આયોજન:કોરોનાની મહામારી વચ્ચે આજે માંડલમાં જિલ્લા પંચાયતની સામાન્ય સભા

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વિપક્ષ આજે સત્તાપક્ષનો ઘેરાવ કરવાના આક્રમક મૂડમાં
  • કોરોનાની કામગીરી, વિવિધ સમિતિઓના ગોટાળાની ચર્ચા થશે

અમદાવાદ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી કેસોની સંખ્યા વધી રહી છે. કોરોનાની મહામારી વચ્ચે જિલ્લાના માંડલ તાલુકા ખાતે શનિવારે જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળશે. બજેટ અંગે મળનારી સામાન્ય સભામાં આગામી વર્ષનું બજેટ નક્કી કરવામાં આવશે. બેઠકમાં કોરોનાની કામગીરી અને વિવિધ સમિતિઓમાં થયેલા ગોટાળા અંગે વિપક્ષ દ્વારા સત્તા પક્ષનું ઘેરાવ કરાશે.

જીલ્લા પંચાયત વિપક્ષના સભ્યોએ કહ્યું કે જિલ્લાના ધોળકા, દસ્ક્રોઈ, સાણંદ અને વિરમગામ તાલુકાઓમાં સતત કેસ વધી રહ્યા છે. જેથી કોરોના ટેસ્ટીંગની કામગીરી વધારવા વારંવાર રજૂઆત કરાઇ છે. પરંતુ અમારી રજૂઆતને બે ધ્યાન કરવામાં આવે છે. સત્તાપક્ષના સભ્યો માત્ર કાગળ ઉપર વાતો કરે છે. પરંતુ જમીની હકીકત કંઈ અલગ જ છે. આવા કપરા સમયમાં પણ સત્તાપક્ષ રાજકારણ રમી રહ્યું છે. શનિવારે મળનારી સામાન્ય સભામાં સત્તાપક્ષનો ઘેરાવ કરાશે. અગાઉ વિવિધ સમિતિઓમાં કામોને લઈને ગોટાળા અને ગેરરિતીના પણ આક્ષેપો થયા છે. બાંધકામ તો પેવર અને રસ્તાના કામો થયા નથી અને બીલ પાસ થયા હોવાની ગેરરીતિના આક્ષેપ પણ થયા છે.  ડીડીઓ સમક્ષ પણ કરાય છે સામાજિક ન્યાય સમિતિમાં નિયમો નેવે મૂકી કામોની વહેંચણી કરવામાં આવી છે. કેટલાક સભ્યો ના કામો તો લેવાયા નથી. આગામી દિવસોમાં ચોમાસાની શરૂઆત થશે પણ હજી સુધી પ્રિ-મોન્સૂન કામગીરી પૂરતા પ્રમાણમાં થઈ નથી.

ગત વખતે પણ પાણી ભરાવાની સંખ્યાબંધ ફરિયાદો હતી. આમ છતાં આ વર્ષે પણ પૂરતું આયોજન કરવામાં આવ્યું નથી. આ અંગે સત્તાપક્ષના સભ્યોએ કહ્યું કે, પ્રિમોન્સુન કામગીરી ચાલી રહી છે. કોરોના ની કામગીરી પણ સંતોષકારક ચાલી રહી હોવાનો દાવો કર્યો હતો. માંડલ તાલુકા ખાતે શનિવારે જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળશે. બજેટ અંગે મળનારી સામાન્ય સભામાં આગામી વર્ષનું બજેટ નક્કી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...