ધો.10, 12 અને ગ્રેજ્યુએશન પછીનો તબક્કો એ ભણતરનો પાયો છે, જો પાયો મજબૂત હશે તો વિદ્યાર્થીની કારકિર્દીની ઈમારત આકાશને આંબશે. જેથી દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતિત હોય છે કે કયા કોર્સમાં એડમિશન લેવું? કઈ સંસ્થા કે યુનિવર્સિટીમાં એડમિશન લેવું? ઘણાં વિદ્યાર્થીઓ અપૂરતી માહિતીના કારણે સર્જનાત્મકતાની દુનિયાથી દૂર રહી જતા હોય છે, ત્યારે આપને અભ્યાસ અંગે મૂંઝવતા દરેક પ્રશ્નોનું સોલ્યુશન દિવ્ય ભાસ્કર દ્વારા આયોજિત સ્પોટ એડમિશન અને કાઉન્સિલિંગમાં મળશે.
આપને એન્જિનિયરિંગ, ટેક્નોલોજી, એવિએશન, એનિમેશન, ડિઝાઈન, લૉ, ફાર્મસી, મેનેજમેન્ટ, કોમ્પ્યુટર સાયન્સ અને હોટેલ મેનેજમેન્ટ વગેરે જેવા ક્ષેત્રને લગતી માહિતી અહીં આપવામાં આવશે. વિવિધ અભ્યાસક્રમની માહિતી વિદ્યાર્થીઓ અને વાલીઓને એક જ છત હેઠળ સહેલાઈથી મળી રહેશે. તે સાથે અહીં કરિઅર કાઉન્સેલિંગ, સ્પોટ એડમિશનની સચોટ માહિતી અહીં મળી રહેશે.
દિવ્ય ભાસ્કર સ્પોટ એડમિશન એન્ડ કાઉન્સિલિંગમાં GLS યુનિવર્સિટી, ગાંધીનગર યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ ઑફ એનિમેશન, પનાશ અકેડેમી, સિલ્વર ઑક યુનિવર્સિટી, સ્વામિનારાયણ યુનિવર્સિટી વગેરે જેવી નામાંકિત યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ ભાગ લઈ રહી છે. આ માટે સ્થળ ઉપર રજિસ્ટ્રેશન કરાવનાર વિદ્યાર્થીઓને શ્યોર ગિફ્ટ મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.