તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વર્ચ્યુઅલ વિતરણ:રાજ્યની 53,029 આંગણવાડીઓના 14 લાખ બાળકોને મફત યુનિફોર્મનું વિતરણ, CM રૂપાણીએ યોજનાનો પ્રારંભ કરાવ્યો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બાળકને યુનિફોર્મનું વિતરણ કરી રહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી - Divya Bhaskar
બાળકને યુનિફોર્મનું વિતરણ કરી રહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી
  • CMએ 36.28 કરોડના ખર્ચે આકાર પામેલી આ યુનિફોર્મ વિતરણ યોજનાનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે રાજ્યભરની આંગણવાડીઓના 14 લાખ બાળકોને વિના મૂલ્યે યુનિફોર્મ વિતરણ કર્યું હતું. રાજ્યની 53,029 આંગણવાડીઓના નાના ભૂલકાઓને સેવાનો લાભ મળશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 36 કરોડ 28 લાખના ખર્ચે આકાર પામેલી આ યુનિફોર્મ વિતરણ યોજનાનો ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રારંભ કરાવ્યો હતો. કોરોનાકાળ દરમ્યાન રાજ્યના 3 થી 6 વર્ષના 16 લાખ જેટલા ભૂલકાઓને પોષણક્ષમ આહાર માટે દર અઠવાડિયે 1 કિલો ગ્રામ સુખડી આપવાની પહેલ પણ ગુજરાતે કરી છે.

'હેન્ડ વોશ' કેમ્પેઈનમાં મહિલા બાળ વિકાસ વિભાગનો રેકોર્ડ
રાજ્યમાં કોરોના સંક્રમણકાળમાં મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજીત ‘હેન્ડ વોશ’ કેમ્પઇનમાં એક સાથે પાંચ લાખ બહેનોએ પાંચ હજાર સ્થળોએ જોડાઇને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ ગૌરવ સિદ્ધિ માટે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનનું પ્રમાણ પત્ર તેમના પ્રતિનિધિએ મુખ્યમંત્રીને અર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ આ ગૌરવ સિધ્ધિ માટે મહિલા અને બાળ કલ્યાણ વિભાગને અભિનંદન આપતા આ પ્રમાણપત્ર વિભાગને એનાયત કર્યું હતું.

મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ગણપતભાઇ વસાવા, રાજ્યમંત્રી વિભાવરીબેન દવે પણ ઉપસ્થિત રહ્યા
મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ગણપતભાઇ વસાવા, રાજ્યમંત્રી વિભાવરીબેન દવે પણ ઉપસ્થિત રહ્યા

મુખ્યમંત્રી નિવાસ સ્થાને પ્રતિક રૂપે યુનિફોર્મનું વિતરણ
આ સાથે જ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ગણપતભાઇ વસાવા, રાજ્યમંત્રી વિભાવરીબેન દવે, મહિલા બાળ વિકાસ કમિશનર કે.કે નિરાલા તેમજ આઇ.સી.ડી.એસ નિયામક ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રી સાથે આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના વિવિધ જિલ્લા મથકો-મહાનગરોમાં પદાધિકારીઓ યુનિફોર્મ વિતરણના વર્ચ્યુલ કાર્યક્રમમાં જોડાયા હતા. મુખ્યમંત્રીએ ભૂલકાઓને ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાને પ્રતિક રૂપે યુનિફોર્મ વિતરણ કરવા સાથે આગવી સંવેદના દર્શાવતા આ બાળકોને પોતાના તરફથી ભેટ અર્પણ કરી હતી.