તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંચાલકોની દાદાગીરી નહીં ચાલે:ધોરણ 10ના પરિણામ પહેલા ધો.11માં પ્રવેશ આપતી સ્કૂલો સામે પગલા ભરવાની જિલ્લા શિક્ષણાધિકારીની ચિમકી

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્કૂલો LC અને માર્કશીટ વિના એડમિશન આપી શકે જ નહિ, હજુ માત્ર રજીસ્ટ્રેશન જ કરવામાં આવે છે: ગ્રામ્ય શિક્ષણાધિકારી

ધોરણ 10માં માસ પ્રમોશન મળતા નિયમિત પાસ થતા વિદ્યાર્થીઓ કરતા અંદાજે ટકા જેટલા વિદ્યાર્થીઓ વધુ પાસ થયા છે. જેથી શાળાઓ પાસે નવા વર્ગોની હજુ વ્યવસ્થા નથી, પરંતુ કેટલીક શાળાઓએ અત્યારથી જ ધોરણ 11માં પ્રવેશ આપવાનું શરુ કર્યું છે ત્યારે જીલ્લા શિક્ષણાધીકારીએ જણાવ્યું હતું કે, જે સ્કૂલો અત્યારે એડમિશન આપશે તેની સામે કાર્યવાહી થશે અને ગ્રામ્ય શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, સ્કૂલો માત્ર રજીસ્ટ્રેશ જ કરી શકે છે અત્યારથી માર્કશીટ અને LC વિના એડમિશન આપી શકે જ નહી.

ફીની માંગણી કરતી સ્કૂલો સામે કાર્યવાહી થશે
સ્કૂલોમાં અત્યારે 11માં ધોરણમાં પ્રવેશ આપવામાં આવે છે તે મામલે અમદાવાદ જીલ્લા શિક્ષણાધિકારી આર.સી.પટેલે જણાવ્યું હતું કે, અમારી પાસે એડમિશન આપવામાં આવતા હોય તેની કોઈ ફરિયાદ આવી નથી. અમારા ધ્યાન પર 2-3 સ્કૂલો આવી હતી જેને રોકવામાં આવી છે. જો કોઈ સ્કૂલ દ્વારા અત્યારે એડમિશન આપવામાં આવશે અથવા ફીની માંગણી કરવામાં આવશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

અમારી પાસે GR નંબર આવે ત્યારે જ એડમિશન આપ્યું કહેવાય
અમદાવાદ ગ્રામ્યના શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, કોઈ પણ સ્કૂલ વિદ્યાર્થીઓના સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ અને માર્કશીટ વિના એડમીશન આપી શકે નહિ. LCની અંદર GR નંબર લખેલો હોય છે તેના આધારે જ એડમિશન આપવામાં આવે છે. અમારી પાસે GR નંબર આવે ત્યારે જ એડમિશન આપ્યું કહેવાય. કેટલીક સ્કૂલોએ રજીસ્ટ્રેશન શરુ કર્યું છે પરંતુ એડમિશન આપ્યું હોવાની કોઈ ફરિયાદ આવી નથી.

ધો.12ની પરીક્ષા ઓનલાઈન લેવા વિદ્યાર્થીઓએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું
ધો.12ની પરીક્ષા ઓનલાઈન લેવા વિદ્યાર્થીઓએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું

સુરતમાં 235 સ્કૂલોએ ધો.11માં વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દેતા વિવાદ
ધોરણ-10માં ભણતાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન જાહેર કર્યા બાદ ધોરણ.11 માં પ્રવેશ કેવી રીતે આપવો તે અંગે સરકારે હજુ કોઈ ગાઈડલાઈન્સ જાહેર કરી નથી પણ આ પહેલા જ શહેરની 235 સ્કૂલોએ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દેતા રાજય સરકારે તપાસના આદેશ આપ્યા છે. ઈન્ચાર્જ શિક્ષણાધિકારી દિપક દરજીએ ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં કહ્યું કે, હજુ વિદ્યાર્થીઓની માર્કશીટ તૈયાર કરવા એક્સપર્ટ ટીમ બનાવી છે. જે પછી પ્રવેશ અંગે ગાઈડલાઈન્સ જાહેર કરાશે. પણ આ પહેલા જ સ્કૂલોએ પ્રવેશ આપવાનું શરૂ કરી દીધુ છે અને વાલીઓ પાસેથી ફી પણ માંગી હોવાની ફરિયાદો શિક્ષણબોર્ડને મળી છે. જેથી વિદ્યાર્થીઓની માર્કશીટ વિના પ્રવેશ આપનારી સ્કૂલો સામે તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...