જિલ્લા પંચાયત રિઝલ્ટ:તમામ 31 જિલ્લા પંચાયતમાં ભાજપની રેકોર્ડબ્રેક જીત, જાણો કઈ જિલ્લા પંચાયતમાં કોને કેટલી બેઠક

અમદાવાદ7 મહિનો પહેલા
2,655 ઉમેદવારોના રાજકીય ભાવિનો નિર્ણય થશે.
  • ગાંધીનગર અને તાપી જિલ્લા પંચાયતમાં પહેલીવાર ભાજપનો ભગવો
  • 2021માં 31 જિલ્લા પંચાયતોમાં 66.49 ટકા મતદાન થયું અને 2015માં 69 ટકા મતદાન થયું હતું
  • 2015માં ભાજપને 7 અને કોંગ્રેસને 22 જિલ્લા પંચાયતમાં સત્તા મળી હતી અને બેમાં ટાઇ પડી હતી

ગુજરાતની 31 જિલ્લા પંચાયત 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા 23 નગરપાલિકાઓ અને 3 તાલુકા પંચાયતની પેટાચૂંટણી રવિવારે યોજાઇ હતી. તેમાં જિલ્લા પંચાયતોમાં સરેરાશ 66 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. 2015ની 31 જિલ્લા પંચાયતમાંથી કોંગ્રેસને 22માં જ્યારે ભાજપને 7માં સત્તા મળી હતી તેમજ બેમાં ટાઈ પડી હતી. 2015માં પાટીદાર આંદોલનને કારણે જિલ્લા પંચાયતોમાં ભાજપનો રકાસ થયો હતો. પરંતુ 2021ના પરિણામોમાં 2010નું પુનરાવર્તન થયું છે અને ભાજપે તમામ 31 જિલ્લા પંચાયત જીતી લીધી છે. જ્યારે કોંગ્રેસનો કારમો પરાજય થયો છે અને પંચમહાલમાં મીંડું મુકાવ્યું છે.

31 જિલ્લા પંચાયતની 980 બેઠકમાંથી ભાજપે 801 સીટ પર ભવ્ય વિજય મેળવ્યો છે. જ્યારે કોંગ્રેસ માત્ર 168 સીટ પર જ જીતી શકી છે. તેમજ 2 આમ આદમી પાર્ટી સહિત 10 પર અન્યોનો વિજય થયો છે.

2010માં ભાજપ 30 જિલ્લા પંચાયત જીત્યો હતો, જ્યારે એક અન્યને મળી હતી. વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીના મત વિસ્તાર અમરેલીમાં પણ ભાજપ જીત થઈ છે, જ્યારે કોંગ્રેસનો રકાસ થયો છે. જ્યારે આણંદ, અમરેલી, સાબરકાંઠા, જામનગર જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસનો પરાજય થયો છે. આમ, કોંગ્રેસના દિગ્ગજો એવા ધાનાણી, અમિત ચાવડા, ભરતસિંહ, અશ્વિન કોટવાલ અને વિક્રમ માડમના ગઢમાં ગાબડાં પડ્યાં છે.

પાલિકા-પંચાયત રિઝલ્ટ LIVE અપડેટ

25 બેઠક બિનહરીફ
31 જિલ્લા પંચાયતની 980 બેઠકો પર ભાજપના 954, કોંગ્રેસના 937, આપના 304 અને અન્ય 460 મળીને કુલ 2,655 ઉમેદવારો મેદાનમાં હતા, જ્યારે 25 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે.

વર્ષ 2015
ભાજપકોંગ્રેસઅન્યમતદાન
31 જિલ્લા પંચાયત722બેમાં ટાઈ પડી69.55 ટકા
વર્ષ 2021
ભાજપકોંગ્રેસઅન્યમતદાન
31 જિલ્લા પંચાયત310066 ટકા