સેવા કાર્ય:મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા તાઉ-તે વાવાઝોડાથી અસરગ્રસ્ત 800 પરિવારોને રાશન કીટનું વિતરણ કરાયું

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાશન કિટ મેળવી રહેલો પરિવાર - Divya Bhaskar
રાશન કિટ મેળવી રહેલો પરિવાર
  • સંતો અને નિવૃત્ત અધિકારીઓએ ઉના તાલુકા તથા ગીર ગઢડાના ગામોમાં રાશન કીટનું વિતરણ કર્યું
  • 800 જેટલા પરિવારોને એક અઠવાડિયું ચાલે તેટલું જરૂરી રાશન અપાયું.

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશીય પરંપરાના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના 79મા પ્રાગટ્ય પર્વે - સદ્ભાવ પર્વે શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની આજ્ઞાથી તાઉ-તે વાવાઝોડાથી અસરગ્રસ્તો માટે રાહત કાર્ય કરવામાં આવ્યું હતું.

800 પરિવારોને રાશન અપાયું
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકા તથા ગીર ગઢડાના ગામ સનખડા, દુધાળા, માણેકપુર, ધોકડવા, મોટા સમઢિયાળા, ઉગમણા પડા, સોનારિયા, બેડિયા વગેરેમાં તારીખ 28 અને 29 એમ બે દિવસ દરમિયાન કુલ 800 પરિવારને એક અઠવાડિયું ચાલે તેટલા જથ્થામાં તેલ, લોટ, ખાંડ, ચોખા, ગોળ, તુવેરદાળ, મગદાળ, મગ, ચણાદાળ, ચણા, હળદર, ધાણા જીરૂં, મરચું, મીઠું સહિત રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

એક અઠવાડિયું ચાલે તેટલું રાશન અપાયું
એક અઠવાડિયું ચાલે તેટલું રાશન અપાયું

સંતો તથા નિવૃત્ત અધિકારી સેવામાં જોડાયા
આ વિતરણ કાર્યમાં સંત શિરોમણી શ્રી પરમાનંદદાસજી સ્વામી તથા સંત શિરોમણી શ્રી પ્રશાંતસ્વરૂપદાસજી સ્વામી, માજી જિલ્લા પંચાયતના પ્રમુખ ડાહ્યાભાઈ જાલંધરા, તાલુકા પંચાયતના સભ્ય દુલાભાઈ ગુજ્જર, નિવૃત તલાટી મંત્રી તથા તાલુકા પંચાયતના સભ્ય ભીખાભાઈ, દુધાળાના સરપંચ ભગતભાઈ વંશ, બધાભાઈ, મહીપતસિંહ પ્રતાપસિંહ ગોહિલ, મનીષભાઈ જાલંધરા, ગભરૂભાઈ, કાળુભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ધોકડવા, અમદાવાદ, બાવળા અને બોટાદના સ્વયં સેવકોએ પ્રસંશનીય સેવા કરી હતી.

સંતો અને નિવૃત્ત અધિકારીઓ સેવામાં જોડાયા
સંતો અને નિવૃત્ત અધિકારીઓ સેવામાં જોડાયા