તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્ષેપ:જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષે નિમણૂક પહેલાં કચેરીમાં સુધારાનાં સૂચનો કરતાં વિવાદ

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કારોબારી અધ્યક્ષે સૂચન કર્યાનો સ્વીકાર કર્યો પણ કા. ઇજનેરે વ્હાલા થવા વિગોત છુપાવી હોવાનો આક્ષેપ

અમદાવાદ જિલ્લા પંચાયતમાં ભાજપના કારોબારી અધ્યક્ષ, દંડક અને શાસકપક્ષના નેતાની ભાજપે જાહેરાત કરી દીધી છે. પરંતુ હજી સુધી સામાન્ય સભામાં નિમણૂંક થઇ નથી ત્યાં તો અધ્યક્ષ વિનોદ પટેલે જિલ્લા પંચાયતની પોતાની કચેરીમાં સુધારા કરવા માટે આરએન્ડબી વિભાગને યાદી મોકલી આપી છે. જેને લઇને વિવાદ સર્જાયો છે. અધ્યક્ષે સૂચન કર્યાનો સ્વિકાર પણ વિભાગના કાર્યપાલક ઇજનેરે એમ.એસ.ભોયાએ વિગોત છુપાવી હતી. આ વખતે જિલ્લા પંચાયતમાં કુલ 34 બેઠકમાંથી ભાજપને 30 અને કોંગ્રેસને 4 બેઠક મળી છે.

ભાજપને વધુ બેઠકો મળી હોવાથી ઉપપ્રમુખની વરણી સમય કોઇ વિવાદ સર્જાય નહીં માટે કારોબારી, દંડક અને શાસકપક્ષના નેતાની પણ જાહેરાત કરી દીધી હતી. આ તમામ હોદ્દેદારો સહિત વિવિધ સમિતીઓના ચેરમેનોની આગામી સામાન્ય સભામાં મંજુરી લેવાની બાકી છે. જેથી આ હોદ્દેદારોની પંચાયતી નિમય પ્રમાણે સત્તાવાર નિમણૂંક થઇ નથી. આ પહેલા કારોબારી સમિતીના અધ્યક્ષ વિનોદ પટેલે પોતાની કચેરીમાં સુધારા-વધારા માટે આરએન્ડબી વિભાગના કાર્યપાલક ઇજનેર એમ.એસ.ભોયાને યાદી મોકલી આપી છે. જેનો અમલ પણ શરૂ થઇ ગયો છે.

આ વિવાદ વેગ પકડે નહીં માટે કાર્યપાલક ઇજનેર એમ.એસ.ભોયા વિગતો છુપાવી રહ્યા છે. સત્તાવાર નિમણૂંક પહેલા પંચાયતના સ્વભંડોળમાંથી અધ્યક્ષની કચેરીના સુધારાનો ખર્ચ થતો હોવા છતાં ડીડીઓ પણ ચૂપકિદી સેવી રહ્યા છે. બીજીતરફ જિલ્લા પંચાયત કોંગ્રેસ પ્રમુખે આગામી 31મી માર્ચના રોજ બજેટ બેઠક બોલાવી છે. આ બેઠકમાં ગત ટર્મના વિવિધ સમિતીઓના ખર્ચ મંજૂરી માટે રજૂ કરાશે.

સમિતીઓના હોદ્દેદારોની નિમણૂંક માટે એપ્રિલમાં અલગથી બેઠક બોલાવાશે. હવે જિલ્લા પંચાયતના કોંગ્રેસ પ્રમુખ અલગથી સામાન્ય સભા બોલાવવા માટે એપ્રિલમાં તારીખ ફાળવે છેકે નહીં ? તેને લઇને હજી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જો એપ્રિલમાં સામાન્ય સભા નહીં બોલાવાય તો જિલ્લા પંચાયતના હોદ્દાદારોની એપ્રિલમાં નિમણૂંક થવાની શક્યતા પણ નહિવત છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો