તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂઝ એપ નવા સ્વરૂપે:દિવ્ય ભાસ્કર ગુજરાતી ન્યૂઝ એપ આજથી નવા સ્વરૂપે, 20 જિલ્લાના રિયલ ટાઇમ સમાચાર-વીડિયો મેળવો 24X7

અમદાવાદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 50 લાખથી વધુ ડાઉનલોડ અને 4.4 સ્ટાર ધરાવતી સૌથી મોટી એપ
 • અત્યારે જ ડાઉનલોડ કરો ‘દિવ્ય ભાસ્કર’ એપ
 • તમારા શહેરના અત્યારના સમાચાર અત્યારે જ વાંચવા મળશે
 • એપ ડાઉનલોડ કરી તમારું સિટી સિલેક્ટ કરો
 • સાથે શનિ-રવિની નવી પ્રસ્તુતિ ‘રંગત-સંગત’માં ન્યુ જનરેશન લેખકોની કોલમો માણો

50 લાખથી વધુ ડાઉનલોડ્સ અને 4.4/5 યુઝર્સ રેટિંગ ધરાવતી સૌથી મોટી ગુજરાતી ન્યૂઝ એપ ‘દિવ્ય ભાસ્કર’ આજથી નવા સ્વરૂપે હાજર થઈ છે. આજથી ગુજરાતના 20 જિલ્લામાં 24 કલાક રિયલ ટાઇમ અપડેટ્સ અને વીડિયો મળશે. ગુજરાતનાં ચારેય મહાનગર (અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત) ઉપરાંત અન્ય 16 જિલ્લાઓમાં દિવ્ય ભાસ્કરે પોતાના ન્યૂઝ નેટવર્કને વધુ મજબૂત બનાવ્યું છે. આ 16 જિલ્લાઓમાં ભાવનગર, ગાંધીનગર, મહેસાણા, આણંદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, જામનગર, અમરેલી, ભરૂચ, પાલનપુર, નવસારી, વલસાડ, પાટણ, ભુજ, નડિયાદ અને દાહોદનો સમાવેશ થાય છે.

આ દરેક જિલ્લાના વાચકોને ‘દિવ્ય ભાસ્કર’ એપમાં ‘મારું શહેર’ વિભાગમાં પોતાનું શહેર સિલેક્ટ કરતાં જ રિયલ ટાઇમ અપડેટ્સ અને નોટિફિકેશન્સ મળવાનું શરૂ થઈ જશે.

20 ફેબ્રુઆરીથી ‘દિવ્ય ભાસ્કર’ એપ પર વીકએન્ડ વાંચન માટેનો નવો વિભાગ ‘રંગત-સંગત’ શરૂ થઈ રહ્યો છે. તેમાં દર શનિવાર અને રવિવારે રિલેશનશિપ, મોટિવેશન, સિનેમા, વેબસિરીઝ, ટેક્નોલોજી, પેરેન્ટિંગ, ઇતિહાસ, સ્પોર્ટ્સ સહિતના વિષયો પર નવા લેખકોની કલમે ભરચક વાંચન પીરસતા લેખો વાંચવા મળશે.

21 ફેબ્રુઆરીથી ગુજરાતમાં મ્યુનિ. અને પંચાયતની ચૂંટણીઓ યોજાઈ રહી છે. આ ઇલેક્શનની વૉર્ડવાર મતદાન અને રિઝલ્ટ્સ સુધીની પળેપળની વીડિયો સાથેની અપડેટ પણ ‘દિવ્ય ભાસ્કર’ એપ પર આપને મળતી રહેશે. એપમાં ‘મ્યુનિસિપલ ઇલેક્શન’ બટન પર ક્લિક કરવાથી તમામ માહિતી આપની સમક્ષ હાજર થઈ જશે.

અમદાવાદમાં ભારત-ઇંગ્લેન્ડની ટેસ્ટ મેચથી વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એવા મોટેરામાં ક્રિકેટના નવા અધ્યાયનો પ્રારંભ થશે. મોટેરા ખાતે રમાનારી બે ટેસ્ટ મેચ અને પાંચ T20 મેચ માટે બંને ટીમ એક મહિના માટે અમદાવાદમાં રોકાશે. આ માટે દિવ્ય ભાસ્કરે વિશેષ ટીમ બનાવી છે, જે આપને સ્ટેડિયમની અંદરના વીડિયો અને પળેપળની વિગતો આપશે. ઉપરાંત ઓફ ધ ફીલ્ડ એક્સક્લુસિવ વીડિયો, ઇન્ટરવ્યૂ, સ્ટોરી અને રસપ્રદ સ્ટેટિસ્ટિક્સ પીરસશે. જો આપને ગુજરાતમાં રમાતા આ ક્રિકેટ જંગમાં રસ હોય તો દિવ્ય ભાસ્કર એપ અચૂક ડાઉનલોડ કરવી જોઇએ.

તો થઈ જાઓ તૈયાર, ન્યૂઝ, રીડિંગ અને વીડિયોના સુપરફાસ્ટ અને એક્સાઇટિંગ અનુભવ માટે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો