તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મતદારો લેવા જતા મોત:મતદાન માટે મજૂરોને લેવા નીકળેલી જીપ ઊભેલી ટ્રકને અથડાતાં 3નાં ઘટનાસ્થળે મોત, જ્યારે 5ને ઈજા

બગોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
તૂફાન આગળ જતા ટ્રકની પાછળ ઘૂસી હતી - Divya Bhaskar
તૂફાન આગળ જતા ટ્રકની પાછળ ઘૂસી હતી
  • ટ્રકના રિફ્લેક્ટર બંધ હોવાથી અને આડશ મૂકી ન હોવાથી ગંભીર અકસ્માત થયો
  • મેમર-બગોદરા વચ્ચે ગુરુવારે વહેલી સવારે 4.30 વાગ્યે સર્જાયેલી ગમખ્વાર દુર્ઘટના, દાહોદથી સૌરાષ્ટ્ર જઈ રહ્યા હતા
  • રોડ ઉપર ઊભીલી ટ્રકના પાછળની ભાગે ધડાકાભેર જીપ અથડાતા જીપનો ભૂક્કો બોલાઈ ગયો

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટે રવિવારે મતદાન હોવાથી દાહોદ બાજુનાં મજુરો સૌરાષ્ટમાં રહેતાં હોવાથી તેઓને મતદાન માટે લેવા માટે ગાડી લઇને 8 વ્યકિત સૌરાષ્ટ તરફ જતાં હતાં ત્યારે વહેલી સવારે મેમર-બગોદરા વચ્ચે હાઇ-વે ઉપર ઊભેલી ટ્રક પાછળ ગાડી ઘૂસી જતાં ઘટનાં સ્થળે 3 વ્યકિતનાં મોત થવા પામ્યા હતાં. જ્યારે 5 વ્યકિતને નાની-મોટી ઇજા થવા પામી હતી. લોકોએ 108 અને જાણ કરી હતી. જેથી 108 અને બગોદરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને લોકોની મદદથી ઈજાગ્રસ્તો બહાર કાઢયા હતાં. બગોદરા પોલીસે લાશોનું પી.એમ. માટે મોકલી હતી અને ટ્રક ચાલક વિરૂદ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદ જિલ્લાનાં ધાનપુર તાલુકાનાં પાનમ ગામમાં રહેતાં પેનુભાઇ જુવાનસિંહ ડામોરે બગોદરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે હાલમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી હોવાથી ગામના તથા આજુબાજુના ગામના માણસો કાઠિયાવાડમાં મજુરી કામે ગયા હોવાથી તેઓને મતદાન કરવા અમારા વતન લાવવાના હોવાથી અમારા ગામના અર્જુનભાઇ પરવતભાઇ ડામોર, રમેશભાઇ સબુરભાઇ ડામોર, રમણભાઇ લસુભાઇ પરમાર, ભરતભાઇ સોમાભાઇ ડામોર, વાલસિંગ પાગલાભાઇ વાખલો, વિનુભાઇ સબુરભાઇ વાખલો, ત્રણેય ભુવેરો ગામના અને ગોપાલભાઇ પોપટભાઈ વાખલા વાલસિંગ ડામોરની ફોર્સ ટેમ્પો ટેક્ષ ગાડી લઈને 24 તારીખે રાત્રે દસ વાગે નીકળ્યા હતાં. ગાડી ભરતભાઈ ડામોર ચલાવતા હતા.

કારની લાઈટ તૂફાનચાલકની આંખોમાં પડતાં ટ્રકના સાઈડરિફ્લેક્ટર ન દેખાતા ટ્રકમાં તૂફાન ઘૂસી
કારની લાઈટ તૂફાનચાલકની આંખોમાં પડતાં ટ્રકના સાઈડરિફ્લેક્ટર ન દેખાતા ટ્રકમાં તૂફાન ઘૂસી

વહેલી સવારે ગાડી તારાપુર - વટામણ પસાર કરી બગોદરા તરફ જઈ રહી હતી ત્યારે બાવળા તાલુકાનાં મેમર ગામથી પસાર કરી બગોદરા તરફ જતાં હતાં ત્યારે સવારના 4-30 વાગે હાઇ-વે ઉપર એક ટ્રક આવતા જતા વાહનોને અડચણરૂપ થાય તે રીતે ઊભી હતી જેના પાછળના ભાગે રોડ ઉપર કોઇ આડશ મુકેલી ન હતી કે ટ્રકની સાઇડ સિગ્નલ ચાલુ ન હતી તેમજ કોઇ રિફલેક્ટર લગાવેલ ન હોવાથી અને સામેથી આવતા વાહનની વાઇટના અજવાળે ગાડીના ડ્રાઇવર અંજાઇ જતા ઘડાકાભેર તુફાન ગાડી ટ્રકના પાછળના ભાગે ઘુસી ગઇ હતી. જેથી ગાડીનો ભૂક્કો બોલી જવા પામ્યો હતો. આવતા જતા વાહનોવાળાએ ઇજાગ્રસ્તોને બહાર કાઢવા લાગ્યા હતાં. 108ને ફોન કરતાં બગોદરા અને ફેદરાની 108 તેમજ બગોદરા પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. વિનુભાઈ સબુરભાઇ વાખલા, રમણભાઇ લસુભાઇ પરમાર અને ગોપાલભાઇ પોપટભાઇ વાખલા ગાડીમાં ફસાઇ ગયા હોવાથી 108ની ટીમ, બગોદરા પોલીસ અને લોકોએ બહાર કાઢ્યા હતાં. પરંતુ ત્રણેયને ગંભીર ઈજાઓ થઈ હોવાથી ત્રણેયનું ઘટના સ્થળે જ મોત થવા પામ્યું હતું. જયારે પેનુભાઇ ડામોર, અર્જુનભાઇ ડામોર તથા રમેશભાઇ ડામોર, ભરતભાઇ ડામોર, અને વાલસિંગ વાખલાને નાની-મોટી ઇજાઓ થતાં તેમને 108ની ટીમે પ્રાથમિક સારવાર આપીને બગોદરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવ્યા હતાં. જેમાં 2 વ્યક્તિને ગંભીર ઇજાઓ થઇ હોવાથી અમદાવાદ સોલા હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
બગોદરા પોલીસે ત્રણેય લાશોનું બગોદરા પી.એમ.કરાવીને ટ્રક ચાલક વિરૂદ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તૂફાનમાં સવાર 3ના ઘટનાસ્થળે જ મોત થયા હતા
તૂફાનમાં સવાર 3ના ઘટનાસ્થળે જ મોત થયા હતા

3ને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે મોત
ગંભીર ઈજાઓના કારણે વિનુ, રમણ અને ગોપાલનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ઇજાગ્રસ્ત પેનુ સહિત પાંચ લોકોને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા. આ અંગે બગોદરા પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત પેનુભાઈની ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.