3 કંપનીને બ્લેક લિસ્ટ કરાઈ:જિ. પંચાયતમાં ભાજપના સભ્ય, શિક્ષણાધિકારી વચ્ચે બોલાચાલી

અમદાવાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સભ્યએ અધિકારીને કહ્યું, તમે 3 મહિનાથી ગેરહાજર છો અને હવે બજેટ મંજૂર કરાવવા આવ્યા છો

અમદાવાદ જિલ્લા પંચાયતની બજેટ બેઠકમાં ભાજપના સભ્ય અને શિક્ષણાધિકારી વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ હોબાળો થયો હતો. ભાજપના સભ્યએ કહ્યું કે, તમે ત્રણ મહિનાથી ગેરહાજર છો અને હવે બજેટ મંજૂર કરાવવા આવો છો. તમે કોઇ કામ કર્યુ નથી. આ પછી બંને વચ્ચે બોલાચાલી બાદ મારામારી સુધી વાત પહોંચી ગઇ હતી.

ગૃહમાં બેઠેલા અન્ય સદસ્યો અને અધિકારીઓએ વચ્ચે પડયા પછી મામલો શાંત નહીં થતાં ડીડીઓએ દરમિયાનગિરી કરીને ઘટનાને વખોડી હતી. તેમણે પંચાયતની ગરીમાં જાળવવા વિનંતી કરવી પડી હતી. આ પછી મામલો શાંત થયો હતો. પરંતુ શિક્ષણ વિભાગના તમામ કામો મંજૂરી નહીં કરીને ભાજપના સદસ્યોએ વિરોધ કર્યો હતો. આ સાથે જિલ્લા પંચાયતમાં કામ કરતી 3 કંપનીને બ્લેક લિસ્ટ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...