કાર્યવાહી સામે પ્રશ્નાર્થ:જિ. પં.ના બિલ્ડિંગની દુકાનો પાસેથી 85 લાખની વસૂલાત બાકી છતાં સીલ

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટે ભાડાંની દુકાનોનાં સીલ ખોલવા આદેશ કરતાં કાર્યવાહી સામે પ્રશ્નાર્થ
  • આંતરિક રાજકારણને લીધે હાલ પેટા ભાડુઆતોએ અડ્ડો જમાવી દીધો છે

અમદાવાદ જિલ્લા પંચાયતના લાલદરવાજા ખાતેના બિલ્ડીંગની નીચે આવેલી ભાડાંની દુકાનોના બાકી અંદાજે 85 લાખની રકમ વસુલવા તમામ દુકાનોને સીલ મારી દેવાયા હતાં અને ભાડાંની રકમ વસુલવા હાઇકોર્ટમાં અપીલ કરાઇ હતી. પરંતુ નીચલી કોર્ટમાં કાર્યવાહી ચાલતી હોવા છતાં અપીલ કરતા હાઇકોર્ટે કહ્યું કે, નીચલી કોર્ટમાં કાર્યવાહી ચાલે છે, તો તમને સાંભળશે. તમે ઓર્ડર પ્રમાણે સીલ ખોલી કાઢો.

બીજીબાજુ સીલ ખોલી કાઢવા કોર્ટે આદેશ કરતા અધિકારીઓની કાર્યવાહી સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. સીલ મારી કાર્યવાહી કરતા કોર્ટે ઠપકો આપ્યો હતો. બીજીતરફ આંતરિક રાજકારણને લીધે દુકાનોમાં પેટા ભાડુઆતોએ અડ્ડો જમાવી દીધો છે.

જિલ્લા પંચાયતે વર્ષ 1974થી 9 દુકાનો અને બે ઓટલાં ભાડે આપ્યા હતા. ત્યારે જંત્રી પ્રમાણે ભાડું નક્કી કરાયું હતું. આ પછી જંત્રી વધતી ગઇ અને ભાડાંમાં કોઇ મોટો વધારો થયો નહીં. શાસકો દ્વારા રાખવામાં આવતા વકીલો પણ સામાન્ય ફીના લીધે બહુ રસ રાખતા નહતાં.

કેટલાક અધિકારીઓએ પોતાના હિત માટે દુકાન માલિકોને ફાયદો કરાવવામાં રસ રાખ્યો હતો. પરિણામે હાલમાં પણ દુકાન માલિકો રૂપિયા 250થી 500 ભાડાંનો જ આગ્રહ રાખતા હોવાનું જણાવતા જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગના એક અધિકારીએ કહ્યું કે,2011-12ની નવી જંત્રી પ્રમાણે દુકાનોનું 11થી 12 હજાર ભાડું નક્કી કરાયું હતું.

આ ઠરાવ પ્રમાણે એપ્રિલ-2012થી ભાડું વસુલવાનું બાકી છે. ભાડાંની અંદાજે 85 લાખ બાકી રકમ વસુલવા સીનીયર કાઉન્સીલર રાખવા માટે ગત સામાન્ય સભામાં પ્રથમવાર ઠરાવ થયો હતો. ઠરાવ બાદ ભાડાંની રકમ વસુલવા દુકાનોને સીલ મારી હાઇકોર્ટમાં અપીલ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...