તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેને પોતાના વિસ્તાર ધોલેરામાં રસ્તાનાં કામો માટે 543 લાખ ગ્રાન્ટ લીધી

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લાની કુલ ગ્રાન્ટના 40 ટકા ગ્રાન્ટ ખેરવી લીધી હોવાનો જિલ્લા પંચાયત ભાજપના હોદ્દેદારોનો આક્ષેપ

અમદાવાદ જિલ્લા પંચાયતની બાંધકામ સમિતીમાં નિયમો નેવે મૂકી ચાલુવર્ષે નવા રસ્તા અને રિસરફેશ સહિત સ્મશાન સુધારા-વધારા માટે કુલ ગ્રાન્ટમાંથી 543 લાખ (5.43 કરોડ) ગ્રાન્ટ ધોલેરામાં ફાળવવામાં આવી છે. બાંધકામ સમિતીના ચેરમેને ધોલેરા વિસ્તારમાં વધુ ગ્રાન્ટ લઇ જવા માટે દસક્રોઇ, વિરમગામ, માંડલ અને દેત્રોજ તાલુકાને રસ્તા અને પેવરના કામોમાં અન્યાય કરવામાં આવ્યો હોવાનો જિલ્લા પંચાયત ભાજપના જ હોદ્દેદારોએ આક્ષેપ કર્યો છે. બાંધકામ સમિતીની ગ્રાન્ટ જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી ફાળવવામાં આવે છે. જિલ્લામાં અઢી વર્ષમાં થયેલા રસ્તાના કામોની તપાસ કરવા ભાજપના હોદ્દેદારોની સાથે કોંગ્રેસના સભ્યોએ પણ માંગ કરી છે. આક્ષેપને ફગાવતા ચેરમેને કહ્યું કે, નિયમ મુજબ ગ્રાન્ટ ફાળવાઇ છે.

કોઇ પણ તાલુકાને અન્યાય કરાયો નથી. જિલ્લા પંચાયત ભાજપના કેટલાક હોદ્દેદારોએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, બાંધકામ અને સામાજિક ન્યાય સમિતીના સભ્યોએ પોતાના વિસ્તારમાં ગ્રાન્ટની વહેંચણી કરી દીધી. પરંતુ અન્ય તાલુકાના સભ્યોને ગ્રાન્ટ ફાળવવામાં કરકસર કરી છે. ફાળવાયેલી ગ્રાન્ટમાં 20થી 30 ટકા કમિશનનો પણ આક્ષેપ કરાયો છે. આ અંગે જિલ્લા પંચાયતના ડીડીઓનું પણ ધ્યાન દોર્યું છતાં કોઇ પગલાં લેવાયા નથી.

ચાલુ વર્ષે મળેલી બેઠકમાં ફાળવાયેલી ગ્રાન્ટ લાખમાં

તાલુકો14-8-203-9-206-10-20
ધોલેરા26019291
દસક્રોઇ504379
ધંધુકા1104317
સાણંદ9125109
ધોળકા81984
દેત્રોજ50945
બાવળા887320
વિરમગામ152564
માંડલ504520

ધોલેરામાં 2.15 કરોડની ગ્રાન્ટ ફાળવી છે
ચાલુવર્ષે બાંધકામ સમિતીની બેઠકમાં કુલ 2.15 કરોડની ગ્રાન્ટ ફાળવાઇ છે. કાંઇ ખોટુ કર્યુ નથી. પ્રત્યેક તાલુકાને ન્યાય આપવા પ્રયાસ કર્યો છે. કોઇ સભ્યએ મારી રૂબરૂમાં વિરોધ નોંધાવ્યો નથી. કોઇ પણ તપાસ માટે તૈયાર છું. કોઇ કમિશન લેવાયુ લેવાઇ નથી. મને ખોટી રીતે પરેશાન કરાય છે. - અન્નપૂર્ણા દિગ્પાલસિંહ ચુડાસમા, અમદાવાદ જિલ્લા પંચાયત સભ્ય

ધોલેરામાં મનરેગા હેઠળ 875 લાખની ગ્રાન્ટ
ધોલેરામાં રસ્તાના કામ માટે મનરેગા (એમએમજીએસવાય) યોજના હેઠળ સૌથી વધુ કામ 875 લાખના રસ્તાના કામો મંજુર કરાયા છે. આટલી મોટી રકમના રસ્તાઓના કામો મંજુર થયા હોવા છતાં બાંધકામ સમિતીના ચેરમેન અન્નપૂર્ણા દિગ્પાલસિંહ ચુડાસમાએ કુલ ગ્રાન્ટના અંદાજે 40 ટકા ગ્રાન્ટ પોતાના વિસ્તાર ધોલેરામાં લઇ ગયા છે. - કોંગ્રેસના સભ્યો, અમદાવાદ જિલ્લા પંચાયત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો