તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદ્યાર્થીઓમાં નિરાશા:અમે તનતોડ મહેનત કરી હતી, પરીક્ષા લેવાઈ હોત તો 95 ટકા આવ્યા હોત, માસ પ્રમોશનને કારણે 81 ટકા જ આવ્યા

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: આનંદ મોદી
વિદ્યાર્થીઓ પરિણામથી નાખુશ.
  • ધો.10ના 50 ટકા, ધો.11ના 25 ટકા અને ધો.12ના 25 ટકા ગુણની ગણતરી કરવામાં આવી
  • મેં તૈયારી 95 ટકા સુધી કરી હતી, પરંતુ માસ પ્રમોશનને કારણે પરિણામ ઘટીને 81.6 ટકા જ આવ્યુંઃ વિદ્યાર્થી

સરકારે કોરોનાના કેસોમાં વધારો થતાં ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું હતું. માસ પ્રમોશન આપ્યા બાદ ધોરણ 10 અને 12નાં પરિણામ આવ્યાં છે. ગઈકાલે CBSEનું ધોરણ 12નું પરિણામ આવ્યું હતું. આજે ગુજરાત બોર્ડનું પરિણામ આવ્યું છે. આ પરિણામથી વિદ્યાર્થીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે જો પરીક્ષા આપી હોત તો 95 ટકા આવ્યા હોત, પરંતુ માસ પ્રમોશનને કારણે માત્ર 81 ટકા જ આવ્યા છે. પરીક્ષા આપી હોત તો પરિણામ સારું આવી શક્યું હોત.

વિદ્યાર્થીઓએ પરિણામ અંગે દિવ્ય ભાસ્કર સાથે વાત કરી હતી.
વિદ્યાર્થીઓએ પરિણામ અંગે દિવ્ય ભાસ્કર સાથે વાત કરી હતી.

બોર્ડની પરીક્ષા માટે તનતોડ મહેનત કરી હતી
ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા માટે તનતોડ મહેનત કરી હતી. આ સમયગાળામાં કોરોનાના કેસોમાં વધારો થતાં સરકારે ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું હતું અને રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવાની જાહેરાત કરી હતી. રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા ગત 15 જુલાઈએ યોજાઈ છે. હવે રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળતાં તેમનામાં અસંતોષ જોવા મળ્યો છે. ધોરણ 12ના વિદ્યાર્થીઓને ધોરણ 10ના 50 ટકા,ધોરણ 11ના 25 ટકા અને ધોરણ 12ના 25 ટકા ગુણની ગણતરી કરવામાં આવી હતી. ધોરણ 11માં વિદ્યાર્થીઓએ મહેનત ના કરી હોવાથી પરિણામમાં અસર પડી છે.

આ પણ વાંચોઃ ધોરણ 12 સા.પ્ર.માં માત્ર 691 વિદ્યાર્થીને A1 ગ્રેડ મળ્યો,9495 વિદ્યાર્થીએ A2 ગ્રેડ મેળવ્યો, ધોરણ 10 પછી ધોરણ 12માં પણ A1 ગ્રેડમાં રાજકોટ પ્રથમ

આખું વર્ષ મહેનત કરી, પણ એ પ્રમાણે પરિણામ ના આવ્યું.
આખું વર્ષ મહેનત કરી, પણ એ પ્રમાણે પરિણામ ના આવ્યું.

પરીક્ષા આપી હોત તો પરિણામ હજુ પણ સારું આવી શક્યું હોત
ચોટલિયા કીર્તન નામના વિદ્યાર્થીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારે 81.6 ટકા આવ્યા છે. મેં દિવસ દરમિયાન 4-5 કલાક વાંચન કર્યું હતું. જો પરીક્ષા યોજાઈ હોત તો પરિણામ સારું આવી શક્યું હોત. મેં મારી તૈયારી 95 ટકા સુધી કરી હતી, પરંતુ માસ પ્રમોશનને કારણે પરિણામ ઘટીને 81.6 ટકા જ આવ્યું છે. ધ્રુમી શાહ નામની વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે પરીક્ષા લેવામાં આવી હોત તો પરિણામ હજુ સારું આવી શક્યું હોત. હાર્દિક પરમાર નામની વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે મેં રોજ 6થી 8 કલાક મહેનત કરી હતી, એટલે પરીક્ષા આપી હોત તો પરિણામ હજુ પણ સારું આવી શક્યું હોત.

અન્ય સમાચારો પણ છે...