સત્તાપક્ષ ભાજપના સભ્યો વચ્ચે વિવાદ:જિલ્લા પંચાયતની બેઠકમાં ચેરમેનના પતિ હાજર રહેતા કાઢી મુકાયા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમિતિમાં સભ્ય ન હોવા છતાં સિંચાઈની બેઠકમાં પહોંચેલા શાસક પક્ષના નેતાને પણ બહાર કઢાયા

અમદાવાદ જિલ્લા પંચાયત સિંચાઇ સમિતિની બેઠકમાં સત્તાપક્ષ ભાજપના સભ્યો વચ્ચે ભારે વિવાદ સર્જાયો હતો. બેઠકમાં સભ્ય નહીં હોવા છતાં ભાગ લેવા બદલ ચેરમેન મીના ચૌહાણના પતિ કુંજન સિંહ ચૌહાણ અને શાસક પક્ષના નેતાને બહાર કાઢી મૂકાયા હતા.

સિંચાઇ સમિતિની બેઠકમાં ચેરમેન સહિત પાંચ સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં નવા નાણાકીય વર્ષની પ્રથમ બેઠકમાં જ ભારે હોબાળો થયો હતો આ બેઠકમાં ચેરમેન મીના ચૌહાણ અને તેમના પતિ કુંજન સિંહ ચૌહાણ એક સાથે ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત શાસક પક્ષના નેતા જનક ઠાકોર પણ બેઠકમાં ગોઠવાઈ ગયા હતા બેઠક શરૂ થતાની સાથે ભાજપના જિલ્લા પંચાયત સદસ્ય દિગપાલસિંહ ચુડાસમાએ વિરોધ કર્યો હતો અને સમિતિના સભ્ય નહીં હોવા છતાં બેઠકમાં હાજર રહેનાર કુંજન સિંહ ચૌહાણ અને જનક ઠાકોરને બેઠકમાંથી બહાર જવા કયું હતું બંને સભ્યો બહાર નહીં જતા બેઠકમાં ઉપસ્થિત સચિવને કેન્દ્ર સરકારનો પરિપત્ર ટાંકીને બંને સભ્યોને બહાર કાઢવા માટે માગ કરી હતી.

આ પછી ગેરકાયદે ઉપસ્થિત રહેનાર ભાજપના બંને આગેવાનો બેઠકમાંથી બહાર જવું પડ્યું હતું. બંને મહિલા ચેરમેનના પતિઓ ગત વર્ષે તમામ બેઠકોમાં ઉપસ્થિત રહ્યા હતા અને સામાન્ય સભામાં હાજર રહી પંચાયતી નિયમો ના ધજાગરા ઉડાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...