મોર્નિંગ ન્યૂઝ બ્રીફમમતાએ પાર્થને મંત્રીપદ પરથી હટાવ્યા:PM મોદી દેશના પહેલા આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જનો શુભારંભ કરાવશે

13 દિવસ પહેલા

નમસ્કાર,
આજે શુક્રવાર, તારીખ 29 જુલાઈ, શ્રાવણ સુદ એકમ

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) PM મોદી ગિફ્ટ સિટીમાં IFSAના વડામથકનો શિલાન્યાસ કરશે, દેશના પહેલા આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જનો શુભારંભ કરાવશે
2) તિસ્તા સેતલવાડ અને આર બી શ્રીકુમારની જામીન અરજી પર આજે ચુકાદો આવશે
3) વરસાદના કારણે ગટર બેક મારવા મુદ્દે અમદાવાદના આનંદ ફ્લેટના રહીશો AMC ઓફિસે ધરણા કરશે
હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) અધીર રંજને દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપત્ની કહેતા સ્મૃતિએ કહ્યું- સોનિયા માફી માંગે, કોંગ્રેસ નેતાએ કહ્યું- જીભ લપસી, ફાંસીએ લટકાવી દો, બંને ગૃહો સ્થગિત
કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ બુધવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપત્ની કહ્યા છે. તે પછી ગુરુવારે આ નિવેદનને લઈને મહિલા ભાજપ સાંસદોએ હોબાળો કર્યો હતો. હાથમાં સોનિયા માફી માંગે તેવા પોસ્ટર લઈને તેમણે નારેબાજી કરી હતી. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, સોનિયા ગાંધીએ માફી માંગવી પડશે. લોકસભા અને રાજ્યસભામાં હોબાળાના કારણે સંસદના બંને ગૃહોની કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી છે. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને સ્મૃતિ ઈરાનીની વચ્ચે પણ બોલાચાલી થઈ હતી. આ દરમિયાન સોનિયા ગાંધીએ સ્મૃતિ ઈરાનીને કહ્યું હતું Don't talk to me. (મારી સાથે વાત ન કર).
વાંચો સમાચાર વિગતવાર
2) લઠ્ઠાકાંડને લઈને ગૃહવિભાગની મોટી કાર્યવાહી, DySP, ઇન્સ્પેક્ટર સહિત 8 ઓફિસરો સસ્પેન્ડ; બોટાદ અને અમદાવાદ ગ્રામ્યના SPની બદલી
લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 57 લોકોના મોત થયા છે. ત્યારે હવે સરકાર એક્શનમાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે કડક કાર્યવાહી હાથ ધરી છે, જેમાં બોટાદના SP કરણરાજ વાઘેલા અને અમદાવાદ ગ્રામ્યના SP વિરેન્દ્રસિંહ યાદવની પણ બદલી કરાઈ છે. જ્યારે બોટાદ અને ધોળકાના DySP સસ્પેન્ડ કરાયા છે. સાથે જ ધંધુકાના PI કે.પી.જાડેજાને પણ સસ્પેન્ડ કરાયા છે. DySP, ઇન્સ્પેક્ટર સહિત 8 ઓફિસરો સસ્પેન્ડ કરાયા છે.
વાંચો સમાચાર વિગતવાર
3) મંત્રી અર્જુનસિંહ ચૌહાણ મારી પત્નીને મિટિંગનું કહી બોલાવી અનેકવાર દુષ્કર્મ કર્યું, બીજાને પણ મોકલતા- હલદરવાસના પૂર્વ સરપંચના ગંભીર આક્ષેપ
રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ મહિલાના શારીરિક શોષણ મામલે વિવાદમાં આવ્યા છે. ખેડા એસ.પી. કચેરી પર ફરિયાદ કરવા પહોંચેલા મહેમદાવાદ તાલુકાના હલદરવાસ ગામના પૂર્વ સરપંચે અરજીમાં મંત્રી પર આક્ષેપ કર્યા છે. કહ્યું છે કે, તેઓ ધારાસભ્ય અને ભાજપ જિલ્લા પ્રમુખ હતા, ત્યારે તેમણે હોદ્દો અને સત્તાનો દુરુપયોગ કરીને મારી પત્ની પર દુષ્કર્મ આચર્યું હતું. અરજીમાં તેમણે એવો પણ દાવો કર્યો હતો કે મંત્રીના ભયના કારણે મારી પત્ની ઘર છોડીને જતી રહી છે. આ મુદ્દે ભાસ્કરે મંત્રી ચૌહાણનો સંપર્ક સાધવા પ્રયાસ કર્યો હતો પણ તેમણે મળ્યા બાદ ચર્ચા કરીશું તેમ જણાવ્યું હતું. પરંતુ તેઓ મળી શક્યા ન હતા.
વાંચો સમાચાર વિગતવાર
4) અર્પિતાએ કબુલ્યું, પાર્થ ફ્લેટ્સમાં કેશ રાખતો હતો,બીજા ઘરેથી 28 કરોડ રોકડા અને ગોલ્ડ જપ્ત; કહ્યું- આટલી રકમનો અંદાજ નહોતો
પશ્ચિમ બંગાળના શિક્ષક ભરતી કૌભાંડમાં મમતાના મંત્રી પાર્થના નજીકના અર્પિતા મુખર્જીના બીજા ઘરેથી 27.9 કરોડ રૂપિયાની કેશ મળી છે. સાથે જ 5 કિલો ગોલ્ડ પણ જપ્ત કરવામાં આવ્યું છે. એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે બુધવારે સાંજે બેલધરિયા સ્થિત તેમના બીજા ફલેટમાં રેડ શરૂ કરી છે, જે ગુરુવારની વહેલી સવાર સુધી ચાલી.
વાંચો સમાચાર વિગતવાર
5) સો.મીડિયામાં મહિલાના રૂપમાં 'શેતાનો' સક્રિય, કોઈએ કરોડપતિની દીકરીના કપડાં કઢાવ્યા તો કોઈએ બેડરૂમ સીન કરવા મજબૂર કરી
ઘરમાં બહેન-દીકરી કે કોઈ સ્ત્રી સોશિયલ મીડિયામાં અન્ય યુવતી કે બહેનપણી સાથે વાત કરતી હોય તો તેને ચકાસવાની કે તેને ઓળખવાની પરિવારને જરૂર છે. કારણ કે એક એવું ગ્રુપ પણ એટલે કે યુવકો પોતાની ઓળખ યુવતી તરીકેની બનાવીને માસૂમ બહેન-દીકરીઓને ટાર્ગેટ બનાવે છે. જેના કારણે કોઈ સારા ઘરની યુવતી હાઈ પ્રોફાઈલ પરિવારની પરિણીતા કે પછી અમદાવાદની ફાઇવટાર સ્કૂલની છોકરી સામેવાળાના આંગળીના ઇશારે કપડાં ઉતારે છે. આ પ્રકારની ઘટનાઓ અમદાવાદ શહેરમાં નહીં પણ સમગ્ર રાજ્યમાં બની રહી છે.
વાંચો સમાચાર વિગતવાર
6) તમિલનાડુના સરકારી ટેન્ડરમાં નહીં, વિશાલ ગાલાએ ઓનલાઈન ગેમ્બલિંગમાં 27 કરોડ ગુમાવ્યા
અમદાવાદ સાયબર ક્રાઇમમાં વિશાલ ગાલાએ તમિલનાડુના સરકારી ટેન્ડર આપવાની લાલચ આપી તેની સાથે અજાણ્યા શખસ રૂ. 27 કરોડની છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાવી હતી. તે ઓનલાઇન નોન-સ્કીલ ગેમિંગ રમાડતી INDIA24BET.COM વેબસાઇટ ઉપર હારી ગયા હોવાનું સામે આવ્યું હતું. જેથી તેણે ઓનલાઇન ગેમ્બલિંગ કરી પૈસા હારજીત કરેલા હોવાનું સામે આવતા તેની સામે અલગથી ગુનો દાખલ કરી તેની સાયબર ક્રાઇમે ધરપકડ કરી હતી.
વાંચો સમાચાર વિગતવાર
7) PM મોદીએ કહ્યું, "ગુજરાતમાં ડેરી ઉદ્યોગ એક લાખ કરોડે પહોંચ્યો, 3 કરોડથી વધુ ખેડૂતો પાસે કિસાન ક્રેડિટ કાર્ડ છે"
વડાપ્રધાને મોદીએ કહ્યું, ગુજરાતમાં આજે ડેરી ઉદ્યોગ એક લાખ કરોડે પહોંચ્યો છે. આજે મહિલાઓ દૂધ-મંડળીઓ ચલાવી રહી છે, મધનું ઉત્પાદન બમણું થયું છે. તેમણે સાબરડેરીના દૈનિક 120 મેટ્રિક ટન પાવડરનું ઉત્પાદન કરતા 305 કરોડમાં તૈયાર થયેલા પાવડર પ્લાન્ટ અને 125 કરોડના ટ્રેટાપેક પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ સાબરડેરીમાં પ્રદર્શન નિહાળ્યું હતું. તેમણે જિલ્લાની પશુપાલન ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર 20 મહિલાઓ સાથે 10 મિનિટ વાર્તાલાપ કર્યો હતો. સાથે જ PMએ પાંચ એકરમાં રૂપિયા 600 કરોડના ખર્ચે આકાર પામનારા ચીઝ પ્લાન્ટનું પણ ભૂમિપૂજન કર્યુ હતું.
વાંચો સમાચાર વિગતવાર
મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) ગુજરાતમાં સાડા 5 મહિના બાદ કોરોનાના 1101 કેસ સામે 886 ડિસ્ચાર્જ, અમદાવાદમાં એકનું મોત
2) ગુજરાતના લઠ્ઠાકાંડ મુદ્દે બુધવારે રાજ્યસભામાં વિપક્ષી નેતાઓએ ભારે નારેબાજી કરી
3) શેરબજારમાં ભારે તેજી, સેન્સેક્સમાં 1041 પોઇન્ટનો ઉછાળો, ફ્રન્ટલાઈન શેરોમાં જંગી ખરીદી નિકળી
4) વડોદરાની MS યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ ગલીના ગુંડાની જેમ મારામારી કરી, ફેકલ્ટી ચૂંટણી મામલે ધબા-ધબી
5) ગુજરાતમાં 55 ડેમ હાઈએલર્ટ પર, નર્મદા ડેમની સપાટી 24 કલાકમાં 130.86 મીટરે પહોંચી
6) અમદાવાદીઓને ઓગસ્ટ પહેલા મળશે મેટ્રોની સુવિધા, સુભાષબ્રિજથી સાબરમતી સુધી મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન કરાયું
7) સાવલી PSIએ કહ્યું - હું લોડેડ પિસ્તોલ સાથે ઘરમાં ઘુસ્યો ત્યાં જ આરોપીએ કહ્યું, ‘સાહેબ હું ગામ જ છોડતો હતો અને તમે આવી ગયા’
8) બોટાદમાં લઠ્ઠાકાંડનો ભોગ બનેલા 15 દર્દીઓ સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

આજનો ઈતિહાસ
વર્ષ 1957માં આજના દિવસે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA)ની રચના કરવામાં આવી હતી.

આજનો સુવિચાર
પોતાની શક્તિમાં વિશ્વાસ રાખવો એ જ ખરા અર્થમાં શક્તિશાળી બનવું છે.
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...