શોર્ટ સર્કિટના કારણે પીકઅપમાં કરંટ પ્રસરી ગયો હતો.
વાંચો સમાચાર વિગતવાર
મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) ગુજરાતના 1 કરોડથી વધુ વીજ ગ્રાહકો પર પ્રતિ યુનિટ 10 પૈસાનો વધારો ઝીંકાયો, કંપનીઓએ હજુ 79 પૈસાનો વધારો માંગ્યો
2) ભારતની વિમેન્સ લૉન બોલ્સ ટીમ ફાઈનલમાં પહોંચી, સુશિલા દેવીએ પણ મેડલ પાક્કો કર્યો
3) હિમાચલ પ્રદેશના ગોવિંદ સાગર સરોવરમાં પંજાબના 7 યુવકોના ડૂબી જવાને લીધે મોત થયા
4) લઠ્ઠાકાંડમાં નિર્લિપ્ત રાયે 164 મુજબના 17ના નિવેદન લીધા, કોર્ટ સમક્ષ જયેશની તમામ ગુનાની કબૂલાત
5) ગુજરાતમાં કુલ 1431 પશુઓનાં લમ્પી સ્કીન ડીસીઝનાં કારણે મોત, 8.17 લાખથી વધુ પશુઓનું વેક્સિનેશન કરાયું
6) ચીન-USનો જંગ સુરતને ફળ્યો, 25 હજાર કરોડની હીરાજડિત જ્વેલરીની નિકાસ સાથે દેશમાં નંબર વન, જ્વેલરીમાં વિશ્વમાં ડંકો વગાડશે
7) રાજકોટમાં:કેજરીવાલ CM પદના ચહેરા અંગે કહ્યું: 'ટૂંક સમયમાં જાહેરાત થશે,'પાટીદારો સહિત દરેક સમાજને અમારા પક્ષમાં ન્યાય મળશે'

આજનો ઈતિહાસ
વર્ષ 1858માં આજના દિવસે બ્રિટીશ સરકારે ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ પસાર કર્યો હતો.

આજનો સુવિચાર
કર્મથી સુખની ભલે પ્રાપ્તિ ના થાય, પરંતુ કર્મ વગર સુખની પ્રાપ્તિ શક્ય નથી.
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...