તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મફત માસ્ક સેવા:HDFI  સંસ્થા દ્વારા મફત માસ્ક વિતરણ, પોલીસે માસ્ક વગરના વાહનચાલકોને રોકી દંડ નહીં પણ મફતમાં માસ્ક આપ્યા

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સાબરમતી પોલીસે લોકોને મફતમાં માસ્ક આપી ફરજિયાત માસ્ક પહેરવા માટે અપીલ કરી હતી

હ્યુમન ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયા નામની સંસ્થા અને સાબરમતી પોલીસના સંયુક્ત ઉપક્રમે કોરોના મહામારીમાં માસ્ક અવરનેસને લઈને લોકોને મફતમાં માસ્ક આપી ફરજિયાત માસ્ક પહેરવા માટે અપીલ કરી હતી. પોલીસે માસ્ક વગરના વાહનચાલકો અને લોકોને દંડ નહીં કરી સંસ્થા સાથે મળી માસ્ક વિતરણ કર્યા હતા.

પોલીસ કર્મીઓને 200 જેટલા ખાખી માસ્ક પણ વિતરણ કરવામાં આવ્યા
પોલીસ કર્મીઓને 200 જેટલા ખાખી માસ્ક પણ વિતરણ કરવામાં આવ્યા

પોલીસ દ્વારા માસ્ક પહેરવાના અવેરનેસનો કાર્યક્રમ યોજ્યો
સાબરમતી વિસ્તારમાં હ્યુમન ડેવલોપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ અંજલિ કૌશિક, સાબરમતી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર એચ વાળા, સાબરમતી વિસ્તારના HDFI ના કન્વીનર કમલેશભાઈએ કાર્યકર્તાઓ સાથે મળી કોરોના મહામારીમાં મફતમાં માસ્ક વિતરણ કરી લોકોને માસ્ક પહેરવાની અપીલ કરવામાં કરી હતી, બીજી તરફ સામાન્ય રીતે પોલીસ માસ્ક ન પહેરનાર વ્યક્તિઓ પાસેથી દંડ લેતી હોય છે. પરંતુ આજે નવા અભિગમ સાથે સંસ્થા અને પોલીસે માસ્ક પહેરવાના અવેરનેસનો કાર્યક્રમ યોજાયો હતો અને લોકો પાસેથી દંડ લીધા વગર તેમને કોટનના વોસેબલ આપી અને કોરોનાથી રક્ષણ મેળવવા માસ્ક પહેરવા નો નિયમ પાળવાની અપીલ કરવામાં આવી હતી..

કોરોના મહામારીમાં અગત્યની ભૂમિકા ભજવનાર સાબરમતી પોલીસ સ્ટેશન
કોરોના મહામારીમાં અગત્યની ભૂમિકા ભજવનાર સાબરમતી પોલીસ સ્ટેશન

પોલીસ કર્મીઓને 200 ખાખી માસ્કનું વિતરણ
સંસ્થા વતી લોકોની સાથે સાથે સાબરમતી પોલીસ સ્ટેશનમાં પણ તમામ પોલીસ કર્મીઓને 200 જેટલા ખાખી માસ્ક પણ વિતરણ કરવામાં આવ્યા. તો સંસ્થા તરફથી કોરોના મહામારીમાં અગત્યની ભૂમિકા ભજવનાર સાબરમતી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર એચ વાળાનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. તેમને સંસ્થા વતી કોરોના વોરિયર્સનું સર્ટીફીકેટ પણ આપવામાં આવ્યું હતુ

સાબરમતી પોલીસ સાથે મળી લોકોને મફતમાં માસ્ક વિતરણનો કાર્યક્રમ યોજ્યો હતો
સાબરમતી પોલીસ સાથે મળી લોકોને મફતમાં માસ્ક વિતરણનો કાર્યક્રમ યોજ્યો હતો

HDFI સંસ્થા દ્વારા લોકોને મફતમાં માસ્ક અપાયા
HDFI સંસ્થાના અમદાવાદ વિભાગના મહિલા પ્રમુખ અંજલી કૌશિકે જણાવ્યું હતું કે સાબરમતી પોલીસ સાથે મળી લોકોને મફતમાં માસ્ક વિતરણનો કાર્યક્રમ યોજ્યો હતો. જે આગામી દિવસોમાં અન્ય વિસ્તારોની પોલીસ સાથે રહીને પણ આમ લોકોમાં કોરોના ગાઈડલાઈન અંગેની સમજૂતી કેળવાય અને લોકો માસ્ક પહેરતા થાય તેમજ નિયમો પાળતા થાય તે માટેના પૂરતા પ્રયત્નો કરવામાં આવશે. સાથે સાથે ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ એવા પોલીસ જવાનોને પણ સંસ્થા સર્ટિફિકેટ આપી અને તેમનું બહુમાન કરવા જઈ રહી છે.

નવા અભિગમ સાથે સંસ્થા અને પોલીસે માસ્ક પહેરવાના અવેરનેસનો કાર્યક્રમ યોજાયો હતો
નવા અભિગમ સાથે સંસ્થા અને પોલીસે માસ્ક પહેરવાના અવેરનેસનો કાર્યક્રમ યોજાયો હતો
ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ એવા પોલીસ જવાનોને સંસ્થા સર્ટિફિકેટ આપ્યું
ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ એવા પોલીસ જવાનોને સંસ્થા સર્ટિફિકેટ આપ્યું
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો