તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:અમદાવાદમાં વિહિપ અને બજરંગ દળ દ્વારા જરૂરિયાતમંદોને ભોજન અને રાશનની કીટનું વિતરણ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદઃ કોરોનાના કારણે દેશમાં 21 દિવસનું લોકડાઉન છે, જેને લઇને ગુજરાતમાં રોજનું કમાઇને રોજનું ખાનારા લોકો મુશ્કેલીમાં મૂકાઈ રહ્યાં છે. જોકે રાજ્યભરમાં પોલીસથી લઇને દરેક વ્યક્તિ યથાયોગ્ય મદદ આ લોકોને કરી રહ્યાં છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પણ સમાજના વિવિધ વર્ગોમાં ભોજન, નાસ્તો, રસોડા કીટનું જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવ્યું છે.
વિહિપ અને બજરંગ દળ દ્વારા વિવિધ વિસ્તારોમાં મજૂરવર્ગ, વિદ્યાર્થીને ખીચડી આપવામાં આવી છે. તેમજ પૂરી શાક, પુલાવ, નાસ્તો બનાવી ગરીબ પરિવારોને આપવામાં આવી રહ્યાં છે. તેમજ જરૂરિયાતમંદોને 1230 ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. કેટલાક સ્થળે વિહિપ દ્વારા બે ટાઇમ જમવાની સુવિધા પણ પૂરી પાડવામાં આવી રહી છે. 

અન્ય સમાચારો પણ છે...