તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇન્ડિયન પ્રો મ્યુઝિક લીગ:દિવ્ય ભાસ્કર ગુજરાત રૉકર્સનો સેમિફાઇનલમાં દમદાર પ્રવેશ

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ શનિ અને રવિવારે 4 ટીમ વચ્ચે સેમિફાઇનલ ટક્કર, વોટિંગ લાઇન્સ શનિવારે રાત્રે 8 વાગ્યાથી સોમવારે રાત્રે 8 વાગ્યા સુધી

ભારતીય ટેલિવિઝનના ઇતિહાસની અત્યાર સુધીની સૌથી મોટી સંગીત સ્પર્ધા ઇન્ડિયન પ્રો મ્યુઝિક લીગના સેમિફાઇનલ રાઉન્ડમાં દિવ્ય ભાસ્કર દ્વારા પ્રાયોજિત ગુજરાતની પોતાની ટીમ ગુજરાત રૉકર્સનો પ્રવેશ થઈ ગયો છે. લીગ રાઉન્ડમાં પણ દિવ્ય ભાસ્કર ગુજરાત રૉકર્સ ટીમ પ્રથમ સ્થાને હતી. આ શનિવાર અને રવિવારે એટલે કે 10 અને 11 જુલાઇના રોજ સેમિફાઇનલમાં પ્રવેશેલી 4 ટીમો વચ્ચે સંગીતમય ટક્કર થશે.

જ્યારે વોટિંંગ લાઇન શનિવારે રાત્રે 8 વાગ્યાથી સોમવારે રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. દર્શકોએ આપેલા વોટના આધારે 13 જુલાઇના રોજ પ્રસારિત થનારા એપિસોડમાં વિજેતા ટીમની જાહેરાત કરાશે. આ સ્પર્ધામાં ફિનાલે નહીં હોય એટલે શનિ અને રવિવારે પ્રસારિત થનાર એપિસોડ ફીનાલેની જેમ જ ભવ્ય અને દમદાર રહેશે. આપની પોતાની દિવ્ય ભાસ્કર ગુજરાત રૉકર્સ ટીમને વોટ આપવાનું ભૂલતા નહીં.

અન્ય સમાચારો પણ છે...