તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેકાબુ કોરોના:"માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઇઝેશન આ નિયમોનું પાલન નહીં કરો તો કોઈ દવા કામમાં નહીં આવે", કોવિડ ટાસ્ક ફોર્સની ચેતવણી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોના માટે તૈયાર કરાયેલી કોવિડ ટાસ્ક ફોર્સ - Divya Bhaskar
કોરોના માટે તૈયાર કરાયેલી કોવિડ ટાસ્ક ફોર્સ
  • કોરોના વાઇરસની ટ્રાન્સપરન્સી વધતા યુવાનો અને બાળકો ઝડપથી સંક્રમિત થઈ રહ્યા છે
  • રેમડેસીવિર ઈન્જેકશન કોરોના માટે રામબાણ છે એ તદ્દન ખોટી વાત છે: કોવિડ ટાસ્ક ફોર્સ

રાજ્યમાં સતત કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં કોરોના માટે તૈયાર કરાયેલી કોરોના ટાસ્ક ફોર્સે ફરીથી ગુજરાતમાં કેસ ન વધે તે માટે લોકોને ચેતવ્યા છે. જે રીતે રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, તે ટ્રેન્ડ જોઈને રાજ્ય સરકાર પણ ચિંતિત છે. અત્યારે કેસમાં વાઇરસ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ઝડપથી ફેલાય છે. જેથી હવે જો કોઈ ઘરમાં એક વ્યક્તિને કોરોના થાય તો ઘરના બધાને સંક્રમિત કરી શકે છે. સાથે પહેલા જે કેસ આવી રહ્યા હતા તેમાં બાળકોમાં સૌથી ઓછું સંક્રમણ ફેલાતું હતું. પરંતુ અત્યારે બાળકો પણ ઝડપથી સંક્રમિત થઇ રહ્યા છે.

બીજી તરફ રાજ્યમાં કોરોનાનો નવો સ્ટ્રેન વધુ ન ફેલાઈ તે માટે અન્ય રાજયમાં બહારથી આવતા તમામ લોકોના RT-PCR ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે. કોરોનાના સ્ટ્રેન દુનિયાભરમાં અલગ અલગ જોવા મળે છે. જેમાં સૌથી વધારે ખતરનાક વાઇરસ યુ.કે સ્ટ્રેનમાં જોવા મળે છે. પરંતુ અત્યારે દેશમાં જે કોરોનાની બીજી લહેર શરૂ થઈ છે, એમાં પણ કોરોનાના લક્ષણો અલગ જોવા મળી રહ્યા છે. જેમાં શરદી-ઉધરસ, તાવ સાથે ડાયેરિયા, ગળામાં દુખાવો જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. જેથી હવે તમામ લોકોએ ખૂબ જ તકેદારી રાખવાની જરૂર છે અને આવા કોઈ લક્ષણ જણાય તો તાત્કાલિક તેનું નિદાન કરાવું જોઈએ.

કોરોનાથી પરિસ્થિતિ ખૂબ જ ગંભીર
કોવિડ ટાસ્ક ફોર્સના એકપર્ટ અતુલ પટેલે જણાવ્યું કે, હાલની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. કોરોનાના કેસ જે રીતે વધી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને લોકોએ કોવિડ ગાઈડલાઈન મુજબ નિયમોનું પાલન કરવું જોઈએ. અત્યારે જે કેસ નોંધાઇ રહ્યા છે, એમાં મોટાભાગે યુવાનો અને બાળકો વધુ સંક્રમિત થઈ રહ્યા છે. જેથી બાળકો અને યુવાનોએ ખુબ જ તકેદારી રાખવી પડશે. સાથે લોકોને ભ્રમ છે કે તેમણે વેકસીન લીધી છે એટલે કોરોના નહીં થાય.

કોરોનાની વેક્સિન લીધા બાદ પણ સાવધાની રાખવી જરૂરી છે
કોરોનાની વેક્સિન લીધા બાદ પણ સાવધાની રાખવી જરૂરી છે

"વેક્સિન લીધી એટલે કોરોના નહીં થાય એવું નથી"
અમારી જોડે એવા ઘણા કેસ છે કે વેકસીન લીધા પછી પણ તે વ્યક્તિ સંક્રમિત થઈ શકે છે. અને તેમાં પણ કોરોના વાઇરસ એટલો જ અસરકારક જોવા મળે છે. સાથે રાજ્યમાં એવી પણ ગેરમાન્યતા પર્વતી રહી છે, જેમાં કોરોનાનું રામબાણ ઈલાજ એ રેમડેસીવિર હોય તેવું માનવામાં આવે છે. પરંતુ આજ સુધી એક પણ દર્દી રેમડેસીવિરથી બચ્યો હોય તેવો એક પણ કેસ નથી.

રેમડેસીવિર કોરોના સામે રામબાણ નથી!
અતુલ પટેલ વધુમાં કહે છે, રેમડેસીવિરથી માત્ર ને માત્ર ગંભીર દર્દીને રાહત મળે છે જેથી તેના હોસ્પિટલમાં 5 દિવસમાં ઓછા કરી શકાય છે. એટલે લોકોએ પણ એ જ સમજવાની જરૂર છે કે તકેદારી એ જ એમના માટે કોરોના સામે લડવાનું શસ્ત્ર છે. રેમડેસીવિરનો બિનજરૂરી ઉપયોગ પણ દર્દીના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. તેના પણ ઘણા સાઈડ ઇફેક્ટ છે. હાલની પરિસ્થિતિમાં કોરોનાથી બચવા માટે માત્ર 3 જ ઉપાય છે. જેમાં સૌથી વધુ અગત્યનું છે કે દરેક એ માસ્ક પહેરવું જોઈએ, ત્યારબાદ હાલના કેસમાં એ સામે આવ્યું છે કે કોરોના વાઇરસ ઝડપથી પ્રસરી રહ્યો છે, જેથી સોશિયલ ડિસ્ટન્સિંગ પણ ખુબ જ અગત્યનું છે. અને છેલ્લે વારંવાર સેનિટાઇઝિંગ કરવું જેથી કોઈ વાયરસનું સંક્રમણ ફેલાતું હોય તો તેનાથી આપણે સુરક્ષિત રહીએ.

રેમડેસીવિર ઈન્જેક્શનના ભાવ
રેમડેસીવિર ઈન્જેક્શનના ભાવ

"રાજ્યમાં રેમડેસીવિરનો પૂરતો જથ્થો છે"
રાજ્યમાં જે રીતે કોરોના કેસ વધી રહ્યા છે તેને લઈને લોકોમાં એક ગેરમાન્યતા ઊભી થઈ છે કે રાજ્યમાં રેમડેસીવિર ઇન્જેક્શન ઓછા છે. જેથી તેઓ ડિસ્ટ્રીબ્યુટર પાસેથી ખરીદીને સ્ટોક કરી રહ્યા છે. જેના કારણે અછત સર્જાઈ શકે છે. પરંતુ હું તમને જણાવું જે પહેલા રેમડેસીવિર માત્ર 2 જ કંપનીઓ બનાવતી હતી. હવે 14 કંપનીને આ ઇન્જેક્શન બનાવવા માટેની મંજૂરી આપી છે. જેમાં કંપની પ્રમાણે તેના ભાવ 899થી લઈને 5400 સુધી નકકી કરવામાં આવ્યા છે.

આપણા રાજ્યમાં હાલ આ રેમડેસીવિરનો કુલ 54000 ઇન્જેક્શનનો જથ્થો છે. જેમાં 16000 ઇન્જેક્શન રાજય સરકારના ગોડાઉનમાં છે, 28000 અને 10000 એમ કુલ 38000 ઇન્જેક્શનનો સ્ટોક અલગ અલગ હોસ્પિટલ અને માર્કેટમાં ડિસ્ટ્રીબ્યુટર જોડે છે. જેથી લોકોને અપીલ છે કે ઇન્જેક્શન ઓછા છે એવી કોઈ ગેરમાન્યતા દૂર કરે. આ ઇન્જેક્શન ડૉક્ટરના પ્રિસ્ક્રીપ્શન મુજબ જ આપવામાં આવે છે જરૂર વગર લોકો લેશે તો તેમને કોઈ ફાયદો નહીં થાય.