તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉગ્ર બોલાચાલી:ઘાટલોડિયા વોર્ડની સંકલન બેઠકમાં અધિકારીઓ-કોર્પોરેટરો સામ-સામે, કોર્પોરેટરે કહ્યું, સફાઈ થતી નથી, ડે.કમિશનર બોલ્યા, તો હું સફાઈ કરું??

અમદાવાદ21 દિવસ પહેલા
કોર્પોરેટરો ધરણા પર બેઠા
  • સ્ટે.કમિટી ચેરમેન અને AMC ભાજપ પ્રભારી પણ ઝોનલ ઓફિસ જવા રવાના થયા હતા

ગંદકી, ફૂટપાથ પર દબાણ અને રોડ પર ખાડાની ફરિયાદ અંગે યોજાયેલી બેઠકમાં ઘાટલોડિયાના કોર્પોરેટર અને વોટર સપ્લાય કમિટીના ચેરમેન મને ગાળો બોલ્યાની ફરિયાદ ડીવાયએમસીએ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને કરી, જતીન પટેલે કહ્યું કે, જો ડીવાયએમસી સાબિત કરે કે હું ગાળો બોલ્યો છું, તો રાજકારણ છોડી દઉં. હું આવા કોઇ અપશબ્દ બોલ્યો જ નથી. આ સમગ્ર વિવાદ વચ્ચે રામધૂન કરી બોડકદેવની ઉ.પશ્ચિમ ઝોનની ઓફિસે જ ધરણાં પર બેઠેલા ઘાટલોડિયા વોર્ડના 3 કોર્પોરેટરનો ઉચ્ચ પદાધિકારીઓએ સમજાવતાં આખરે મામલો થાળે પડ્યો હતો.

ઉગ્ર બોલાચાલી બાદ જતીન પટેલ ધરણા પર બેઠા હતા
નિયમિત રીતે ઘાટલોડિયાના કોર્પોરેટરની આસિ.મ્યુનિ. કમિશનર સમક્ષ યોજાતી બેઠકમાં છેલ્લા 3 વખતથી ઘાટલોડિયાના કોર્પોરેટર જતીન પટેલ, મનોજ પટેલ અને ભાવનાબેન પટેલે તેમના વિસ્તારમાં ગાયોને કારણે ફેલાતી ગંદકી, અન્ય સ્થળે સફાઇ ન થવી, ફૂટપાથ પરના દબાણો, રસ્તા પર ખાડા મામલે ફરિયાદો કરતાં હતા. જોકે તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં આ‌વતાં તેમને આ વખતે ડીવાયએમસી સી.આર.ખસરાણ સાથે બેઠક યોજવાનો આગ્રહ રાખ્યો હતો. શનિવારે બપોરે આ બેઠક શરૂ થઇ હતી.

25 ટકા સ્ટાફ તો કામ નથી કરતો અને ડેપ્યુટી કમિશનર આરજવ શાહ ક્યાં કામ કરે છે એમ ડેપ્યુટી કમિશનરે જવાબ આપતા બંને વચ્ચે ઉગ્ર બોલચાલી થઈ હતી. બાદમાં સી.આર ખરસાણ ઉભા થઈ જતા રહેતા જતીન પટેલ અન્ય કોર્પોરેટરો સાથે ધરણા પર બેસી ગયા હતા. શરૂઆતમાં માહોલ ગરમાતા સ્ટે.કમિટી ચેરમેન અને AMC ભાજપ પ્રભારી પણ ઝોનલ ઓફિસ જવા રવાના થયા હતા. સ્ટે.કમિટી ચેરમેન હિતેશ બારોટ, ઘાટલોડિયા ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ, અને AMC ભાજપ પ્રભારી ધર્મેન્દ્ર શાહ આવી પહોંચ્યા હતા.

કોઇ પણ અધિકારીઓ સાથે દોસ્તી કરવાની જ નહીં: સીઆર
થોડા દિવસ પહેલા વલસાડમાં પેજ પ્રમુખ કાર્ડ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે કાર્યકરોને જણાવ્યું હતું કે, કોઇ પણ અધિકારીઓ સાથે દોસ્તી કરવાની જ નહીં, અધિકારી સાથે દોસ્તી કરી હોય તો તોડી નાંખજો, તેમની પાસે આપણે લોકોના કામ કરાવવાના છે. પાટીલના આ નિવેદનને કેટલાક ભાજપીઓ કટાક્ષ તરીકે જોઇ રહ્યા છે અને તેની વલસાડ જિલ્લા ભાજપમાં ભારે ચર્ચા ચાલી હતી.

બેઠકમાં હાજર રહેલા 3 કોર્પોરેટર સાથે ડીવાયએમસીએ સફાઇ બાબતે ચર્ચા કરી હતી. તે સમયે અધિકારીએ એવું કહ્યું હતું કે, કોર્પોરેશનના 25 ટકા કર્મચારીઓને તો કામ જ ક્યાં કરવું છે? આ તમારા કોર્પોરેશનના ડીવાયએમસી આર્જવ શાહ ક્યાં કામ કરે છે? હું ખુદ સાવરણો લઇને ઘરે ઘરે વાળવા આવું તો કામ થાય. જે દરમિયાન કોર્પોરેટરે એવી દલીલ કરી હતી કે, તો પછી કામ તો થવું જોઇએ ને! તે સાથે કોર્પોરેટર અને અધિકારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જે દરમિયાન જતીન પટેલે તેમની રજૂઆત માટે તેઓ સાથે લાવેલા કાગળો તેમની સામે જ ફાડી નાખી, અધિકારીના મેજ પર પડેલી પાણીની બોટલ પણ તોડી નાખી હતી. જે બનાવ બાદ ડીવાયએમસી ત્યાંથી ચાલ્યા ગયા હતા.

સ્થાનિક મુદ્દાઓના નિરાકરણ માટે અધિકારીઓ સાથે 3 બેઠક કરી પણ ઉકેલ નહીં
વોટર કમિટીના ચેરમેન જતિન પટેલે જણાવ્યુ હતું કે, આજે અમે અમારા સ્થાનિક મુદ્દાઓ છે. જેમાં સાફ સફાઈ, ફૂટપાથ પર દબાણ અને એસ્ટેટના પ્રશ્નો અને રખડતા ઢોરના પ્રશ્નો અંગે વાત કરી હતી. છેલ્લી 3 મિટિંગમાં અમે અધિકારીઓને કહી રહ્યા છે તો પણ તેઓ પ્રશ્નોનું નિરાકરણ લાવતા નથી. જેથી આજે ડે. કમિશનર ગોળ ગોળ જવાબ આપ્યા હતા. જે બાબતે બોલાચાલી થઈ હતી. વોર્ડમાં તેમણે દર 15 દિવસે રાઉન્ડ લેવા અને અમારા પ્રશ્નોના ઉકેલ લાવવા માટે બાહેંધરી આપી છે.

સ્ટેન્ડિંગ ચેરમેન, ધારાસભ્ય ઓફિસે દોડી ગયા
બનાવની જાણ થતાં જ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના એએમસી પ્રભારી ધર્મેન્દ્ર શાહ તત્કાલ ઉ.પશ્ચિમ ઝોનની ઓફિસે પહોંચી ડીવાયએમસી ખરસાણ સાથે પરામર્શ કરી ડીવાયએમસી અને કોર્પોરેટર વચ્ચે મધ્યસ્થી કરી પ્રશ્નોના નિરાકરણ અને ત્યાં રાઉન્ડ લેવાની ડીવાયએમસીએ ખાતરી આપી હતી.

DyMC શાહ મુલાકાતીને મળતા જ નથી?
ડીવાયએમસી આર્જવ શાહ કોરોના કાળ બાદ સતત કોઇ મુલાકાતીને મળતાં નથી. શરૂઆતમાં તો તેઓ મીટિંગમાં પણ તેમની ખુરશી તમામ અધિકારીઓથી દૂર રાખતા હતા. તેમના કોરોના ફોબિયાને કારણે કેટલીક વખત મ્યુનિ.અધિકારીઓ માટે પણ કામ કરવું મુશ્કેલ બની ગયું હતું. તેમની આ પ્રકારની વર્તણૂક મ્યુનિ. અધિકારીઓ અને ભાજપના પદાધિકારીઓમાં પણ ચર્ચા વિષય બની હતી.

અન્ય સમાચારો પણ છે...